Home /News /entertainment /'તુનિષા કામ કરવા નહતી માંગતી, જબરદસ્તી...' શીઝાનની બહેનોએ કર્યા મોટા ખુલાસા
'તુનિષા કામ કરવા નહતી માંગતી, જબરદસ્તી...' શીઝાનની બહેનોએ કર્યા મોટા ખુલાસા
શીઝાનની માતા અને બહેનોએ પોતાનો પક્ષ કર્યો રજૂ
Tunisha Sharma death case: તુનિષાના મર્ડર કેસમાં શીઝાનનું નામ સામે આવ્યા બાદ, તેની બહેનો ફલક નાઝ, શફાક નાઝ અને માતા કહકશાન ખાને પહેલીવાર મીડિયા સામે આવી અને પોતાનો પક્ષ રજૂ કર્યો. શીઝાનની બહેન ફલક નાઝે સ્પષ્ટ કર્યુ કે તુનિષા કામ કરવા માંગતી નથી, તે હરવા-ફરવા માંગતી હતી.
મુંબઈઃ તુનિષા શર્માની મોતના મામલે ફસાયેલ તેનો કો-એક્ટર શીઝાન ખાનના બચાવમાં પહેલીવાર તેની બહેનો અને માતાએ મીડિયા સાથે વાત કરી છે. અત્યાર સુધી આ તમામ મામલે તુનિષાના પરિવાર તરફથી ઘમી વાતો સામે આવી રહી હતી, પરંતુ હવે શીઝાને આ કેસમાં ફસાયા બાદ શીઝાનની માતા અને બંને બહેનો પહેલીવાર મીડિયા સામે આવી અને તેમણે ઘણા ચોંકાવનારા ખુલાસા કર્યા છે. શીઝાનની બહેન ફલક નાઝે સ્પષ્ટ કર્યુ કે, તુનિષા કામ કરવા નહતી માંગતી, તે ફરવા માંગતી હતી. પરંતુ તેની પાસે જબરદસ્તી કામ કરાવવામાં આવી રહ્યુ હતું.
સાથે પરિવારે એ પણ કહ્યુ કે જે શીઝાન પર તુનિષાને દગો આપવાનો આરોપ લગાવવામાં આવી રહ્યો છે, તે પહેલાથી જ અલગ થઈ ચુક્યા હતાં, પરંતુ સંબંધ તૂટ્યા બાદ પણ બંને સારા મિત્રો હતાં. તુનિષાની મોત વિશે શીઝાનનું નામ સામે આવ્યા બાદ બહેન ફલક નાઝ અને શફાક નાઝ, માતા કહકશાં ખાન અને આરોપી શીઝાનના વકીલ શૈલેન્દ્ર મિશ્રાએ મીડિયા સામે આવીને પોતાનો પક્ષ રાખ્યો. ચાલો જણાવીએ કે આ પ્રેસ કોન્ફરન્સમાં શીઝાનના પરિવારે કઈ પાંચ વાતોનો ખુલાસો કર્યો.
શીઝાનની બહેન ફલક નાઝે સાફ શબ્દોમાં કહી દીધું કે- હું સ્પષ્ટતા કરી દઉ કે તુનિષા કામ કરવા નહતી માંગતી. તેણીને ફરવાનું પસંદ હતું. તેણી દુનિયાભરમાં ફરવા માંગતી હતી. તેણી પહેલીવાર અમારી સાથે ફરવા આવી હતી. તેણી પહેલીવાર અમારી સાથે દરિયાકાંઠે આવી હતી. મારો તુનિષા સાથે બહેનનો સંબંધ હતો, લોહીનો નહતો, પણ લાગણીનો સંબંધ હતો.
અલગ થયા પછી પણ સારા મિત્રો હતાં
શીઝાનના પરિવારનો દાવો છે કે તુનિષા 21, 22 અને 23 ડિસેમ્બર 2022એ પોતાના ઘરે નહતી ગઈ અને તે દિવસે શીઝાન ખાન સાથે વાત પણ નહતી થઈ. તે બંને અલગ થઈ ગયા હતાં, છતાં ખૂબ જ સારા મિત્રો હતાં. સાથે જ તેણીએ કહ્યુ કે તુનિષા જેટલા દિવસ પણ સાથે હતી, હંમેશા ખુશ રહી છે.
શીઝાનના પરિવારજનોએ તુનિષાના કથિત મામા પવન શર્મા પર ગંભીર સવાલ કર્યા છે. તેમણે કહ્યુ કે તુનિષાની માતા અને તેણીના મામા પવન શર્મા એક્ટ્રેસના મેનેજર પણ રહી ચુક્યા છે. પરંતુ તે તુનિષા સાથે એટલા કઠોર હતાં કે તેમને 4 વર્ષ પહેલા જ કામથી અલગ કરી દેવામાં આવ્યા હતાં.
શીઝાનની બહેનોએ સ્પષ્ટતા કરી કે આ પૂરા મામલાને લવ જિહાદ સાથે પણ જોડવામાં આવી હતી, જેને પોલીસે પહેલા જ નકારી દીધો છે. પરિવારજનોએ કહ્યુ કે અમારી ઉપર તુનિષાને હિજાબ પહેરાવવા અને ઉર્દુ શીખવાડવાનો આરોપ પણ લગાવવામાં આવ્યો છે. તેના પર તેમણે કહ્યુ કે જે ફોટો વાયરલ થઈ રહ્યો છે, તે તેમના શૂટિંગ સમયનો છે. જેમાં એક્ટ્રેસે તે જ કપડાં પહેરેલા છે. 21માં એપિસોડને જોઈ લેજો. તેણીના જે કપડા હતાં તે ગણેશ ચતુર્થીના દિવસે શૂટ થયેલા છે. તેણીએ ઈન્સ્ટાગ્રામ પર ફોટો પણ બતાવ્યો. શીઝાનના પરિવારે ઈન્સ્ટાગ્રામ પોસ્ટની પ્રિન્ટઆઉટ બતાવતા દાવો કર્યો છે કે આ તુનિષાએ પોતે 3 સપ્ટેમ્બર 2022એ અપલોડ કર્યો હતો અને લખ્યુ હતું- હેપ્પી ગણેશ ચતુર્થી...આ સેટ તરફથી છે...શૂટ માટે હિજાબ પહેર્યો છે.
Published by:Hemal Vegda
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર