ગંગુબાઈ કાઠિયાવાડીની દર્શકો લાંબા સમયથી રાહ જોઈ રહ્યા છે. સંજય લીલા ભણસાલી (Sanjay Leela Bhansali) દ્વારા નિર્મિત આ ફિલ્મમાં કંઈક ખાસ હશે તેવી આશા છે. આ ફિલ્મની રિલીઝ કોરોના મહામારીના કારણે અનેક વખત ટાળવામાં આવી છે. આ ફિલ્મનું ટીઝર ઘણા સમય પહેલા રિલીઝ થયું હતું. જે દર્શકોને ખૂબ ગમ્યું હતું. હવે આ ફિલ્મનું શૂટિંગ પૂર્ણ થઈ ચૂક્યું છે. આ ફિલ્મ બનતા એક વર્ષથી વધુ સમય લાગ્યો છે. ગંગુબાઈ કાઠિયાવાડી ફિલ્મમાં (Gangubai Kathiawadi Release Date)માં આલિયા ભટ્ટ (Alia Bhatt) લીડ રોલમાં છે.
ફિલ્મ વિશે ભણસાલીએ ETimesને જણાવ્યું હતું કે, આ ફિલ્મ મારા માટે ખૂબ જ ખાસ છે. આ ફિલ્મ બનાવવી જરાક પણ સરળ નહતી. આ ફિલ્મ અમે મહામારી દરમિયાન બનાવી હતી. મેં આ ફિલ્મ પાછળ મારું બધું આપ્યું છે. હું તેને દરેક સાથે શેર કરવાની રાહ જોઈ શકતો નથી.
ઉલ્લેખનીય છે કે, ફિલ્મની રિલીઝ ડેટ હજુ નક્કી કરવામાં આવી નથી. ફિલ્મના નિર્માતા સંજય લીલા ભણસાલી કહે છે કે, આ તેમના માટે ખૂબ જ ખાસ ફિલ્મ છે. ગંગુબાઈ કાઠિયાવાડી ફિલ્મ એસ હુસૈન જૈદી દ્વારા લખાયેલી બુક માફિયા ક્વિન્સ ઓફ મુંબઈ પર આધારિત છે. જેમાં આલિયા ભટ્ટ મુખ્ય ભૂમિકામાં જોવા મળશે. આ ફિલ્મનો લૂક લોકોને ખૂબ જ ગમ્યો હતો. આ ફિલ્મ કાઠિયાવાડની સાધારણ યુવતીની આસપાસ ફરે છે.
નોંધનીય છે કે, સંજય લીલા ભણસાલીએ 1996માં આવેલ ફિલ્મ ખામોશી: ધી મ્યુઝિયમ સાથે પોતાના કેરિયરનો પ્રારંભ કર્યો હતો. આ ફિલ્મમાં મનીષા કોઈરાલા, સલમાન ખાન, નાના પાટેકર અને સીમા બિસ્વાસ મુખ્ય ભૂમિકામાં હતા.
અત્યારે ભણસાલીએ ફિલ્મ ઉદ્યોગમાં 25 વર્ષ પૂરા કર્યા છે. દિગ્દર્શક, લેખક અને નિર્માણ ઉપરાંત ભણસાલીએ તેમની કેટલીક ફિલ્મોમાં સંપાદક અને સંગીતકાર તરીકે પણ કામ કર્યું છે. તેમણે દેવદાસ, બ્લેક, બાજીરાવ મસ્તાની અને પદ્માવત માટે ચાર રાષ્ટ્રીય ફિલ્મ પુરસ્કારો જીત્યા છે.
Published by:Kaushal Pancholi
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર