Thackeray Movie Review: શું નવાઝુદ્દીનની મહેનત રંગ લાવશે?

ફિલ્મ 'ઠાકરે' 25મી જાન્યુઆરીએ રીલિઝ થશે

બાલા સાહેબ ઠાકરેના પાત્રને યોગ્ય રીતે ભજવવા માટે નવાઝુદ્દીન સિદ્દીકીના બહુ જ વખાણ થઇ રહ્યાં છે

  • Share this:
    ન્યૂઝ18 ગુજરાતી: બોલિવૂડ અભિનેતા નવાઝુદ્દીન સિદ્દીકીની ફિલ્મ 'ઠાકરે' રીલિઝ પહેલાં જ વિવાદોને લીધે ચર્ચામાં આવી હતી. 25મી જાન્યુઆરીએ ફિલ્મ રીલિઝ થશે. આ ફિલ્મ માટે નવાઝુદ્દીન સિદ્દીકીએ બહુ મહેનત કરી છે. તેનું કહેવું છે કે, આ ફિલ્મ માટે મેં ઘણી તૈયારી કરી હતી. બાલા સાહેબ ઠાકરે એક સિંહ વ્યક્તિ હતા. તેમના પાત્રને પકડવું મારા માટે બહુ અઘરું કામ હતું. જ્યારે ફિલ્મમાં નવાઝુદ્દીન સિદ્દીકી સાથે અમૃતા રાવ પણ જોવા મળશે, જે ફિલ્મમાં મીનાતાઇ ઠાકરેના રોલમાં જોવા મળશે.

    ફિલ્મનું ટ્રેલર રીલિઝ થયા બાદ દર્શકોમાં ફિલ્મને લઇને ઉત્સાહ જોવા મળ્યો હતો. આવામાં બાલા સાહેબ ઠાકરેના પાત્રને યોગ્ય રીતે ભજવવા માટે નવાઝુદ્દીન સિદ્દીકીના બહુ જ વખાણ થઇ રહ્યાં છે. આ ફિલ્મનું નિર્માણ વાયકોમ મોશન પિક્ચર્સ, કાર્નિવલ પિક્ચર્સ અને રાઉતર્સ એન્ટરટેઇનમેન્ટે મળીને કર્યું છે. ફિલ્મનું નિર્દેશન અભિજીત ફળસેએ કર્યું છે. ફિલ્મમાં બાલા સાહેબ ઠાકરેના જીવન સાથે જોડાયેલી ઘણી રસપ્રદ વાતો પણ જોવા મળશે, જેને લઇને દર્શકો ખૂબ જ ઉત્સાહી છે.

    આ પણ વાંચો: નવાઝનો અવાજ અને બાળા સાહેબનું પાત્ર, રૂવાડાં ઉભુ કરી દેતું ઠાકરેનું ટ્રેલર, જોવાનું ચૂકતા નહીં !

    ત્યાં જ 'ઠાકરે' સાથે કંગના રાનોટની ફિલ્મ 'મણિકર્ણિકા' પણ રીલિઝ થઇ રહી છે. જેના કારણે નવાઝુદ્દીન સિદ્દીકીને બોક્સ ઓફિસ પર આકરી ટક્કર પણ મળશે. જોકે, ઠાકરે ફિલ્મ દ્વારા નવાઝુદ્દીન સિદ્દીકીને નવી જ ઊંચાઇ હાંસલ થશે. આ પહેલાં નવાઝુદ્દીન બે બાયોપિક 'માંઝી ધ માઉન્ટેન મેન' અને 'મંટો'માં પણ જોવા મળ્યો હતો. આના લીધે જ લોકોને વધુ આશાઓ છે.
    Published by:Azhar Patangwala
    First published: