મુંબઈ : પવનદીપ રાજન (Pawandeep Rajan), જે ઉત્તરાખંડ (Uttarakhand)નો છે, તેણે પહાડી ગીત (Song)થી તેની શરૂઆત કરી અને ટૂંક સમયમાં જ તે એક પછી એક રિયાલિટી શો (Shaw) કરતો ગયો. ઈન્ડિયન આઈડલ (Indian Idol) જીત્યા બાદ પવનદીપની નેટવર્થ (Networth)માં મોટો ફેરફાર થયો છે. પવનદીપ રાજનને હવે કોઈ ઓળખની જરૂર નથી. દેશના નવા ઉભરતા સ્ટાર બનેલા પવનદીપે પોતાના અવાજથી બધાને દિવાના બનાવી દીધા છે અને તે લાખો દિલો પર રાજ કરી રહ્યો છે. નેહા કક્કર-વિશાલ દદનાનીનો સિંગિંગ રિયાલિટી શો ઈન્ડિયન આઈડલ 12 જીતીને, તે આખી દુનિયામાં નામ કમાવવામાં સફળ રહ્યો છે.
ઈન્ડિયન આઈડલની 12 (Indian Idol 12) મી સીઝન જીતવી ઉત્તરાખંડના રહેવાસી પવનદીપ રાજન (Pawandeep Rajan) માટે ટર્નિંગ પોઈન્ટ સાબિત થઈ. પવનદીપ રાજનને સિંગિંગ રિયાલિટી શોની ટ્રોફી સાથે 25 લાખની ઈનામી રકમ અને મારુતિ સ્વિફ્ટ કાર મળી હતી.
ઘણા અહેવાલો અનુસાર, ઈન્ડિયન આઈડલ (Indian Idol) જીત્યા બાદ પવનદીપની નેટવર્થમાં મોટો ફેરફાર થયો છે. એવું કહેવાય છે કે પવનદીપ રાજનની નેટવર્થ (Pawandeep Rajan Net Worth) 1 મિલિયન ડોલરથી 2 મિલિયન ડોલરની વચ્ચે છે. એટલું જ નહીં તેનો પગાર 10-20 લાખ રૂપિયા છે અને તે શાહી જીવનશૈલી જીવે છે. પવનદીપ પાસે Mahindra XUV 500 જેવી લક્ઝરી કાર પણ છે. ઈન્ડિયન આઈડલ 12 નો વિજેતા પવનદીપ આ સીઝનનો એકમાત્ર સ્પર્ધક છે જે ગીતો સાથે લગભગ કોઈપણ સંગીત વાદ્ય વગાડી શકે છે. અહેવાલો અનુસાર પવનદીપ રાજન જ્યારે અઢી વર્ષનો હતો ત્યારે તેણે સૌથી યુવા તબલા પ્લેયરનો એવોર્ડ જીત્યો હતો.
આજે પવનદીપ રાજન (Pawandeep Rajan) પિયાનોથી માંડીને ઢોલક, ડ્રમ્સ, કીબોર્ડ અને ગિટાર સુધીના અનેક સંગીતનાં સાધનો વગાડે છે અને સરળતાથી ગાઈ શકે છે. તમને જાણીને નવાઈ લાગશે કે પવનદીપ રાજન એક સિંગિંગ રિયાલિટી શો જીતી ચૂક્યો છે. પવનદીપ રાજને 2015 માં રિયાલિટી શો 'ધ વોઈસ ઈન્ડિયા' સીઝન 1 પણ જીત્યો હતો અને તેની સંગીત કારકિર્દી તે સાથે શરૂ થઈ હતી.
પવનદીપ રાજન (Singer Pawandeep Rajan) ગાયક, સંગીતકાર અને સંગીત નિર્દેશક પણ છે. મળતી માહિતી મુજબ તેણે ઘણી મરાઠી અને પહાડી ફિલ્મોમાં સંગીત પણ આપ્યું છે. એટલું જ નહીં, અત્યાર સુધી પવનદીપ ભારતમાં જ નહીં વિદેશમાં પણ અનેક સંગીત સમારોહમાં પરફોર્મ કરી ચૂક્યો છે. પવનદીપ રાજન રૈત નામના બેન્ડનો સભ્ય પણ છે. સિંગરે અત્યાર સુધીમાં 13 દેશો અને ભારતના 14 રાજ્યોમાં લગભગ 1200 શો કર્યા છે.
Published by:kiran mehta
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર