Home /News /entertainment /

ડોક્ટરનો આરોપ, પિતાએ આપેલા કેમિકલ્સથી નપુંસક થઈ ગયો હતો માઈકલ જેક્સન

ડોક્ટરનો આરોપ, પિતાએ આપેલા કેમિકલ્સથી નપુંસક થઈ ગયો હતો માઈકલ જેક્સન

    માઈકલ જેક્સનના વિવાદોમાં રહેલા જેક્સનના પિતા પર તેને નપુંસક બનાવવાનો આરોપ લાગેલો છે. ડોક્ટરે કહ્યું આ સિંગર અને ડાન્સરના પિતા જોઈએ તેના લાંબા સૂરના અવાજને બચાવી રાખવા માટે તેની પર કેટલીએ પ્રકારના કેમિકલનો પ્રયોગ કરી તેને નપૂંસક બનાવી દીધો હતો.

    માઈકલ જેક્સનના મોતના મામલામાં તેની અજાણતાથી હત્યા કરવાના મામલામાં દોષી રહેલા કોનાર્ડ મૂરેએ એક વીડિયો જાહેર કરી હાહાકાર મચાવી દીધો છે. આ વીડિયો ધ બ્લાસ્ટે જાહેર કર્યો છે.

    આ મામલામાં દોષી જાહેર થયા બાદ મૂરે લગભગ 2 વર્ષ જેલમાં રહ્યા.

    ઉલ્લેખનીય છે કે, વર્ષ 2009માં જેક્સનનું રહસ્યમય પરિસ્થિતિમાં મોત થયું હતું.

    મૂરેએ જેક્સનના પિતા જોઈને ઈતિહાસના સૌથી ખરાબ પિતા ગણાવ્યા છે, જોઈનું 89 વર્ષે ગત મહિને જ નિધન થયું છે.

    મૂરેએ દાવો કર્યો છે કે, જેક્સને પોતાના પિતા દ્વારા તેના પર કરવામાં આવેલા અત્યાચાર વિશે જણાવ્યું હતું.

    મૂરેએ વીડિયોમાં કહ્યું છે કે, જેક્સનના લાંબા સૂરવાળા અવાજને બચાવી રાખવા માટે તેની પર કેટલીએ પ્રકારના કેમિકલનો પ્રયોગ કરવામાં આવ્યો, જેના કારણે તે નપૂંસક થઈ ગયો.

    મૂરેએ કહ્યું કે, હું આવા દુષ્ટ માણસના મરવા પર થોડુ પણ દુખ વ્યક્ત નહીં કરૂ.

    વર્ષ 2010માં જોઈએ જેક્સનના મોતના સંબંધમાં મૂરે વિરુદ્ધ હત્યાનો એક મામલો નોંધાવ્યો હતો, પરંતુ બાદમાં તેમણે કેસ પાછો ખેંચી લીધો હતો.
    Published by:kiran mehta
    First published:

    Tags: Doctors, Father, આરોપ

    આગામી સમાચાર

    विज्ञापन
    विज्ञापन
    विज्ञापन