South Superstar Vijay : સાઉથ સુપરસ્ટાર વિજય, આ અભિનેતાએ માતા-પિતા સામે નોંધાવી પોલીસ ફરિયાદ
South Superstar Vijay : સાઉથ સુપરસ્ટાર વિજય, આ અભિનેતાએ માતા-પિતા સામે નોંધાવી પોલીસ ફરિયાદ
થાલાપતિ વિજયે માત પિતા વિરુદ્ધ કર્યો પોલીસ કેસ
Family Fraud! સાઉથ એક્ટર (South Actor) થાલાપતિ વિજય (Thalapathy Vijay) અંગે એક શોકિંગ સમાચાર આવી રહ્યાં છે. તેમણે તેમનાં માતા-પિતા સહિત 11 લોકો વિરુદ્ધ ફરિયાદ દાખલ કરવામાં આવી છે. આ મામલે સુનાવણી 27 સ્પટેમ્બરનાં મદ્રાસ કોર્ટમાં રજૂ કરવામાં આવી શકે છે.
એન્ટરટેઇનમેન્ટ ડેસ્ક: સાઉથ સિનેમા (South Cinema)નાં મેગાસ્ટાર થાલાપતિ વિજય ( South superstar vijay Thalapathy ) ઘણી વખત તેમની ફિલ્મો અને એક્ટિંગ અંગે ચર્ચામાં રહે છે. પણ આ વખતે તે તેની કોઇ ફિલ્મ નહીં પણ પારિવારિક મતભેદનાં અંગે ચર્ચામાં રહે છે. તેનાં માતા-પિતા સહિત 11 લોકો પર કેસ દાખલ કરવામાં આવ્યો છે. કથિત રીતે એક્ટરે મદ્રાસ હાઇ કોર્ટનો સહારો લીધો છે.
માતા-પિતા વિરુદ્ધ દાખલ કર્યો કેસ- મીડિયા રિપોર્ટની માનવામાં આવે તો થાલાપતિ વિજયે 11 લોકો વિરુદ્ધ ફરિયાદ દાખલ કરાવી છે. વિજયનાં પિતા તેમજ નિર્દેશક એસ કે ચંદ્રશેખરે થોડા સમય પહેલાં જ એક રાજનીતિક પાર્ટી શરૂ કરી હતી. જેનું નામ 'ઓલ ઇન્ડિયા થલાપતિ વિજય મક્કલ ઇયક્કમ' છે. કહેવાય છે કે, ચૂંટણી પંચમાં જમા દસ્તાવેજમાં એક્ટરનાં પિતા એસ એ ચંદ્રશેખર (SA Chandrasekar) નું નામ ચૂંટણી પાર્ટીમાં જનરલ સેક્રેટરી તરીકે દાખલ કરી છે. તેની માતા શોભા ચંદ્રશેખર (Shobha Chandrasekar) તેની ટ્રેઝરર છે. જાણકારી મુજબ, કહેવામાં આવે છે, જે મામલાંની સુનાવણી 27 સ્પટેમ્બરનાં કરવામાં આવશે.
માતા શોભા અને પિતા ચંદ્રશેખર સાથે સાઉથ સુપરસ્ટાર વિજય
મારું પાર્ટીથી કોઇ કનેક્શન નથી- વિજય
આપને જણાવી દઇએ કે, વર્ષ નવેમ્બર મહિનામાં એક્ટર વિજયે તેનાં નિવેદન દાખલ કર્યું હતું કે, 'મારો પ્રત્યક્ષ અને અપ્રત્યક્ષ રૂપથી પાર્ટીથી કોઇ કનેક્શન નહીં છે. આ સાથે જ તેમણે તેનાં ફેન્સથી આ અપીલ કરી હતી. 'તે આ પાર્ટી ફક્ત તેનાં નામ માટે ન જોડે, જો કોઇપણ તેમનાં નામ, તસવીર કે પછી ફેન ક્લબનો ઉપ્યોગ કરશે તો તે તેનાં વિરુદ્ધ જરૂરી પગલાં ઉઠાવશે.' આ બાદ હવે રિપોર્ટ્સ સામે આવી છે કે, એક્ટરનાં માતા પિતા સહિ 11 લોકો પર ફરિયાદ દાખલ કરવામાં આવી છે.
થાલાપતિ વિજય સાઉથનાં સૌથી મોટા સ્ટાર્સમાંથી એક છે. લોકો તેમનાં કામ અને અલગ રોલ માટે જાણે છે. સાઉથ સિનેમામાં તેની ફેન ફોલોઇંગ પણ ઘણી મોટી છે. એક્ટરે તેનાં ફિલ્મી કરિઅરની શરૂઆત 1992માં બાળ કલાકાર રૂપે કામ કરવાનું શરૂ કર્યું. તેમની પહેલી ફિલ્મ 'નાલયા થીરપૂ' હતી. જ્યારે વિજય આ મૂવીનો ભાગ બને તો તે માત્ર 18 વર્ષનો હતો. જે બાદ તેણે સિનેમા જગતનાં એકથી એક શ્રેષ્ઠ મૂવીઝ આપી છે.