અમિતાભના ઘરની આ પેઈન્ટિંગની કિંમત કરોડોમાં, એટલામાં તો તમે આ 5 મોંઘીદાટ વસ્તુઓ ખરીદી શકો

અમિતાભના ઘરની આ પેઈન્ટિંગની કિંમત કરોડોમાં

તાજેતરમાં જ દિવાળીના અવસર પર એક ફેમિલી ફોટો (Big b’s family Photo) શેર કરવામાં આવી હતી. આ ફોટોમાં બચ્ચન પરિવારના બેકગ્રાઉન્ડમાં એક બુલનો ફોટો (bull painting) દેખાઈ રહ્યો છે. આ ફોટો હાલ ટોક ઓફ ધ ટાઉન બન્યો છે.

 • Share this:
  સદીના મહાનાયક અમિતાભ બચ્ચન (Amitabh Bachhan) દ્વારા તાજેતરમાં જ દિવાળીના અવસર પર એક ફેમિલી ફોટો (Big b’s family Photo) શેર કરવામાં આવી હતી. આ ફોટોમાં બચ્ચન પરિવારના બેકગ્રાઉન્ડમાં એક બુલનો ફોટો (bull painting) દેખાઈ રહ્યો છે. આ ફોટો હાલ ટોક ઓફ ધ ટાઉન બન્યો છે. આજકાલની દરેક વસ્તુની જેમ આ ફોટો પણ એક મીમ મટિરીયલ બની ગઈ છે, પણ કેટલાક લોકો આ ફોટોનું મહત્વ સમજાવવા માટે આગળ આવ્યા છે.

  આ પેઇન્ટિંગ ભારતના એક નામચીન મોર્ડન પેઈન્ટર મનજીત બાવા (1941-2008) દ્વારા તૈયાર કરવામાં આવ્યું છે. સેરીગ્રાફીનો અભ્યાસ કર્યા પછી મનજીત મોર્ડન આર્ટ તરફ વળ્યા હતા. તેમની અદ્ભુત કળાએ આમાં વધારો કર્યો હતો. મનજીત બાવાએ લંડન સ્કુલ ઓફ પ્રિન્ટિંગ, એસેક્સથી મોર્ડન આર્ટ અને સેરીગ્રાફી (serigraphy)નો અભ્યાસ કર્યો હતો. સાથે જ તેમણે 1967થી 1971 સુધી પ્રિન્ટમેકર તરીકે લંડનમાં કામ પણ કર્યું હતું.

  તેમનું આર્ટ આખી દુનિયામાં પ્રસિધ્ધ છે પણ તેની સાથે એક મોટી કિંમત પણ સંકળાયેલી છે. જણાવી દઈએ કે એમિતાભ બચ્ચનનાં બંગ્લો જલસામાં જોવા મળતી આ બુલની પેઈન્ટિંગની કિંમત રૂપિયા 4 કરોડની છે. આ તસ્વીર આપણને એ વિચારવા પર મજબૂર કરે છે કે લગ્ઝરી અને પૈસાથી માણસ બધું જ ખરીદી શકે છે.

  આ છે કેટલીક વસ્તુઓ જે તમે આ પેઈન્ટિંગની કિંમતમાં ખરીદી શકો છો.

  પાંચ Audi Q7 કાર

  શરૂઆત કરીએ એક પાવરફુલ, સ્પોર્ટી, સ્પેશિયસ અને લગ્ઝુરિયસ જર્મન SUV એટલે કે Audi Q7 સાથે. મોટાભાગના લોકો જાણે જ છે કે આ કાર લગ્ઝરીનું બીજું નામ છે. જણાવી દઈએ કે મુંબઈમાં Audi Q7ની કિંમત 70થી 80 લાખ છે. અમિતાભની આ એક બુલ પેઈન્ટિંગની કિંમતમાં તમે 5 Audi Q7 ખરીદી શકો છો.  Rolex વોચનું કલેક્શન

  વિરાટ કોહલી, એમ એસ ધોની, રણબીર કપૂર અને અન્ય સેલિબ્રિટીઝની જેમ તમે પણ રોલેક્સ કોસ્મોગ્રાફ ડેટોનાને ફ્લોન્ટ કરી શકો છો. રૂપિયા 8.6 લાખ કિંમતની આ ઘડિયાળ ખૂબ લગ્ઝુરિયસ ગણાય છે. એક પેઈન્ટિંગની કિંમતમાં તમે આ ઘડિયાળ સાથે જ અન્ય લગ્ઝરિયસ ઘડિયાળોનું એક મોટું કલેક્શન ભેગુ કરી શકો છો.

  મુંબઈમાં એક 2BHK ફ્લેટ

  જલસાની નજીક એક 2BHK ફ્લેટ ખરીદવા વિશે તમારો શું વિચાર છે? જી હાં તમે એકદમ બરાબર સાંભળ્યું. જો તમારી પાસે બેન્કમાં 4 કરોડ રૂપિયા હોય તો તમે જુહુમાં એક 2BHK ફ્લેટ સરળતાથી ખરીદી શકો છો.

  8 કિલો 24 કેરેટ સોનું

  એ વાતમાં કોઈ બે મત નથી કે સોનાંના દાગીના ક્યારેય આઉટ ઓફ ફેશન નથી થતા. આ જ સોનું જો કિલોગ્રામમાં ખરીદવાની તક મળે તો કેવું લાગશે? મુંબઈમાં સોનાના ભાવ જે હાલ લગભગ રૂ. 50,000 છે, તેને ધ્યાનમાં લેતાં તમે રૂ. 4 કરોડમાં સરળતાથી 8 કિલો સોનું ખરીદી શકો છો.

  આ પણ વાંચોસંજય દત્તથી લઈને મનિષા કોઈરાલા સુધી આ સેલેબ્સે ડ્રગ કે દારૂથી છૂટકરા માટે લીધો છે રિહેબિલિટેશન સેન્ટરનો આશરો

  200+ iPhone 13 Pro Max (1 TB સ્ટોરેજ)

  બિગ બીના ઘરમાં બુલના પેઈન્ટિંગ માટે જે ખર્ચ કરવામાં આવ્યો છે, તેટલા ખર્ચમાં તમે 200થી પણ વધુ iPhone 13 Pro Max ખરીદી શકો છો અને તે પણ 1 TB સ્ટોરેજની સાથે. આટલી કિંમતમાં તમે લગભગ 223 iPhone 13 Pro Max ખરીદી શકો છો.
  First published: