Home /News /entertainment /હેં! સાઉથનો આ સુપર સ્ટાર પત્નીને આપી દેશે છૂટાછેડા, લગ્નના 22 વર્ષ બાદ કેમ લીધો આવો નિર્ણય?
હેં! સાઉથનો આ સુપર સ્ટાર પત્નીને આપી દેશે છૂટાછેડા, લગ્નના 22 વર્ષ બાદ કેમ લીધો આવો નિર્ણય?
એક્ટરના ડિવોર્સના સમાચાર ઇન્ટરનેટ પર આગની જેમ વાયરલ
સાઉથ સુપરસ્ટાર થલપતિ વિજય (Thalapathy Vijay) અને તેની પત્ની સંગીતાના ડિવોર્સના સમાચારે ઇન્ટરનેટ પર હલચલ મચાવી દીધી છે. પરંતુ તેની પાછળની હકીકત શું છે ચાલો તમને જણાવીએ...
Thalapathy Vijay: સાઉથનો સુપરસ્ટાર થલપતિ વિજય આજકાલ પોતાની ફિલ્મ વારિસુને (Varisu) લઇને ચર્ચામાં છે. હાલમાં જ તેની ફિલ્મનું ટ્રેલર રિલીઝ થયું હતું જે સોશિયલ મીડિયા પર આગની જેમ વાયરલ થઇ રહ્યું છે. આ વચ્ચે જ તેની પર્સનલ લાઇફને લઇને પણ મોટા સમાચાર સામે આવી રહ્યાં છે.
દાવો કરવામાં આવી રહ્યો છે કે એક્ટર લગ્નના 22 વર્ષ બાદ તેની પત્ની સાથે ડિવોર્સ (Thalapathy Vijay divorce) લેવા જઇ રહ્યો છે. પરંતુ આ વાતમાં કેટલી હકીકત છે,આ વાત ક્યાંથી અને કેવી રીતે સામે આવી તમને તેના વિશે વિગતે જણાવીએ...
થલપતિ વિજય અને તેની પત્ની સંગીતા સાઉથ ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં સૌથી ખૂબસૂરત કપલ્સમાંથી એક છે. તેમની લવ સ્ટોરી કોઇ ફિલ્મી સ્ટોરીથી ઓછી નથી. જો કે બંનેના લગ્ન જીવન વિશે આજકાલ ઘણી અફવાઓ ઉડી રહી છે. થલપતિ વિજય અને તેની પત્ની સંગીતાના છૂટાછેડાના સમાચારોએ ઇન્ટરનેટ પર આગ લગાવી દીધી છે. અફવાઓ ત્યારે શરૂ થઇ જ્યારે વિજયના વિકિપીડિયા પેજે કહ્યું કે તે અને તેની પત્ની પરસ્પર સહમતિથી છૂટાછેડા લઇ રહ્યાં છે. કહેવામાં આવી રહ્યું છે કે આ અફવા નિરાધાર છે.
વિજય અને સંગીતાના ડિવોર્સની હકીકત
એક રિપોર્ટ અનુસાર, એક નજીકના સૂત્રએ જણાવ્યું કે વિજય અને સંગીતાના છૂટાછેડાની અફવાઓ નિરાધાર છે. તે પણ નથી જાણતા કે આ અફવા કેવી રીતે શરૂ થઇ. હકીકતમાં કહેવામાં આવી રહ્યું છે કે સંગીતા વારિસુના ઓડિયો લોન્ચમાં સામેલ ન થઇ. આ ઉપરાંત તે એટલી અને પ્રિયાના બેબી શાવરમાં પણ સામેલ ન થઇ. જણાવવામાં આવી રહ્યું છે કે સત્તાવાર રીતે હજુ તેમના છૂટાછેડાને લઇને કોઇ પુષ્ટિ કરવામાં નથી આવી.
1996માં, ચેન્નાઈમાં એક શૂટિંગ શેડ્યૂલ દરમિયાન, વિજયનો પરિચય તેની ફેન સંગીતા સોરલિંગમ સાથે થયો હતો. તે વિજયને મળવા યુકેથી ભારત આવી હતી અને ફિલ્મ પૂવે ઉનક્કાગામાં તેની એક્ટિંગની પ્રશંસા કરી હતી. વિજય તેનાથી ઘણો ઇમ્પ્રેસ થયો અને બીજા દિવસે તેણે સંગીતાને પણ તેના ઘરે આવવા અને પરિવારને મળવા કહ્યું. ટૂંક સમયમાં જ બંને એકબીજાને પસંદ કરવા લાગ્યા અને તેમના માતા-પિતા પણ સંમત થયા.
25 ઓગસ્ટ, 1999 ના રોજ, કપલ લગ્નના બંધનમાં બંધાઇ ગયું. તેમના લગ્ન હિંદુ અને ક્રિશ્ચિયન એમ બંને રીતે થયા હતા. વિજય અને સંગીતાએ તેમના લગ્નના એક વર્ષ પછી તેમના પ્રથમ બાળક જેસન સંજયનું સ્વાગત કર્યું અને સપ્ટેમ્બર 2005માં તેમની પુત્રી દિવ્યા સાશાનો જન્મ થયો.
Published by:Bansari Gohel
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર