અભિનેત્રી નાગા જહાન્સીએ ગળેફાંસો ખાઈને કર્યો આપઘાત, પ્રેમ પ્રકરણની આશંકા

નાગા જહાન્સીએ આત્મહત્યા કરી છે

તેલુગુ ટેલિવિઝનની અભિનેત્રી નાગા જહાન્સીએ તેના હૈદરાબાદ સ્થિત ઘરે આત્મહત્યા કરી છે

 • Share this:
  ન્યૂઝ18 ગુજરાતી: તેલુગુ ટેલિવિઝનની અભિનેત્રી નાગા જહાન્સીએ તેના હૈદરાબાદ સ્થિત ઘરે આત્મહત્યા કરી છે. 21 વર્ષીય નાગા મા ટીવીના શો 'પવિત્ર બંધન' દ્વારા લાઇમ લાઇટમાં આવી હતી. સાથે જ તેણે ઘણી તેગુલુ ફિલ્મ્સમાં પણ કામ કર્યું હતું.

  ગઇકાલે મંગળવારે નાગાનો ભાઇ દુર્ગા પ્રસાદ તેના ઘરે ગયો હતો અને તેણે ડોર બેલ વગાડવા છતાં નાગાએ દરવાજો ખોલ્યો નહોતો. જે બાદ દુર્ગા પ્રસાદે પોલીસને જાણ કરી હતી. પોલીસે દરવાજો તોડતાં નાગા ઘરના સિંલિંગ ફેન પર લટકતી હાલતમાં મળી આવી હતી.

  પોલીસ સૂત્રો પાસેથી મળતી માહિતી પ્રમાણે, અભિનેત્રી નાગા જહાન્સી તેના ફ્લેટમાં એકલી હતી. તેણે આત્મહત્યા કરી તે પહેલાં તે એક યુવક સાથે ચેટિંગ કરી રહી હતી. તે લગભગ છેલ્લા છ મહિનાથી આ યુવકની નજીક હતી. પોલીસે નાગાનો મોબાઇલ ફોન કબ્જે કરી તેની કોલ ડિટેઇલ્સ અને ચેટ રેકોર્ડ મેળવવાની કાર્યવાહી હાથ ધરી છે.

  આ પણ વાંચો: પોતાના જેવી જ લાગતી US સિંગરની ટ્વિટ પર અનુષ્કાએ આપ્યો આવો જવાબ

  ઉપરાંત તેના સંબંધીઓનું કહેવું છે કે, નાગા જહાન્સી એક યુવક સાથે રિલેશનશિપમાં હતી. પરંતુ તેના માતા-પિતાને તેના સંબંધો સ્વીકાર્ય ન હતા. જેના કારણે તે થોડા દિવસોથી ડિપ્રેસ હતી.
  Published by:Azhar Patangwala
  First published: