Home /News /entertainment /KBC 14 : વડાપ્રધાન મોદી અંગે 25 લાખના સવાલનો જવાબ ન આવડતા સ્પર્ધકે ગેમ છોડી, શું તમે જાણો છો જવાબ?

KBC 14 : વડાપ્રધાન મોદી અંગે 25 લાખના સવાલનો જવાબ ન આવડતા સ્પર્ધકે ગેમ છોડી, શું તમે જાણો છો જવાબ?

સ્પર્ધકને વડાપ્રધાન વિશે સવાલ પૂછવામાં આવ્યો હતો

કૌન બનેગા કરોડપતિની 14મી સિઝન લોકોને ખૂબ જ પસંદ આવી રહી છે. આમ પણ આ શોએ શરૂઆતથી જ લોકોના મનમાં ખાસ જગ્યા બનાવી લીધી છે.

    KBC 14 Question For 25 Lakhs: કૌન બનેગા કરોડપતિની 14મી સિઝન લોકોને ખૂબ જ પસંદ આવી રહી છે. આમ પણ આ શોએ શરૂઆતથી જ લોકોના મનમાં ખાસ જગ્યા બનાવી લીધી છે. આ શોમાં પૂછવામાં આવતા પ્રશ્નો અને જવાબના કારણે જ્ઞાનમાં વધારો તો થાય જ સાથે બિગ બી અને શોમાં આવતા અન્ય સેલિબ્રિટીના અંગત જીવન અંગે પણ માહિતી મળતી રહે છે.

    કૌન બનેગા કરોડપતિ શો જ્ઞાનવર્ધક હોવાની સાથે મનોરંજન અને થ્રિલથી પણ ભરપૂર છે. KBC-14ના લેટેસ્ટ એપિસોડમાં વિશાલ શર્મા નામના સ્પર્ધક ઘણા ઉતારચઢાવમાંથી પસાર થયો છે.

    આ પણ વાંચોઃKaun Banega Crorepati 14: કોલ્હાપુરની હાઉસવાઈફ બની પહેલી કરોડપતિ, શું 7.5 કરોડ રૂપિયા જીતી શકશે?

    એપિસોડમાં શું થયું?


    એપિસોડની શરૂઆતમાં અમિતાભે વિશાલને બધા સાથે પરિચય કરાવ્યો હતો. વિશાલ જમ્મુ-કાશ્મીરનો વિદ્યાર્થી છે. બીગ-બીએ વિશાલ સાથે તેના વતન વિશે પણ વાત કરી હતી, તેનું વતન એલઓસી બોર્ડરની ખૂબ જ નજીક છે. ત્યારબાદ તેમણે ગેમ શરૂ કરી અને એક હજાર રૂપિયા માટે પહેલો પ્રશ્ન પૂછ્યો હતો. તેમણે પૂછ્યું કે, હિન્દીમાં 'ચમ્પી' શબ્દનો ઉપયોગ કઈ એક્ટિવિટી માટે કરવામાં આવે છે? સાચા જવાબને 'મસાજ' કહીને વિશાલે પોતાનું ખાતું ખોલાવ્યું હતું. બાદમાં એક પછી એક તબક્કા ઓળંગીને તે 12 લાખ 50 હજાર રૂપિયા જીત્યો હતો.

    અમિતાભ બચ્ચને PM મોદી અંગે આ સવાલ પૂછ્યો


    વિશાલ પાસે 25 લાખ રૂપિયા જીતવાની તક હતી. અમિતાભે વિશાલને 25 લાખ રૂપિયા માટે આગળનો સવાલ પૂછ્યો હતો. તેમણે વિકલ્પમાં ચાર દેશોના નામ આપ્યા અને પૂછ્યું કે 2014માં સત્તામાં આવ્યા બાદ પીએમ નરેન્દ્ર મોદીએ આમાંથી કયા દેશોની હજી સુધી મુલાકાત લીધી નથી. બિગ-બીએ આ સવાલમાં મોઝામ્બિક, ઇજિપ્ત, લાઓસ અને ફિલિપાઇન્સના વિકલ્પ આપ્યા હતા.


    વિશાલ સાચો જવાબ આપી શક્યો નહીં


    સ્પર્ધક વિશાલે કહ્યું કે, તેને જવાબ વિશે ખાતરી નથી. તેમ છતાં સાચા જવાબ તરીકે વિકલ્પ સી એટલે કે લાઓસ હોય તેવું લાગે છે. જોકે, તે જોખમ લેવા માંગતો ન હતો. તેથી તેણે ગેમ છોડવાનો નિર્ણય કર્યો હતો. આ પછી પણ અમિતાભે તેને એક વિકલ્પ પસંદ કરવાનું કહ્યું હતું. જેથી દર્શકોને સાચા જવાબ અંગે ખ્યાલ આવે. જેથી વિશાલે વિકલ્પ સી પસંદ કર્યો હતો, પરંતુ બિગ બીએ કહ્યું કે તે ખોટો જવાબ છે અને સાચો જવાબ ઓપ્શન બી એટલે કે ઇજિપ્ત છે, જ્યાં પીએમ મોદી હજુ સુધી ગયા નથી. આ પછી અમિતાભ બચ્ચને વિશાલને અભિનંદન આપતાં તેની ઈનામી રકમ તેના ખાતામાં ટ્રાન્સફર કરી દીધી હતી.
    First published:

    Tags: Aamitabh Bachchan, Entertainment, Kaun Banega Crorepati 14

    विज्ञापन
    विज्ञापन