અબ્દૂએ બિગબોસને કહ્યુ ગુડબાય! નિમૃત રડી-રડીને થઈ બેહાલ
ફાઇલ ફોટો
Big Boss 16 Latest Updates: અબ્દુ ઘરની બહાર દરવાજાની પાસે ઉભો રહી જાય છે અને બધાને કહે છે- 'હું તમને બધાને ખૂબ જ પ્રેમ કરુ છુ અને પછી ઘરની બહાર જતો રહે છે.'
મુંબઈઃ બિગ બોસ 16ના લેટેસ્ટ એપિસોડમાં સલમાન ખાન શુક્રવારના વારને લઈને સામે આવે છે. લોહરીના મોકા પર કોમેડિયન ભારતી સિંહ અને તેનો પતિ હર્ષ લિમ્બાચિયા શોમાં રંગ જમાવે છે અને ખૂબ હસી-મજાક જોવા મળે છે. ભારતીએ પોતાના બાળકને ખોળામાં દઈને તેમને બેબી સિટર બનાવી દીધો હતો. ત્યારબાદ એપિસોડ ખતમ થતાં પહેલા સલમાને ખુલાસો કર્યો કે વાઇલ્ડ કન્ટેસ્ટેન્ટના રીતે શોમાં પરત ફરેલ શ્રીજીતા ડે ને બિગબોસના શોને અલવિદા કહેવું પડશે. હવે શોના અપકમિંગ શોમાં ટ્વિસ્ટ જોવા મળે છે.
તમામ પ્રતિયોગી લિવીંગ રુમમાં જોવા મળે છે અને બિગ બોસ એ ખુલાસો કરે છે કે, અબ્દૂ રોઝિકને રજા મળી ગઈ છે. બિગ બોસની આ જાહેરાત સાંભળીને ઘરના તમામ સભ્યો હેરાન રહી જાય છે. તેમજ બિગ બોસના તમામ પ્રતિયોગી ભાવુક થયેલા જોવા મળે છે.
અબ્દૂ ઘરની બહાર દરવાજા પાસે ઉભો રહી જાય છે અને સૌને કહે છે કે- હું તમને બધાને ખૂબ જ પ્રેમ કરુ છુ અને પછી તે ઘરની બહાર નીકળી જાય છે. અબ્દૂના અચાનક બહાર જવાથી નિમૃત કૌર અહલૂવાલિયા, શિવ ઠાકરે, એમસી સ્ટેન અને સાજીદ ખાન રડવા લાગે છે. અંતમાં સાજીદ ખાન કહે છે- "મને અબ્દૂના આમ અચાનક બહાર જવાથી અજીબ ફીલિંગ આવી રહી છે." શિવ સાજીદ ખાનની વાત સાંભળીને કહે છે- હા સર, અબ્દૂએ મને આ વિશે કાલે જ વાત કરી હતી ત્યારે સાજીદ કહે છે કે અબ્દૂએ કોઈને આ વાત કહી કેમ નહીં અને આ વાતને આટલી સીક્રેટ કેમ રાખી?
ત્યારબાદ ટીના ગાર્ડન એરિયામાં બેસીને રડતી રહે છે અને કહે છે કે, અબ્દૂ હંમેશા મારી સાથે ઉભો રહે છે, હું તેને ખૂબ જ Miss કરીશ. તે એકલો એવો માણસ હતો જે દરરોજ મારી પાસે આવતો હતો અને મારી સાથે વાત કરતો હતો. અબ્દૂના ગયા બાદ નિમૃત, શિવ અને સ્ટેન એકવાર ફરી ભાવુક થઈ જાય થે અને એકબીજાને ગળે લગાવે છે. આ સાથે તમામની આંખોમાં આંસુ જોવા મળે છે.
Published by:Hemal Vegda
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર