Home /News /entertainment /ગ્લેમર બાબતે ઉર્ફીને તેની બહેન અસ્ફી જાવેદ આપે છે ટક્કર, કોણ વધુ બોલ્ડ તે નક્કી કરવું મુશ્કેલ
ગ્લેમર બાબતે ઉર્ફીને તેની બહેન અસ્ફી જાવેદ આપે છે ટક્કર, કોણ વધુ બોલ્ડ તે નક્કી કરવું મુશ્કેલ
અસ્ફી જાવેદની ફેશન સેન્સ પણ જોવા જેવી છે.
ઉર્ફીને 3 બહેનો અસફી, ડોલી અને ઉરુસા જાવેદ છે. ઈન્સ્ટાગ્રામ પર તેના 1 લાખથી વધુ ફોલોઅર્સ છે. ઉરુસા જાવેદે તેના ઇન્સ્ટા બાયોમાં પોતાને ઓન્ટરપ્રેન્યોર ડિજિટલ માર્કેટિંગ તરીકે ગણાવ્યા છે.
Urfi Javed Sister Asfi:ઉર્ફી જાવેદ (Urfi Javed) તેની અનોખી અને વિચિત્ર ફેશન સેન્સના કારણે ચર્ચામાં આવતી હોય છે. ઉર્ફી તેના કપડા અને અતરંગી સ્ટાઈલને કારણે ઘણી વખત ટ્રોલ પણ થઈ છે. અલબત તે આવી ફેશન કરવાનું ચાલુ જ રાખે છે. ઉર્ફી જાવેદ વિશે લોકો ઘણું બધું જાણે છે, પરંતુ તેની બહેનો વિશે બહુ ઓછા લોકોને ખબર છે. તેની નાની બહેન અસ્ફી (Urfi Javed Sister Asfi) ઉર્ફી જાવેદને પણ બોલ્ડનેસમાં માત આપે તેવી છે.
ઈન્સ્ટાગ્રામ પર એક્ટિવ રહે છે અસ્ફી જાવેદ :
અસ્ફી જાવેદની ફેશન સેન્સ પણ જોવા જેવી છે. અસ્ફી જાવેદ ઈન્સ્ટાગ્રામ પર એક્ટિવ રહે છે. ઘણી વખત તે ઉર્ફી સાથે તેના વીડિયોમાં પણ જોવા મળી છે. તેના 1.7 લાખ ફોલોઅર્સ છે. અસ્ફીએ પોતાના ઈન્ટ્રોમાં પોતાને બ્લોગર પણ ગણાવી છે. અસ્ફી જાવેદ સ્નેપચેટ પર પણ સક્રિય છે. અસ્ફી તેની બહેન ઉર્ફી જાવેદ કરતા ઘણી વધારે બોલ્ડ અને ગ્લેમરસ લાગે છે.
ઉર્ફી જાવેદના પરિવારની વાત કરીએ તો તેની માતા સિવાય તેના પરિવારમાં ત્રણ બહેનો અને એક ભાઈ છે. ઉર્ફી જાવેદની માતાનું નામ ઝાકિયા સુલતાન છે અને ઉર્ફીના ભાઈનું નામ સમીર અસલમ છે. ઉર્ફીને 3 બહેનો અસફી, ડોલી અને ઉરુસા જાવેદ છે. ઈન્સ્ટાગ્રામ પર તેના 1 લાખથી વધુ ફોલોઅર્સ છે. ઉરુસા જાવેદે તેના ઇન્સ્ટા બાયોમાં પોતાને ઓન્ટરપ્રેન્યોર ડિજિટલ માર્કેટિંગ તરીકે ગણાવ્યા છે. ઉરુસા પણ તેની બહેનોની જેમ સ્નેપચેટ પર સક્રિય છે.
હવે બ્લાઉઝની જગ્યાએ કુલ્ફીના કોન પહેરી પહોંચી ઉર્ફી:
ઉર્ફી જાવેદ જે તેની વિચિત્ર ફેશન સેન્સ માટે જાણીતી છે, તેણે થોડા દિવસો પહેલા તમામ હદો વટાવી દીધી હતી જ્યારે તેણે બ્લાઉઝને બદલે આઈસ્ક્રીમ કોન જેવો ડ્રેસ પહેર્યો હતો અને બધાની સામે આવી હતી. આ પહેલા ઉર્ફીનો એક વીડિયો વાયરલ થયો હતો, જેમાં તે પોતાની લાંબી ચોટલીથી પ્રાઈવેટ પાર્ટ છુપાવતી જોવા મળી હતી. ઉર્ફીનો આ ટોપલેસ અવતાર જોઈને લોકો ચોંકી ગયા હતા. આ પહેલા પણ ઉર્ફી જાવેદની કેટલીક તસવીરો સામે આવી હતી, જેમાં તેણે પોતાના પ્રાઈવેટ પાર્ટને પાંખોથી છુપાવવાનો પ્રયાસ કર્યો હતો.
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર