એડલ્ટ સ્ટાર મિયા માલ્કોવા અને રામગોપાલ વર્માની જોડીએ આગ લગાવી, ફિલ્મ CLIMAXના ટીઝરનો વીડિયો વાયરલ

એડલ્ટ સ્ટાર મિયા માલ્કોવા અને રામગોપાલ વર્માની જોડીએ આગ લગાવી, ફિલ્મ CLIMAXના ટીઝરનો વીડિયો વાયરલ
મિયા માલ્કોવાએ ફિલ્મના ટીઝરમાં સૂકાભઠ્ઠરણ પ્રદેશમાં અભિનય કર્યો હોય તે જેવા મળે છે.

રામગોપાલ વર્માએ આગામી એક્શન થ્રિલર ફિલ્મમાં હોટ મિયા માલ્કોવાને તક આપી. ટીઝરના વીડિયોએ ઇન્ટરનેટ પર આગ લગાવી છે, જુઓ વીડિયોમાં ફિલ્મમાં ટીઝર

 • Share this:
  મુંબઈ : રંગીન મિજાઝના બૉલિવૂડના ફિલ્મ નિર્માતા રામ ગોપાલ વર્મા કાયમ વિવાદોમાં ઘેરાયેલા રહે છે. પોતાની આગવી અદાઓ અને ટ્વીટરના વિવાદ માટે જાણીતા રામગોપાલ વર્મા (Ramgopal varma)એ લૉકડાઉનમાં (Lockdown)માં ઘરોમાં રહેલા લોકોને અનુલક્ષીને એક સુપરહોટ ફિલ્મનું ટીઝર લૉન્ચ કર્યુ છે. રામગોપાપલ વર્માની આગામી થ્રિલર ફિલ્મ ક્લાઇમેક્સ (Climax)નું ટીઝર લૉન્ચ થયું છે. આ ટીઝરમાં એડલ્ટ સ્ટાર મિયા માલ્કોવા (Mia Malkova)એ આગ લગાવી છે.

  રામ ગોપાલ વર્માએ ગુરૂવારે આ ફિલ્મનું ટીઝર લૉન્ચ કર્યુ અને ત્યારબાદ ટ્વીટર પર માહિતી આપી હતી કે ક્લાઇમેક્સ એક થ્રિલર ફિલ્મ છે. આ ફિલ્મની વાર્તા એક રણપ્રદેશની છે. લૉકડાઉનમાં જ અમે આ ફિલ્મનું ટ્રેલર લૉન્ચ કરીશું.  રામગોપાલ વર્માએ હોટ મિયા માલ્કોવોના વખાણ કરતા લખ્યું કે તમે ફિલ્મમાં મિયાની એક્ટિંગ જોઈને આશ્ચર્ય ચકિત થઈ જશો. ફિલ્મનું ટીઝર આજે રજૂ કરીએ છીએ, ટ્રેલર આગામી 18મી મેના રોજ સવારે 9.30 વાગ્યા રજૂ થશે.  અમેરિકન એડલ્ટ સ્ટાર મિયા માલકોવા 2018 માં ચર્ચામાં આવી હતી, જ્યારે તેણે તેની એક ફિલ્મની તસવીરો શેર કરી હતી. 'ગોડ, સેક્સ એન્ડ ટ્રુથ' નામની આ ડોક્યુમેન્ટરી એડલ્ટ ફિલ્મનું શૂટિંગ બોલિવૂડના કન્ટેમ્પરરી ફિલ્મમેકર રામ ગોપાલ વર્માએ કર્યું છે. ત્યારબાદ મિયાએ ટ્વિટ કર્યું કે સની લિયોન પછી તે બીજી એડલ્ટ સ્ટાર છે, જેને રામ ગોપાલ વર્મા દ્વારા શૂટ કરવામાં આવ્યો છે. તે જ સમયે, રામ ગોપાલ વર્મા અને મિયા માલકોવા ફરી એક વાર ફિલ્મ 'ક્લાઇમેક્સ' વિશે ચર્ચામાં છે.

  રામ ગોપાલ વર્માએ 'સત્ય', 'ભૂત', 'સરકાર', 'કંપની' જેવી ઘણી ફિલ્મો બનાવી છે. રામગોપાલ વર્માએ બોલિવૂડના ઘણા કલાકારો સાથે કામ કર્યું છે. તેઓ સોશિયલ મીડિયા પર કંઈક લખતા રહે છે, જેના કારણે તેઓ હેડલાઇન્સ બનાવતા રહે છે. ગયા મહિને, તેણે લોકોને એ કહીને એપ્રિલ ફૂલ્સ બનાવ્યા કે તેમને કોરોના વાયરસ થયો છે. તે પછી ટૂંક સમયમાં જ તેણે બીજી ટ્વીટ કરી કે તે એપ્રિલ ફૂલની મજાક છે અને માફી પણ માંગી છે. આ પછી તેને સોશિયલ મીડિયા પર ટ્રોલ કરવામાં આવ્યો હતો.

   
  Published by:News18 Gujarati
  First published:May 15, 2020, 09:23 am

  ટૉપ ન્યૂઝ