મુંબઈઃ અબ્દુ રોઝિકની બિગ બોસ 16માંથી વિદાય થયા બાદ ફેન્સ હજુ પોતાને સંભાળે તે પહેલા તેમને બીજો એક ઝટકો મળી ગચો છે. હવે સાજીદ ખાન પણ બિગ બોસને વિદાય આપવા જઈ રહ્યો છે. બિગ બોસ 16ના ફિનાલે પહેલા સાજીદ ખાન શોને અલવિદા કહી દેશે. આગામી એપિસોડમાં, બિગ બોસ પોતે સાજીદ ખાનને ખાસ ફેરવેલ આપતા જોવા મળશે. સાજીદને મળી ખાસ ફેરવેલ
બિગ બોસના ઘરમાં 100થી વધારે દિવસ વિતાવ્યા બાદ સાજીદ ખાન શોને વિદાય આપશે. હાલમાં સોશિયલ મીડિયા પર બિગ બોસનો નવો પ્રોમો વાયરલ થઈ રહ્યો છે, જેમાં બિગ બોસ સાજીદ ખાનને કહે છે, 'શોમાં તે એકલોતા એવા સદસ્ય છે જેનેી બધા ઘરવાળા ઈજ્જત કરે છે.'
બિગ બોસ 16ના નવા પ્રોમોમાં જોઈ શકાય છે કે સાજીદ ખાન હાથ જોડીને રડતા તમામ સ્પર્ધકોની માફી માંગે છે. સાજીદ ખાન કહે છે- 'આ ઘરમાં જેમની સાથે મારો ઝઘડો થયો છે તે બધાની હું હાથ જોડીને માફી માંગુ છું... પરંતુ તમે લોકોએ ખૂબ જ સપોર્ટ કર્યો છે. આભાર."
સાજીદ ખાનની વિદાય વખતે સુમ્બુલ તૌકીર ખાન ધ્રુસ્કે-ધ્રુસ્કે રડતા જોવા મળી રહી હતી. ઉલ્લેખનીય છે કે, સાજીદ અને અબ્દુનું ખૂબ જ સારુ બોન્ડિંગ હતું અને સાજીદની વિદાયના થોડા સમય પહેલા જ અબ્દુની વિદાય પણ થઈ હતી. બંનેની વિદાય વખતે તમામ ઘરના સભ્યો ખૂબ જ રડ્યા હતાં.
Published by:Hemal Vegda
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર