તેલુગૂ અભિનેત્રીનો અનોખો વિરોધ, રસ્તા વચ્ચે જ ઉતાર્યા કપડા

News18 Gujarati
Updated: April 7, 2018, 2:48 PM IST
તેલુગૂ અભિનેત્રીનો અનોખો વિરોધ, રસ્તા વચ્ચે જ ઉતાર્યા કપડા

  • Share this:
તેલુગૂ ફિલ્મોની અભિનેત્રી શ્રી રેડ્ડીએ શનિવારે હૈદરાબાદમાં ફિલ્મ ચેમ્બર બહાર ટોપલેસ થઈને પોતાનો વિરોધ નોંધાવ્યો છે. રેડ્ડીએ આ દરમિયાન ટોલીવુડની મોટી હસ્તીઓ પર કાસ્ટિંગ કાઉચનો આરોપ પણ લગાવ્યો છે. વિરોધ પ્રદર્શન દરમિયાન તેમણે ટોલીવુડમાં 75 ટકા સ્થાનીક કલાકારોને અવસર આપવાની વાત કરી છે. જો કે અભિનેત્રીના આ આરોપોને ટોલીવુડે નકાર્યા છે. ઘટના સ્થળ પરથી પોલીસે આ અભિનેત્રીની અટકાયત કરી છે.જાણકારી અનુસાર હેદરાબાદમાં ફિલ્મ ચેમ્બર બહાર તેલુગૂ ફિલ્મોની જાણીતી અભિનેત્રી શ્રી રેડ્ડીએ શનિવારે અનોખી રીતે વિરોધ કર્યો અને સૌને અચંભામાં મુકી દીધા. આ દરમિયાન અભિનેત્રીએ રસ્તા વચ્ચે જ પોતાના કપડા ઉતારી દીધા. અને કલાકો સુધી રસ્તા પર બેઠી રહી. આ દરમિયાન અભિનેત્રીએ ટોલીવુડની કેટલીક મહાન હસ્તીઓ પર કાસ્ટિંગ કાઉચનો આરોપ લગાવ્યો.. ફિલ્મ ચેમ્બર બહાર તેમણે ટોલીવુડમાં 75 ટકા રિઝર્વેશનની માગ કરી. તેમણે કહ્યું કે ટોલીવુડમાં બહારના લોકોનો દબદબો વધી જાય છે. જેના કારણે સ્થાનિક લોકોને મોકો મળતો નથી.જો કે ટોલીવુડે તમામ આરોપોને નકાર્યા છે. જો કે સમગ્ર ઘટનાની જાણ પોલીસને થતાં પોલીસે આ અભિનેત્રીની અટકાયત કરી હતી.

 
First published: April 7, 2018, 2:09 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading