USમાં તેલુગૂ ફિલ્મ નિર્માતા અને તેની પત્નીની ધરપકડ, સેક્સ રેકેટ ચલાવવાનો આરોપ

News18 Gujarati
Updated: June 15, 2018, 12:40 PM IST
USમાં તેલુગૂ ફિલ્મ નિર્માતા અને તેની પત્નીની ધરપકડ, સેક્સ રેકેટ ચલાવવાનો આરોપ
પ્રતિકાત્મક તસવીર

  • Share this:
શિકાગોની પોલીસે બિઝનેસમેનમાંથી ફિલ્મ નિર્માતા બનેલા એક તેલુગૂ નિર્માતા અને તેની પત્નીની સેક્સ રેકેટ ચલાવવાના આરોપમાં ધરપકડ કરી છે.

હિન્દુસ્તાન ટાઇમ્સમાં છપાયેલા એક રિપોર્ટ પ્રમાણે 34 વર્ષીય મોડુગુમુડી કિશન અને તેની 31 વર્ષીય પત્ની ચંદ્રાની એપ્રિલના અંતમાં જ ધરપકડ કરવામાં આવી હતી. જોકે, શિકાગો પોલીસે આ અંગે જિલ્લા કોર્ટમાં 42 પાનાની ચાર્જશીટ ફાઇલ કર્યા બાદ આ આખો મામલો ઉજાગર થયો છે.

રિપોર્ટના જણાવ્યા પ્રમાણે બંને તેલુગૂ ફિલ્મ ઇન્ડ્ર્સ્ટીઝ (ટોલીવૂડ)ની અભિનેત્રીઓને અમેરિકા બોલાવતા હતા. આ ભિનેત્રીઓને અમેરિકામાં યોજાતા ભારતીય સંમેલનો તેમજ સાંસ્કૃતિક કાર્યક્રમોમાં જાહેરાત માટે ગ્રાહકો સાથે સેક્સ કરવા માટે મજબૂર કરાતી હતી. આરોપ છે કે દંપતી ગ્રાહક પાસેથી ત્રણ હજાર ડોલર વસૂલ કરતું હતું.

મોડુગુમુડી કિશન એનઆરઆઇ છે, જે થોડા સમય પહેલા ટોલીવૂડમાં પ્રોડ્યુસર બની ગયો હતો. કિશન અમુક સફળ રહેલી તેલુગૂ ફિલ્મનો સહ-નિર્માતા પણ રહી ચુક્યો છે. આરોપ છે કે તેણે એક અભિનેત્રી અને તેના પરિવારને અમેરિકામાં ઘટેલી આ ઘટના અંગે કોઈને જાણકારી ન આપવા માટે ધમકી આપી હતી.

ટાઇમ્સ ઓફ ઇન્ડિયાના એક રિપોર્ટ પ્રમાણે 16મી ફેબ્રુઆરીના રોજ શિકાગો પોલીસે દંપતીના ઘરે કરેલા દરોડામાં 70 કોન્ડોમ, અનેક જિપલોક બેગ, બોગસ સ્થાયી રહેઠાણનું કાર્ડ તેમજ કિશનના નામે સુરક્ષા કાર્ડ મળી જપ્ત કર્યા છે. પોલીસને એવી પણ માહિતી મળી હતી કે કિશનની પત્નીએ દરેક યુવતીના સેક્સ પર્ફોર્મન્સ અંગે પણ જાણકારી રાખતી હતી. પોલીસને કિશનની પત્ની ચંદ્રા પાસેથી એવા ટેક્સ્ટ મેસેજ પણ મળી આવ્યા છે જેમાં તે ગ્રાહક સાથે હાજર યુવતી અને તેની કિંમત અંગે સોદો કરી રહી હોય.

જોકે, આવું પ્રથમ વખત નથી બન્યું જ્યારે તેલુગૂ ફિલ્મ ઉદ્યોગમાં આવો કેસ સામે આવ્યો છે. ગયા વર્ષે પોલીસે હૈદરાબાદમાં હાઇ-પ્રોફાઇલ સેક્સ રેકેટનો ખુલાસો કર્યો હતો, જેમાં બે અભિનેત્રીની ધરપકડ કરવામાં આવી હતી.
First published: June 15, 2018, 12:40 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading