અમિતાભ બચ્ચનનો આ દિવસે થયો હતો નવો જન્મ, 'Coolie'ઘટના કરી યાદ, જુઓ VIDEO

(Instagram/amitabhbachchan)

અમિતાભ બચ્ચન (Amitabh Bachchan)એ ખુલાસો કર્યો હતો કે, ફિલ્મ 'કુલી'નાં અક્સમાત (Coolie Accident) બાદ ડોક્ટર્સે તેને 'ક્લિનિકલી ડેડ' જાહેર કરી દીધા હતાં. એક્ટરની ઘણી સર્જરી થઇ હતી અને તેમને સ્વસ્થ થવામાં મહિનાઓ લાગી ગયા હતાં.

 • Share this:
  એન્ટરટેઇનમેન્ટ ડેસ્ક: અમિતાભ બચ્ચન (Amitabh Bachchan)નાં ફેન્સની ફિલ્મ 'કુલી' (Coolie)નાં સેટ પર તેનાં અકસ્માત સાથે જોડાયેલી વાતો આજે પણ યાદ છે. અમિતાભ બચ્ચને એક એક્શન સીક્વન્સની શૂટિંગ દરમિયાન ઇજા થઇ હતી. 1982માં અમિતાભ બચ્ચન 'કુલી'નું શૂટિંગ કરી રહ્યાં હતાં. જ્યાં તેમને પેટમાં ઇજા થઇ હતી તે બેભાન થઇ ગયો હતો અને આ જ સ્થિતિમાં તેને સેન્ટ ફિલોમેના હોસ્પિટલમાં લઇ જવામાં આવ્યો હતો. જેનાં તુરંત બાદ, તેને મુંબઇ લઇ જવામાં આવ્યો હતો અને બ્રીચ કેન્ડી હોસ્પિટલમાં તેને દાખલ કરવામાં આવ્યો હતો. અમિતાભ તેમનાં સ્ટંટ પોતે કરતાં હતાં.

  (Instagram/amitabhbachchan)


  અમિતાભ બચ્ચને ઘણી બધી સર્જરી કરાવી હતી. અને ઘણાં મહિનાઓ સુધી તે હોસ્પિટલમાં દાખલ હતાં. તે ઘણાં સમય બાદ પરત ઘરે ફર્યા હતાં. બિગ બીનો જન્મ દિવસ 11 ઓક્ટોબરનાં હોય છે. પણ તેમનાં ફેન્સ 2 ઓગસ્ટનાં તેમનો બીજો જન્મ દિવસ (Amitabh Bachchan Second Birthday) ઉજવે છે. તેમનાં લાંબા જીવનની કમના કરે છે. અને પ્રેમ અને બ્લેસિંગને યાદ કરે છે. બિગ બીએ બ્લોગ લખ્યો છે, 'આજે બે ઓગસ્ટનાં પ્રેમ અને શુભકામનાઓ જાહેર કરનારાઓને મારો આભાર અને પ્રેમ.. પોતાનાં શુભચિંતકોની ચિંતા દુઆઓને જોવી સાંભળવી અને અનુભવવી એક સુંદર અનુભવ છે. હું ધન્ય અનુભવું છું, આભાર'  (Instagram/amitabhbachchan)

  અમિતાભ બચ્ચન દરેક વર્ષે તે અકસ્માતને યાદ કરે છે અને તેમની યાદ તેમનાં ફેન્સ સાથે શેર કરે છે. આ વર્ષની શરૂઆતમાં અમિતાભ બચ્ચને જણાવ્યું હતું કે, તેમનાં દિવંગત પિતા અને પ્રખ્યાત કવિ હરિવંશ રાય બચ્ચને હોસ્પિટલમાંથી પરત આવ્યો ત્યારે કેવું રિએક્શન આપ્યું હતું. તેમણે તેમનાં સોશિયલ મીડિયા હેન્ડલ પર એક તસવીર શેર કરી હતી અને લખ્યું હતું કે, 'આ તે ક્ષણ છે જ્યારે હું 'કુલી'નાં એક્સિડન્ટ બાદ મોતનાં મોમાંથી બચીને પાછો ઘરે આવ્યો હતો. આ પહેલી વખત હતું જ્યારે મે મારા પિતાને ધ્રુસ્કે ધ્રુસ્કે રડતા જોયા હતાં. એક ચિંતિત નાનો અભિષેક નજર આવે છે.' અમિતાભ ઘટનાનાં બે મહિના બાદ 24 સ્પટેમ્બરનાં ઘરે પરત આવ્યો હતો
  Published by:Margi Pandya
  First published: