ટેલિવિઝનની લોકપ્રિય એક્ટ્રેસ અને 'નાગિન 6'ની લીડ અભિનેત્રી તેજસ્વી પ્રકાશ તાજેતરમાં પોતાના બોયફ્રેન્ડ કરન કુંદ્રાની સાથે એક પાર્ટીમાં પહોંચી હતી. આ પાર્ટી માટે તેજસ્વીએ ઘણો બોલ્ડ લુક કેરી કર્યો હતો
ટેલિવિઝનની લોકપ્રિય એક્ટ્રેસ અને 'નાગિન 6'ની લીડ અભિનેત્રી તેજસ્વી પ્રકાશ તાજેતરમાં પોતાના બોયફ્રેન્ડ કરન કુંદ્રાની સાથે એક પાર્ટીમાં પહોંચી હતી. આ પાર્ટી માટે તેજસ્વીએ ઘણો બોલ્ડ લુક કેરી કર્યો હતો. કરન કુંદ્રા અને તેજસ્વી પ્રકાશ ઈન્ડસ્ટ્રીના મોસ્ટ લવડ કપલ માનવામાં આવે છે. બંનેની કેમિસ્ટ્રી ફેન્સને ઘણી પસંદ આવે છે. હવે એક્ટ્રેસ તેજસ્વી પ્રકાશ તથા કરન કુંદ્રાનો એક વીડિયો વાઇરલ થયો છે. આ વીડિયો તેમના ફ્રેન્ડ્સે રેકોર્ડ કર્યો હતો. વાઇરલ ક્લિપમાં પાર્ટીમાં કરન તથા તેજસ્વી એકબીજાને કિસ કરે છે. સો.મીડિયામાં આ વીડિયો વાઇરલ થયો છે.
કરન-તેજસ્વીની લવિંગ મોમેન્ટ કેપ્ચર
ફેન્સની વચ્ચે તેજરણના હેશટેગથી ફેમસ આ કપલની કેમિસ્ટ્રી કેટલી જોરદાર છે એ તમે આ વીડિયો જોઈ અંદાજ લગાવી શકો છો. એક પાર્ટીમાં બંને એકબીજામાં ખોવાયેલા હતાં. તેજસ્વી તથા કરને એકબીજાને કિસ કરી હતી. કરણ અને તેજસ્વીનો લિપ લોક કરતો આ વીડિયો તેની મિત્ર વેનેસાએ રેકોર્ડ કર્યો છે. જ્યારે તેજસ્વીનું ધ્યાન મોબાઈલ પર ગયું તો તે આશ્ચર્યચકિત થઈ ગઈ હતી. તે આશ્ચર્યથી કહે છે કે તેણે આ બધું રેકોર્ડ કર્યું? કરન કેમેરાની સામે જોઈને કહે છે કે મહેરબાની કરીને આ પોસ્ટ કરી જ દો. આટલું સાંભળતા જ તેજસ્વી વીડિયો પોસ્ટ કરવાની ના પાડતી હતી. પણ હંમેશાંની જેમ કરનની જ વાત માનવામાં આવે છે વીડિયો સોશિયલ મીડિયા પર પોસ્ટ થઈ જાય છે. અત્યારે સોશિયલ મીડિયા પર આ વીડિયો ઘણો વાયરલ થઈ રહ્યો છે.
તેજસ્વી પ્રકાશ તથા કરન કુંદ્રા 'બિગ બોસ 15'ના ઘરમાં એકબીજાને મળ્યા હતા. તેજસ્વી આ શોની વિનર બની હતી. ઘરમાં જ કરન તથા તેજસ્વીએ એકબીજાના પ્રેમનો સ્વીકાર કર્યો હતો. બંને લગ્ન પણ કરવાના હોવાની ચર્ચા છે. કરન પોતાની પ્રેમિકા તેજસ્વી અંગે ઘણો જ પ્રોટેક્ટિવ છે.
Published by:Priyanka Panchal
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર