હવે ટેનિસ સ્ટાર સાનિયા મિર્ઝાની બાયોપિક બનશે, કરી જાહેરાત

ટેનિસ સ્ટાર સાનિયા મિર્ઝાની બાયોપિક બનશે

સાનિયાએ કહ્યું કે, ફિલ્મકાર રોની સ્ક્રૂવાલા તેની બાયોપિક ફિલ્મ બનાવશે

 • Share this:
  ન્યૂઝ18 ગુજરાતી: સ્પોર્ટ્સ સ્ટાર્સના જીવન પર ફિલ્મ બનાવવાનું ચલણ વધી રહ્યું છે. મિલ્ખા સિંહ અને બોક્સર મેરીકોમના જીવન પર બનેલી ફિલ્મ્સની સફળતા બાદ ક્રિકેટર એમએસ ધોનીની બયોપિક પણ સફળ રહી હતી. હાલ બેડમિન્ટન સ્ટાર્સ નેહવાલ અને પીવી સિંધુની બાયોપિક પણ બની રહી છે. સાથે જ હવે ટેનિસ સ્ટાર્સ સાનિયા મિર્ઝાએ પણ સ્પષ્ટતા કરી છે કે ટૂંક સમયમાં જ તેની બાયોપિક પણ આવશે.

  સાનિયાની બાયોપિક અંગે તો લાંબા સમયથી ચર્ચા હતી, પરંતુ હવે પોતે સાનિયાએ આ વાતનો ખુલાસો કર્યો છે. સાનિયાએ કહ્યું કે, ફિલ્મકાર રોની સ્ક્રૂવાલા તેની બાયોપિક ફિલ્મ બનાવશે.

  ટેનિસનું પ્રતિષ્ઠિત ગ્રાન્ડસ્લેમ જીતનારી ભારતની મહિલા ખેલાડી સાનિયાએ કહ્યું કે, તેણે આ બાયોપિક માટે કરાર પર સહી કરી દીધી છે અને કામ શરૂ થઇ ગયું છે.

  આ પણ વાંચો: રજનીકાંતની પુત્રી સૌંદર્યાનું પ્રી-વેડિંગ રિસેપ્શન, તસવીરો

  સાનિયાએ એક કાર્યક્રમમાં કહ્યું કે, આ અંગે ઘણા લાંબા સમયથી વાત ચાલી રહી હતી. કરાર પર સહી કરી દીધી છે. હું પણ એની રાહ જોઇ રહી છું. મને લાગે છે કે મારી કહાણી છે તો આમાં મારા સજેશન મહત્વના હશે. અમારી વાતચીત પ્રથમ તબક્કે છે. આથી આજે માત્ર આની જાહેરાત કરી છે. નિર્દેશક, લેખક અને અભિનેતા અંગે હવે નિર્ણય થશે. આમાં સમય લાગશે.
  Published by:Azhar Patangwala
  First published: