ઓળખી બતાવો - સાધુના ડ્રેસમાં દેખાતી આ બાળકી આજે છે બોલિવૂડની સૌથી મોટી એન્ટરટેઈનર

રાખી સાવંત બાળપણનો ફોટો વાયરલ

સોશિયલ મીડિયા (Social Media) પર આ દિવસોમાં એક અનોખો ટ્રેન્ડ શરૂ થયો છે. આ ટ્રેન્ડમાં સ્ટાર્સ (Stars)ને તેમના બાળપણ (Childhood)ના ફોટા શેર કરીને ઓળખવાની ચેલેન્જ આપવામાં આવી રહી છે.

 • Share this:
  મુંબઈ : સોશિયલ મીડિયા (Social Media) પર આ દિવસોમાં એક અનોખો ટ્રેન્ડ શરૂ થયો છે. આ ટ્રેન્ડમાં સ્ટાર્સ (Stars)ને તેમના બાળપણ (Childhood)ના ફોટા શેર કરીને ઓળખવાની ચેલેન્જ આપવામાં આવી રહી છે. કેટલાક લોકો તેમના મનપસંદ સ્ટાર્સને ઓળખી રહ્યા છે, તો કેટલાક લાખ પ્રયાસો કરીને પણ તેમને ઓળખી શકતા નથી. આ ક્રમમાં ફરી એકવાર ઈન્ટરનેટ (Internet) પર એક ફોટો (Photo) સામે આવ્યો છે, જેને લોકો ઓળખવાનો પ્રયાસ કરી રહ્યા છે. આ તસવીર એક નાની છોકરી (girl)ની છે, જેને આજના સમયમાં બોલિવૂડ (Bollywood)ની નંબર વન એન્ટરટેઈનર (Entertainer) કહેવામાં આવે છે.

  સાધુના ડ્રેસમાં દેખાતી આ છોકરી આજના સમયમાં જાણીતી અભિનેત્રી છે. શું તમે તેને ઓળખી શક્યા? ના, તો ચાલો તમને જણાવી દઈએ. સાધુના ડ્રેસમાં દેખાતી આ છોકરી બીજું કોઈ નહીં પણ બોલિવૂડની એન્ટરટેઈનમેન્ટ ક્વીન રાખી સાવંત છે. હા, આ રાખી સાવંતના બાળપણનો ફોટો છે, જેને અત્યાર સુધી બહુ ઓછા લોકો ઓળખી શક્યા છે. આ તસવીરમાં રાખી માત્ર થોડા મહિનાની છે. ફોટોમાં તે ક્યૂટ સ્માઈલ આપતી જોઈ શકાય છે.

  રાખી સાવંત આજે આખી દુનિયામાં ઓળખાય છે. રાખીએ બોલીવુડમાં ઘણા સુપરહિટ આઈટમ સોંગ આપ્યા છે. તે પોતાના બેબાકપણાથી નિવેદનો આપીને લોકોને ખૂબ હસાવે છે. બિગ બોસ 14માં ચેલેન્જર તરીકે દેખાયા બાદ રાખીની લોકપ્રિયતામાં જબરદસ્ત વધારો થયો છે. આ દિવસોમાં રાખી એક પછી એક મ્યુઝિક વીડિયોમાં જોવા મળી રહી છે. હાલમાં જ તેનું લેટેસ્ટ ગીત 'ખાલી કી ટેન્શન' રિલીઝ થયું છે, જેને લોકોનો ઘણો પ્રેમ મળી રહ્યો છે.

  આ પણ વાંચોBollywood Interesting Story: કોણ છે બોલીવુડના સૌથી અમીર કપલ? કયા કપલ પાસે કેટલી સંપત્તિ

  ઉલ્લેખનીય છે કે, રાખી સાવંતનો જન્મ 25 નવેમ્બર, 1978ના રોજ મુંબઈમાં થયો હતો. તે પોતાનો 43મો જન્મદિવસ ઉજવી રહી છે. રાખી સાવંતનું સાચું નામ નીરુ ભેદા છે. ઈન્ડસ્ટ્રીમાં આવ્યા પછી તેણે પોતાનું નામ બદલીને રાખી સાવંત રાખ્યું.

  એક ઈન્ટરવ્યુમાં રાખીએ કહ્યું હતું ,કે તેનો પરિવાર ઘણો ગરીબ હતો. તેની માતા એક હોસ્પિટલમાં નર્સ તરીકે કામ કરતી હતી અને પિતા મુંબઈ પોલીસમાં કોન્સ્ટેબલ હતા. તેમના પરિવાર માટે જીવવું ખૂબ મુશ્કેલ હતું. કેટલીકવાર એવું બન્યું કે તેમની પાસે ખાવા માટે ખોરાક પણ ન હતો. પડોશીઓ તેમને બચેલો ખોરાક આપતા હતા.
  Published by:kiran mehta
  First published: