Home /News /entertainment /

SOS Kolkataમાં એક સાથે જોવા મળશે નુસરત જહાં અને મિમી ચક્રવર્તી, જુઓ ટિઝર VIDEO

SOS Kolkataમાં એક સાથે જોવા મળશે નુસરત જહાં અને મિમી ચક્રવર્તી, જુઓ ટિઝર VIDEO

નુસરત જહાં અને મિમી ચક્રવર્તી

નુસરત જહાં (Nusrat Jahan) મિમી ચક્રવર્તી (Mimi Chakraborty), એના સાહા અને યશ સ્ટાર SOS Kolkata, 17 ઓક્ટોબરનાં રિલીઝ થશે, પણ બંગાળી ફિલ્મોનાં દર્શકોમાં આ માટે ભારે ક્રેઝ અત્યારથી જ જોવા મળી રહ્યો છે.

    એન્ટરટેઇનમેન્ટ ડેસ્ક: બંગળી ફિલ્મોની પ્રખ્યાત એક્ટ્રેસ અને TMC સાંસદ નુસરત જહાં (Nusrat Jahan) અને મિમી ચક્રવર્તી (Mimi Chakraborty) હાલમાં ભારે ચર્ચામાં છે. બંગાળી ફિલ્મ એસઓએસ કોલકાતા (SOS Kolkata)માં તે એક સાથે નજર આવશે. ફિલ્મનું ટીઝર રિલીઝ થઇ ગયુ છે. અને દર્શકો પણ તેને ખુબ પસંદ કરી રહ્યાં છે.

    ફિલ્મમાં નુસરત જહાં અને મિમી ચક્રવર્તી ઉપરાંત બંગાળી ફિલ્મોનો સુપરસ્ટાર યશ પણ નજર આવશે. SOS Kolkataનાં ટિઝરમાં નુસરત પોલીસનાં કપડાંમાં ધાકડ અંદાજમાં જોવા મળી રહી છે. તો મિમીનો લૂક સૌનું ધ્યાન ખેંચી રહ્યો છે.




    મિમી ચક્રવર્તી, નુસરત જહાં અને યશ સ્ટાર SOS Kolkata 17 ઓક્ટોબરનાં રિલીઝ થશે. પણ બંગાળી ફિલ્મોનાં દર્શકોમાં આ માટે ભારે ક્રેઝ અત્યારથી જ જોવા મળી રહ્યો છે. TMC સાંસદ અને એક્ટ્રેસ નુસરત જહાં એ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ રિલીઝ થશે. જે બાદ ફિલ્મ વિવાદોમાં ઘેરાઇ ગઇ છે.

    આ પણ વાંચો- PHOTOS: બચ્ચા યાદવ બન્યો અરનબ તો કપિલ શર્મા બન્યો સિદ્ધુ જુઓ તેમની મજેદાર કોમેડી

    સોશિયલ મીડિયા પર ફિલ્મ પર પ્રતિબંધ લગાવવાની માંગ ઉઠઈ છે. ખરેખરમાં, નુસરત જહાંનું એક નિવેદન બાદ ફિલ્મ અંગે બબાલ મચી ગઇ છે. જે બાદ હવે તેનાં પર પ્રતિબંધની માંગ ઉઠી રહી છે.

    હાલમાં જ નુસરત જહાં તેની કેટલીક તસવીરોને કારણે નિશાના પર હતી. જેમાં તે દેવી દુર્ગાનાં અવતારમાં નજર આવી હતી. ઉલ્લેખનીય છે કે, અંશુમન પ્રત્યુશ SOS કોલકત્તાનાં ડિરેક્ટર છે. અને પ્રત્યુસ પ્રોડક્શન્સ અને જેરેક પ્રોડક્શન તેનાં પ્રોડ્યુસર છે.
    Published by:Margi Pandya
    First published:

    Tags: Nusrat Jahan, Teaser

    આગામી સમાચાર

    विज्ञापन
    विज्ञापन
    विज्ञापन