મુંબઇ: સાઉથ સુપરસ્ટાર પ્રભાસની 'સાહો' ક્યારે આવશે તેની આતુરતા પુર્વક રાહ જોવાઇ રહી છે. આ પહેલાં પણ ફિલ્મનું નાનકડું ટિઝર રિલીઝ થયુ હતું અને હવે આજે ફરી એક ટીઝર યુટીવી ક્રિએશન દ્વારા શેર કરવામાં આવ્યું છે. આજે શ્રદ્ધા કપૂરનો જન્મ દિવસ છે ત્યારે તેનાં આ જન્મ દિવસની ખુશીમાં ટીમ 'સાહો' તરફથી આ ટિઝર વીડિયો શેર કરવામાં આવ્યો છે. આ વીડિયો ચેપ્ટર-2- શેડ્સ ઓફ સાહોનાં ટાઇટલ સાથે શેર કરવામાં આવ્યું છે. જેમાં ફિલ્મ મેકિંગનાં સિન્સ નજર આવે છે. આ સાથે જ હવે આવનારા સમય મૂવી ટીઝરમાં જો ફિલ્મ મેકિંગનાં વીડિયો દર્શાવવાનો ટ્રેન્ડ શરૂ થાય તો નવાઇ નહીં.
આપને જણાવી દઇએ કે ફિલ્મમાં શ્રદ્ધા કપૂર પ્રભાસની સાથે પેર બનાવતી જોવા મળશે. આ ફિલ્મ 2019માં જ રિલીઝ થવાની છે. ત્યારે ચાલો એક્શનથી ભરપૂર સાહોનું બીજુ ટીઝર જોઇ લઇએ. ટીઝર રિલીઝનાં બે કલાકની અદંર જ તેને લાખો લોકો જોઇ ચુક્યા છે.
ચાર મહિના પહેલાં પ્રભાસની 'સાહો'નું પહેલું ટીઝર રિલીઝ કરવામાં આવ્યું હતું. જેને 14 મિલિયન વ્યુઝ આવ્યા છે.
Published by:Margi Pandya
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર