Home /News /entertainment /

RRRની ધમાકેદાર સફળતા બાદ મહેશ બાબુ સાથે રાજામૌલીની આગામી ફિલ્મનું બજેટ જાણી આવી જશે ચક્કર

RRRની ધમાકેદાર સફળતા બાદ મહેશ બાબુ સાથે રાજામૌલીની આગામી ફિલ્મનું બજેટ જાણી આવી જશે ચક્કર

એસએસ રાજામૌલી અને મહેશ બાબુ

એસએસ રાજામૌલી (SS Rajamouli) હવે મહેશ બાબુ (Mahesh Babu) સ્ટારર સાથે ફિલ્મ બનાવશે, આ ફિલ્મનું બજેટ (SS Rajamouli New Film Budget) આરઆરઆરના બજેટ (RRR Budget) કરતા પણ ઘણુ મોટુ હોવાની ચર્ચા થઈ રહી છે. આંકડો જાણી તમે પણ ચોંકી જશો.

ફિલ્મ દિગ્દર્શક એસ.એસ.રાજામૌલી (SS Rajamouli)ની RRR ફિલ્મએ એક પછી એક બોક્સ ઓફિસના ઘણા રેકોર્ડ તોડી નાખ્યા છે. ફિલ્મે માત્ર ભારતમાં જ નહીં પરંતુ વિદેશો પણ બંપર કમાણી કરી છે અને હજુ પણ તેની ધૂમ ચાલું છે. ત્યારે હવે મહેશ બાબુ (Mahesh Babu) સાથે એસ.એસ.રાજામૌલીની આગામી ફિલ્મ માટે તડામાર તૈયારીઓ થઈ રહી છે. આ ફિલ્મનું બજેટ રાજામૌલીની તાજેતરમાં જ રીલીઝ થયેલ આરઆરઆર કરતા પણ વધારે હોવાનું કહેવાય છે. તેલુગુ ફિલ્મ ઉદ્યોગમાં અત્યાર સુધીની સૌથી મોંઘી ફિલ્મ બનવાની અપેક્ષા છે.

કેટલું છે ફિલ્મનું બજેટ?

એસએસ રાજામૌલી અને મહેશ બાબુની ફિલ્મનું બજેટ (SS Rajamouli's New Film Budget) 800 કરોડ રૂપિયા હોવાનું જાણવા મળ્યું છે. આપને જણાવી દઇએ કે, આરઆરઆર 550 કરોડના બજેટ પર બનાવવામાં આવી હતી. હજુ સુધી આગામી ફિલ્મને નામ આપવામાં આવ્યું નથી. આ ફિલ્મને નિર્માતા કે.એલ.નારાયણ દ્વારા તેમના બેનર શ્રી દુર્ગા આર્ટ્સનો સપોર્ટ મળશે. કે.વી.વિજયેન્દ્ર પ્રસાદે લખેલી આ ફિલ્મનું શૂટિંગ આફ્રિકાના જંગલોમાં થાય એવી શક્યતા છે. જંગી બજેટ ધરાવતી આ ફિલ્મ તેલુગુ, હિન્દી, તમિલ, મલયાલમ, કન્નડ અને અન્ય ભારતીય અને વિદેશી ભાષાઓમાં રીલીઝ થનાર છે.

અમુક અહેવાલોના આધારે ઘણા લોકો એવું અનુમાન લગાવી રહ્યા છે કે, નવા રોમાંચક પ્રોજેક્ટની કથા હોલિવૂડની ફિલ્મ જેમ્સ બોન્ડ જેવી જ છે. જો કે ફિલ્મના સ્ક્રીન રાઇટર વિજયેન્દ્ર પ્રસાદે સ્પષ્ટતા કરી છે કે ફાઇનલ સ્ટોરી હજુ પૂરી થઇ નથી.

પ્રોજેક્ટ અત્યંત મોટો હોવા છતા રાજામૌલીની નજર આ પ્રોજેક્ટનું શૂટિંગ એક વર્ષ કરતા પણ ઓછા સમયમાં પૂર્ણ કરવા પર છે. જ્યારે મહામારીના કારણે હાલમાં જ રીલીઝ થયેલી ફિલ્મ આરઆરઆરને પૂર્ણ કરવામાં લગભગ 4 વર્ષનો સમય લાગ્યો હતો.

આ પણ વાંચોSS રાજામૌલીની 'RRR' માટે આલિયા ભટ્ટ પહેલા આ અભિનેત્રીઓને મળી હતી ઑફર, ચોંકી જશો

ઉલ્લેખનિય છે કે, આરઆરઆર ભારતીય ક્રાંતિકારીઓની કથા છે. જેમાં - રામ ચરણ દ્વારા ભજવવામાં આવેલી અલુરી સીતારામ રાજુની ભૂમિકા અને જુનિયર એનટીઆર દ્વારા ભજવવામાં આવેલી કોમારામ ભીમની ભૂમિકા દર્શકોને થિએટર તરફ આકર્ષી રહી છે. ફિલ્મ અત્યાર સુધીમાં બોક્સ ઓફિસ પર 500 કરોડથી વધુની કમાણી કરી ચૂકી છે. બીજી તરફ મહેશ બાબુ પરસુરામ પેટલા નિર્દેશિત પોતાની ફિલ્મ સરકારુ વારી પાતા પૂરી કરવામાં વ્યસ્ત છે. આગામી એક્શન એન્ટરટેઇનરમાં કીર્તિ સુરેશ લિડિંગ ફીમેલ તરીકે છે.
First published:

Tags: Bollywood Latest News, Bollywood News in Gujarati, Mahesh Babu, South Cinema, South Cinema News, SS Rajamouli Dosti Song

આગામી સમાચાર