Home /News /entertainment /'શરમ તો તમને કોઈને આવતી નથી...' બિગ બોસે કન્ટેસ્ટેન્ટને આપી પહેલાવાર આવી સજા, હવે નહીં મળે આ સગવડ

'શરમ તો તમને કોઈને આવતી નથી...' બિગ બોસે કન્ટેસ્ટેન્ટને આપી પહેલાવાર આવી સજા, હવે નહીં મળે આ સગવડ

ફાઇલ ફોટો

'શરમ તમને કોઈને આવતી નથી...' કહીને બિગબોસે ઘરના સભ્યો પર કર્યો જોરદાર ગુસ્સો. ઘરના સભ્યોની આ હરકતોને લઈને બિગબોસે છેલ્લી 15 સિઝનમાં પહેલીવાર આપી આવી સજા. કન્ટેસ્ટેન્ટે હાથ જોડીને માંગવી પડી માફી.

    મુંબઈઃ બિગ બોસના ઘરમાં દરરોજ નવા-નવા હંગામા થતા રહે છે. અહીં એક હંગામો ખતમ થતો નથી ત્યાં બીજો શરુ થઈ જાય છે. શિવની સાથે શારિરીક બળનો પ્રયોગ કરવા પર અર્ચનાને ઘરમાંથી કાઢી મુકવામાં આવી હતી. તે પછી જ્યારે અર્ચનાને ઘરમાં પરત લાવવામાં આવી ત્યારે ફરી પાછો નવો ડ્રામા ઉભો થયો હતો. હવે જેમ-તેમ ઘરમાં શાંતિ આવી હતી પણ ફરી પાછુ ઘરના લોકોએ કંઈક એવું કામ કરી નાખ્યુ જેનાથી બિગ બોસ ખૂબ જ નારાજ છે અને તેણે કન્ટેસ્ટેન્ટ માટે એક ખૂબ જ ભયાનક નિર્ણય લીધો છે. એટલું જ નહીં બિગ બોસે ઘરના તમામ લોકોને ખૂબ જ શર્મિંદા પણ કરી દીધા હતાં.

    કેમ નારાજ થયા બિગ બોસ?


    શોમાં બતાવવામાં આવી રહ્યુ છે કે, બિગ બોસ તમામ ઘરવાળાને ગાર્ડન એરિયામાં ભેગા કરે છે અને તમામની ઉપર જોરદાર વરસે છે. તેમને શરમમાં મુકીને બિગ બોસ કહે છે કે- તમારા જેવા હિરો હોય તો વિલનની જરુરત શું પડે? તમને તો પોતાના પર ખૂબ જ ગર્વ થતો હશે ને? કારણકે શરમ તો તમારામાંથી કોઈને પણ આવતી નથી. આ સાંભળીને તમામ ઘરના સભ્યો હેરાન થઈ જાય છે અને પછી કંઈક એવું થાય છે જે કદાચ જ 15 સિઝનમાં ક્યારેય નહીં થયું હોય.

    આ પણ વાંચોઃ 'જ્યારે શ્રીદેવીને ઈટલીમાં અજાણ્યા છોકરાએ માર્યો લાફો...' જાહ્નવી કપૂરે કર્યા આશ્ચર્યજનક ખુલાસા!

    તમે પણ વિચારી રહ્યા હશોને કે, આખરે આ બધું કેમ થઈ રહ્યુ છે અને શું વાત હતી જેનાથી બિગ બોસ આટલા બધા નારાજ છે. હકીકતમાં, આ બધું થયું છે ખુલ્લામાં સ્મોકિંગ કરવાના કારણે.

    આ પણ વાંચોઃ Alia Bhatt Daughter Name: આલિયા ભટ્ટ-રણબીર કપૂરે દીકરીનું નામ કરી દીધું ફાઇનલ! આ ખાસ વ્યક્તિ સાથે છે કનેક્શન

    હકીકતમાં, બિગ બાસ 16માં આ પહેલીવાર જોવા મળી રહ્યુ છે કે કન્ટેસ્ટેન્ટ સ્મોકિંગ ઝોનમાં નહીં પણ બહાર આવીને ખુલ્લામાં સિગારેટ પીતા જોવા મળ્યા છે. આ ઓનસ્ક્રીન પણ ઘણીવાર થયું છે. આના માટે બિગબોસે ઘણીવાર કન્ટેસ્ટેન્ટને ફટકાર પણ લગાવી છે અને ગયા અઠવાડિયે સલમાન ખાને પણ ઘરના સભ્યોને આવું ના કરવા માટે સમજાવ્યુ હતું. પરંતુ જ્યારે સમજાવ્યા બાદ પણ કોઈ ના માન્યું તો સ્મોકિંગ ઝોનને જ બંધ કરી દેવામાં આવ્યુ છે.
    Published by:Hemal Vegda
    First published:

    Tags: Big Boss, Entertainment news, બિગ બોસ, મનોરંજન

    विज्ञापन

    ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

    વધુ વાંચો
    विज्ञापन
    विज्ञापन
    विज्ञापन