Home /News /entertainment /

જાણો, શા માટે આ ફિલ્મના ટ્રેલર પર પ્રતિબંધ લગાવવાની ઉઠી છે માંગ

જાણો, શા માટે આ ફિલ્મના ટ્રેલર પર પ્રતિબંધ લગાવવાની ઉઠી છે માંગ

ટ્રેલર પર પ્રતિબંધ લગાવવાની માંગ

હાલમાં જ બિહારના મુજફ્ફરપુર સીજીએમ કોર્ટમાં ફિલ્મને લઇને તેના નિર્માતા-નિર્દેશક સહિત 14 લોકો પર કેસ દાખલ કરવામાં આવ્યો હતો.

    ભૂતપૂર્વ વડા પ્રધાન મનમોહન સિંહના જીવન પર બનેલી ફિલ્મ 'ધ એક્સીડેન્ટલ પ્રાઇમ મિનિસ્ટર' પર વિવાદ શરુ થયો છે જે ખતમ થવાનું નામ ન નથી લઇ રહ્યો. આ ફિલ્મનું ટ્રેલર રિલીઝ થયા બાદ તે વિવાદ વધુને વધુ ગરમાયો છે. લોકો ખુબ જ આ ફિલ્મનો વિરોધ કરી રહ્યાં છે. હાલમાં જ બિહારની એક કોર્ટમાં ફિલ્મના કલાકારો વિરુદ્ધ ફરિયાદ કરવામાં આવી છે.

    ટ્રેલર પર પ્રતિબંધ લગાવવાની માંગ

    ધ એક્સીડેન્ટલ પ્રાઇમ મિનિસ્ટરના ટ્રેલર રિલીઝ સાથે શરુ થયેલો વિવાદ વધુને વધુ આગળ વધી રહ્યો છે. ફિલ્મ સામે દિલ્હી હાઇ કોર્ટમાં એક અરજી રજૂ કરાઇ છે અને ફિલ્મના ટ્રેલર પર પ્રતિબંધ લગાવવાની માંગ કરવામાં આવી હતી. એએનઆઇ અનુસાર, દાખલ થયેલી અરજીમાં કહેવાયું છે કે ફિલ્મમાં પૂર્વ પીએમ મનમોહન સિંહની છબીને ખરાબ કરવા માટેના તથ્યોને તોડ મોડ કરીને રજુ કરવામાં આવ્યાં છે.

    14 લોકો સામે કેસ દાખલ

    હાલમાં જ બિહારના મુજફ્ફરપુર સીજીએમ કોર્ટમાં ફિલ્મને લઇને તેના નિર્માતા-નિર્દેશક સહિત 14 લોકો પર કેસ દાખલ કરવામાં આવ્યો હતો. આ કેસ સુધીર કુમાર ઓઝાએ નોંધાવ્યો છે.



    ઉલ્લેખનીય છે કે આ પહેલા પણ ‘ધ એક્સીડેન્ટલ પ્રાઈમ મિનિસ્ટર’નું ટ્રેલર યૂટ્યૂબ પરથી ગાયબ થતા અનુપમ ખેર ભડકી ગયા હતા. પોતે જેમાં ભૂતપૂર્વ વડા પ્રધાન મનમોહન સિંહની ભૂમિકા ભજવી છે તે અભિનેતા અનપુમ ખેરે એમની નવી હિન્દી ફિલ્મ ‘ધ એક્સીડેન્ટલ પ્રાઈમ મિનિસ્ટર’નું ટ્રેલર યૂટ્યૂબ પરથી ગાયબ થઈ જતા ગુસ્સો વ્યક્ત કર્યો હતો.

    ફિલ્મમાં અનુપમ ખેર ઉપરાંત અક્ષય ખન્નાએ સંજય બારુ, જર્મનીમાં જન્મેલાં અભિનેત્રી સુઝેન બર્નર્ટે સોનિયા ગાંધી અને અર્જુન માથુરે રાહુલ ગાંધીનું પાત્ર ભજવ્યું છે. ‘ધ એક્સીડેન્ટલ પ્રાઈમ મિનિસ્ટર’ ફિલ્મ આવતી 11 જાન્યુઆરીએ રિલીઝ થઇ શકે છે.
    Published by:Bhoomi Koyani
    First published:

    Tags: AKshay khanna, Case filed, ENT, Movie ban, Mujaffarpur, The Accidental Prime Minister, Trailer, અનુપમ ખેર, બિહાર, બોલીવુડ

    આગામી સમાચાર

    विज्ञापन
    विज्ञापन
    विज्ञापन