Viral Video of Tejasswi and Karan: તેજસ્વી-કરણ ગોવાના એક પાર્કમાં જોવા મળ્યો હતા. જ્યાં બંને પોતાનો કોઝી ટાઈમ સ્પેન્ડ કરી રહ્યા છે. જો કે આ દરમિયાન તેજસ્વીએ પગમાં ચપ્પલ પહેર્યા ન હતા. તેથી તેના પગને ગંદા થતા બચાવવા તે કરણ કુન્દ્રાના ખોળામાં બેસી ગઈ હતી. તે પોતાના ખુલ્લા પગ જમીન પર રાખવા માંગતી ન હતી.
એન્ટરટેઇનમેન્ટ ડેસ્ક: ટીવી જગતની ક્યૂટ અભિનેત્રી તેજસ્વી પ્રકાશ (Tejasswi Prakash) આજે તેનો 29મો જન્મદિવસ ઉજવી રહી છે. તેના ફેન્સ અને મિત્રો સોશિયલ મીડિયા દ્વારા તેને જન્મદિવસની શુભેચ્છા પાઠવી રહ્યા છે. તેજસ્વી હાલમાં ગોવામાં તેના પાર્ટનર કરણ કુન્દ્રા (Karan Kundrra) સાથે રોમેન્ટિક બર્થડે સેલિબ્રેટ કરી રહી છે. આ દરમિયાન આ કપલનો એક વીડિયો સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થઈ રહ્યો છે. આ વીડિયોમાં તેજસ્વી કરણ કુન્દ્રાના ખોળામાં જોવા મળે છે.
કપલનો આ વિડીયો ખુબ જ કોઝી છે, બંને ખુબ જ ક્યૂટ લાગી રહ્યા છે. પરંતુ કેટલાક સોશિયલ મીડિયા યુઝર્સ આ વિડીયો માટે તેમને ટ્રોલ કરી રહ્યા છે.
તેજસ્વી-કરણ ગોવાના એક પાર્કમાં જોવા મળ્યો હતા. જ્યાં બંને પોતાનો કોઝી ટાઈમ સ્પેન્ડ કરી રહ્યા છે. જો કે આ દરમિયાન તેજસ્વીએ પગમાં ચપ્પલ પહેર્યા ન હતા. તેથી તેના પગને ગંદા થતા બચાવવા તે કરણ કુન્દ્રાના ખોળામાં બેસી ગઈ હતી. તે પોતાના ખુલ્લા પગ જમીન પર રાખવા માંગતી ન હતી.
વીડિયોમાં જોઈ શકાય છે કે તેજસ્વી ગુલાબી ડ્રેસમાં ક્યુટ બાળકની જેમ કરણ કુન્દ્રાના ખોળામાં જોવા મળી રહી છે. જીન્સ અને સફેદ શર્ટમાં કરણ તેના પર પ્રેમ વરસાવતો જોઈ શકાય છે. વીડિયોમાં બંને ખૂબ જ ક્યૂટ લાગી રહ્યા છે
ફેન્સને ખૂબ પસંદ આવ્યો તેજસ્વી અને કરણનો કોઝી વીડિયો
આ વીડિયોને લઈને સોશિયલ મીડિયા યુઝર્સ તેમને ટ્રોલ કરીને પોતાની નારાજગી વ્યક્ત કરી રહ્યા છે. તો ત્યાં જ અભિનેત્રીના ફેન્સને આ વીડિયો ક્યૂટ લાગી રહ્યો છે. આ વીડિયો પોસ્ટ પર કોમેન્ટ કરતાં બંનેના ફેન્સે લખ્યું છે કે, તેને પારણામાં નાખી દો, જુઓ બાળકો જેવી રીતે વર્તે છે. અન્ય એક ફેને લખ્યું કે, "તમે બંને સામાન્ય કપલ જેવા લાગો છે." આ સિવાય કપલને ટ્રોલ કરતી વખતે લખવામાં આવ્યું છે કે, 'તેજસ્વી માત્ર લોકોનું ધ્યાન આકર્ષિત કરવા માટે આવી હરકતો કરે છે. તે અટેન્શન સીકર છે.
બોલીવુડ ડેબ્યૂ કરવા જઈ રહી છે તેજસ્વી
હાલના દિવસોમાં તેજસ્વી ટીવી શો નાગિન-6 ના કારણે સમાચારોમાં છવાયેલી જોવા મળે છે. બીજી તરફ કરણ ટીવી શો 'ડાન્સ દીવાને જુનિયર્સ' હોસ્ટ કરવાને કારણે ચર્ચામાં છે. તેજસ્વી જલ્દી જ આયુષ્માન ખુરાનાની આગામી ફિલ્મ 'ડ્રીમ ગર્લ 2'નો ભાગ બનશે તેવું કહેવામાં આવી રહ્યું છે. આ ફિલ્મથી તે બોલીવુડમાં ડેબ્યુ કરશે. ફિલ્મ માટે તેનું ઓડિશન મેકર્સને પસંદ આવ્યું હોવાનું પણ જાણવા મળે છે.
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર