મુંબઇ: ઉદિતા ગોસ્વામીએ કોલ ડેટા રેકોર્ડ મામલ બુધવારે થાણે ક્રાઇમ બ્રાન્ચમાં પોતાનું સ્ટેટમેન્ટ રેકોર્ડ કરાવ્યું છે. આપને જણાવી દઇએ કે આ કેસમાં હાલમાં જ ઉદિતાનું નામ સામે આવ્યું છે જે બાદ થાણે પોલીસે તેની પુછપરછ કરી હતી.
ધ હિન્દુમાં છપાયેલાં રિપોર્ટ પ્રમાણે, ક્રાઇમ બ્રાન્ચ પોલીસ કમિશ્નર અભિષેક ત્રિમુખેએ કહ્યું કે, 'અમે મિસ્ટર રિઝવાન સિદ્દીકીનાં ફોનમાં મિસ ગોસ્વામીની કેટલીક ચેટ્સ જોઇ હતી. જેને કારણે અમે ગોસ્વામીની પૂછપરછ કરી છે.'
આ કેસમાં ઉદિતાનું નામ સામે આવ્યા બાદ માર્ચ મહિનામાં જ રિઝવાન સિદ્દીકીની ધરપકડ થઇ હતી. પણ 22 માર્ચે તેને મુક્ત પણ કરી દેવામાં આવ્યો હતો. રિઝવાનની પત્નીએ બોમ્બે હાઇકોર્ટમાં તેની ધરપકડ અંગે પિટીશન ફાઇલ કરાવી હતી. જે બાદ તેને રિલીઝ કરવામાં આવ્યો હતો.
આપને જણાવી દઇએ કે મિસ. ગોસ્વામીની સાથે જ જેકી શ્રોફ, તેની પત્ની આયેશા શ્રોફ, સાહિલ ખાન, નવાઝુદ્દીન સિદ્દીકી અને તેની પત્ની અંજલીનું નામ પણ સામે આવ્યું છે જે બાદથી થાણે પોલીસે તેમને લઇને કડક વલણ અપનાવ્યું છે.
આ કેસમાં તપાસ ત્યારે તેજ થઇ જ્યારે થાણે ક્રાઇમ બ્રાન્ચે નવી મુંબઇથી 4 પ્રાઇવેટ જાસુસની ધરપકડ કરી હતી. પોલીસને શક હતો કે આ જાસુસે ગેરકાયદે કોલ ડેટાનો રેકોર્ડ કઢાવ્યા છે અને તેને વેચ્યા પણ છે.
કાયદા પ્રમાણે, કોઇપણ કોલ ડેટાનાં રેકોર્ડની જાણકારી મેળવવાનો અધિકાર પોલીસનાં સુપરિટેન્ડન્ટ કે પછી ડેપ્યુટી પોલીસ કમિશ્નર કે પછી એ ગ્રેડનાં પોલીસ ઓફિસરની પાસે જ છે.
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર