'The Family Man 2'ની રાહ જોઈ રહેલા દર્શકો માટે આવ્યા સારા સમાચાર, જાણો ક્યારે થશે રિલીઝ

'The Family Man 2'ની રાહ જોઈ રહેલા દર્શકો માટે આવ્યા સારા સમાચાર, જાણો ક્યારે થશે રિલીઝ
રિપોર્ટ્સ મુજબ, સૈફઅલી ખાનની વેબસીરીઝ તાંડવ વિવાદમાં ઘેરાયા બાદ 'The Family Man 2'ના મેકર્સે તેની રિલીઝ અટકાવી દીધી હતી.

રિપોર્ટ્સ મુજબ, સૈફઅલી ખાનની વેબસીરીઝ તાંડવ વિવાદમાં ઘેરાયા બાદ 'The Family Man 2'ના મેકર્સે તેની રિલીઝ અટકાવી દીધી હતી.

  • Share this:
મનોજ બાજપાઈ (Manoj Bajpayee)  સ્ટારર વેબસીરીઝ 'The Family Man'ની પ્રથમ સીઝન વર્ષ 2019માં રિલીઝ થઇ હતી. જેને દર્શકોએ ખૂબ પસંદ કરી હતી. જે બાદ દર્શકો બીજી સીઝનની રાહ જોઈ રહ્યા છે. જોકે, હવે લાગી રહ્યું છે કે, દર્શકોને હવે હાશકારો અનુભવાશે. કારણ કે, માહિતી મળી રહી છે કે, આ વેબસિરીઝને મે મહિનામાં રિલીઝ કરી દેવામાં આવશે. જોકે, હજી સુધી 'The Family Man 2'ની રિલીઝ ડેટ સામે નથી આવી. જેનું કારણ કોરોના મહામારી પણ હોઈ શકે છે. જોકે, મે મહિનામાં સિરીઝ રિલીઝ થશે એ જાણીને ફેન્સ ખુબ ખુશ થયા છે.

રિપોર્ટ્સ મુજબ, સૈફઅલી ખાનની વેબસીરીઝ તાંડવ વિવાદમાં ઘેરાયા બાદ 'The Family Man 2'ના મેકર્સે તેની રિલીઝ અટકાવી દીધી હતી. જો આવું ન થયું હોત તો સિરીઝ ફેબ્રુઆરી મહિનામાં જ રિલીઝ થઇ જાત. જોકે, તે વખતે સિરીઝનું ક્લાઈમેક્સ શૂટ થવાનું બાકી હતું. પરંતુ હવે શૂટિંગ પૂર્ણ થઇ ગયું છે અને જાણવા મળ્યું છે કે,  હવે મેકર્સ તેને રિલીઝ કરી શકે છે. જેથી મેકર્સ તેને એપ્રિલના અંતમાં કે મેની શરૂઆતમાં રિલીઝ કરી શકે છે.



'લોકોને સરકાર પર ભરોસો નથી રહ્યો, લોકોમાં વિશ્વાસ જગાડો,' સુઓમોટો અંગે વધુ સુનાવણી 15 એપ્રિલના થશે

બીજી તરફ હજી સુધી આ સિરીઝનું ટ્રેલર અને ટીઝર પણ રિલીઝ નથી કરાયું. જોકે, સિરીઝની કેટલીક નાની કલીપ જરૂર સામે આવી હતી. ત્યારે ફેન્સ હવે તેના ટ્રેલરની રાહ જોઈ રહ્યા છે.

Chaitra Navratri 2021: નવરાત્રીમાં રાખો આ વાતોનું ધ્યાન, ઘરમાં આવશે સુખ, શાંતિ અને સમૃદ્ધિ



ઉલ્લેખનીય છે કે, આ સિરીઝની પહેલી સીઝન 20 સપ્ટેમ્બર, 2019ના રોજ આવી હતી. જેમાં મનીજ બાજપાઈ લીડ રોલમાં હતા, જેઓ દેશની સિક્રેટ એજન્સીમાં કામ કરતા હતા. હવે બીજી સીઝન માટે દર્શકો રાહ જોઈ રહ્યા છે, પરંતુ રિલીઝ ડેટ અંગે મેકર્સે કોઈ જાહેરાત નથી કરી.
Published by:News18 Gujarati
First published:April 12, 2021, 13:30 pm

ટૉપ ન્યૂઝ