'બાલા'ની આખી ટીમે શેર કરી આ Funny તસવીર

News18 Gujarati
Updated: November 10, 2019, 12:36 PM IST
'બાલા'ની આખી ટીમે શેર કરી આ Funny તસવીર

  • Share this:
ન્યૂઝ18 ગુજરાતી: સોશિયલ મીડિયા પર હમેશાં કંઇને કંઇ વાયરલ થતું રહે છે. ઘણી વખત તો નાની અમથી વાત પણ સોશિયલ મીડિયાનાં માધ્યમથી વાયરલ થઇ રહ્યું છે. હાલમાં જ આવું જ કઇ ટીમ 'બાલા' દ્વારા શેર કરવામાં આવ્યું જે જોત જોતામાં વાયરલ થઇ ગયું છે. સોશિયલ મીડિયા પર આયુષ્માન ખુરાના, યામી ગૌતમ અને ભૂમિ પેડનેકર ત્રણેય લીડ એક્ટર્સ દ્વારા આ તસવીર તેમનાં ઇન્સ્ટાગ્રામ પેજ પર શેર કરવામાં આવી છે.

આ તસવીરમાં એક વૃદ્ધ જે ટાલીયો છે તે સાઇકલ પર જઇ રહ્યો છે. અને એવી ક્ષણે આ તસવીર લેવામાં આવી છે જે જોઇને એમ લાગે કે, તે 'બાલા' ફિલ્મનાં પોસ્ટર પર યામીને કિસ કરી રહ્યો છે.

આ તસવીર શેર કરતાંની સાથે જ આયુષ્માન ખુરાનાએ લખ્યું છે, 'આજે આ ફિલ્મ મારી નથી.. આપની છે. આ કહાની ફક્ત #Balaની નથી. તે તમામ બાલા જેવાં રસ્તા પર ચાલતા લોકોની છે જે પોતાની જ તલાશમાં છે. આપ સૌનાં આટલાં પ્રેમ માટે આભાર.'

યામી ગૌતમે તસવીર શેર કરતાં લખ્યું છે કે, #બાલા... નામ તો હવે સૌએ સાંભળી જ લીધુ હશે.. ટીમ બાલા તમારા સૌનાં પ્રેમ અને સપોર્ટ બદલ આભાર માને છે. આ તસવીરે મને ગાંડી કરી દીધી છે.
ભૂમિ પેડનેકરે આયુષ્માનની જ સ્ટોરી રી પોસ્ટ કરી છે. અને સાથે #બાલા લખ્યું છે.
વેલ ફિલ્મ તો રિલીઝ થતાની સાથે જ છવાઇ ગઇ છે. ફિલ્મની માઉથ પબ્લિસિટી પણ એટલી જ વધારે છે. આ સાથે જ ફિલ્મે પહેલાં દિવસે 10.15 કરોડ રૂપિયાની કમાણી પણ કરી લીધી છે. ત્યારે ફિલ્મની ટીમ દ્વારા શેર કરવામાં આવેલી આવી Funny તસવીર દર્શકોને વધુ એન્ટરટેઇન કરી રહી છે.
First published: November 10, 2019
વધુ વાંચો
अगली ख़बर
corona virus btn
corona virus btn
Loading