Home /News /entertainment /સાનિયા મિર્ઝા અને શોએબ મલિકે છૂટાછેડા લઈ લીધા? નજીકના મિત્રએ આપ્યું મોટું નિવેદન

સાનિયા મિર્ઝા અને શોએબ મલિકે છૂટાછેડા લઈ લીધા? નજીકના મિત્રએ આપ્યું મોટું નિવેદન

ફોટોઃ @mirzasaniar

ભારતીય ટેનિસ સ્ટાર સાનિયા મિર્ઝા અને પાકિસ્તાની ક્રિકેટર શોએબ મલિક છૂટાછેડા લઈ રહ્યા છે, તેવી ખબર સામે આવી રહી છે.

    નવી દિલ્હીઃ ભારતીય ટેનિસ સ્ટાર સાનિયા મિર્ઝા અને પાકિસ્તાની ક્રિકેટર શોએબ મલિક વચ્ચે સંબંધોમાં ખટાસ આવી હોવાનું ઘણા સમયથી ચર્ચા ચાલી રહી છે. જોકે હવે એવી પણ ખબર ફેલાઈ રહી છે કે, આ કપલ છૂટાછેડા કરી રહ્યા છે.

    દંપતીના નજીકના મિત્રોના જણાવ્યા અનુસાર, તેઓએ અલગ થવાનો નિર્ણય લીધો છે અને હવે ડોક્યુમેન્ટની પ્રોસેસ થાય તે પહેલાં ફક્ત ઔપચારિકતાઓ બાકી છે.

    આ પણ વાંચોઃ 'સેલ્ફ પ્રેગ્નેન્ટ...' વિશે એક્ટ્રેસે કર્યો ખુલાસો, સોશિયલ મીડિયા પર શેર કરી પોસ્ટ

    ઉલ્લેખનીય છે કે, સાનિયા હાલ દુબઈમાં છે જ્યારે મલિક પાકિસ્તાનમાં છે. ટી-20 વર્લ્ડ કપ 2022માં એક્સપર્ટ તરીકે કામ કરે છે.

    કપલના નજીકના મિત્રએ ખુલાસો કર્યો

    સાનિયાએ તાજેતરમાં જ ઇન્સ્ટાગ્રામ પર એક તસવીર અપલોડ કરી હતી જેના કારણે બંને અલગ થવાની અફવાઓએ જોર પકડયું હતું. પહેલા તો આ વાત અફવાઓ લાગતી હતી. પરંતુ ઝી ન્યૂઝ હિન્દીના અહેવાલ મુજબ હવે આ કપલના એક નજીકના મિત્રએ ખુલાસો કર્યો છે કે, આ કપલના ટૂંક સમયમાં જ છૂટાછેડા થઇ જશે.

    આ પણ વાંચોઃ આલિયા ભટ્ટ અને રણબીર કપૂરની દીકરીની પહેલી તસવીર થઈ વાયરલ, શું તમે જોઈ ?

    અન્ય એક અહેવાલમાં શોએબ મલિકના મેનેજમેન્ટ વિભાગના ટીમના સભ્યને ટાંકીને કહેવામાં આવ્યું છે કે, છૂટાછેડા થઈ ચૂક્યા છ. ઇનસાઇડસ્પોર્ટે પાકિસ્તાનમાં મલિકની મેનેજમેન્ટ ટીમનો ભાગ રહેલી વ્યક્તિને ટાંકીને જણાવ્યું હતું કે, તે કહે છે કે, "હા, તેમના સત્તાવાર રીતે છૂટાછેડા થઈ ગયા છે. હું તેનાથી વધુ ખુલાસો કરી શકું નહીં. તેઓ અલગ થઈ ગયા હોવાનું કહી શકું"








    View this post on Instagram






    A post shared by Sania Mirza (@mirzasaniar)





    આ પહેલા સાનિયાએ ઇન્સ્ટાગ્રામ પોસ્ટ કરી હતી, જેમાં તેણે લખ્યું હતું: મારા માટે દિવસો મુશ્કેલ બનાવનાર ક્ષણો.

    આ પણ વાંચોઃ બચ્ચન નહીં આ છે બોલિવૂડના 'Big-B'ની અસલી અટક, આ કારણે પિતાએ અપનાવ્યુ નવું ઉપનામ

    નોંધનીય છે કે, સાનિયાના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પરથી શોએબ મલિકની તસવીરો ડિલીટ કરી દેવાઈ છે. પ્રોફાઇલમાં શોએબના ખૂબ ઓછા ફોટા જ છે. સાનિયા મિર્ઝાએ એક ઇન્સ્ટાગ્રામ સ્ટોરી પણ અપડેટ કરી હતી: 'તૂટેલા દિલ ક્યાં જાય?''. સાનિયાની તે સ્ટોરી પણ તરત જ ઇન્ટરનેટ પર વાયરલ થઈ ગઈ હતી.

    પુત્ર ઇઝહાનના જન્મદિવસમાં સાથે જોવા મળ્યા

    સાનિયા અને શોએબ તાજેતરમાં જ તેમના પુત્ર ઇઝહાનના જન્મદિવસ દરમિયાન સાથે જોવા મળ્યા હતા. મલિક આ ખાસ દિવસે પુત્ર સાથે રહેવા માટે પાકિસ્તાનથી દુબઈ ગયો હતો. શોએબે બર્થ ડે સેલિબ્રેશનની તસવીરો પણ શેર કરી હતી. તે સમયે દંપતી વચ્ચે છૂટાછેડાની કોઈ અફવા નહોતી. જો કે સાનિયાની આ કેટલીક પોસ્ટ અને સ્ટોરીએ બંનેના અલગ થવાની ચર્ચાને વેગ આપ્યો હતો.
    First published:

    Tags: Entertainment news, Sania mirza

    विज्ञापन

    ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

    વધુ વાંચો
    विज्ञापन
    विज्ञापन
    विज्ञापन