Home /News /entertainment /

આ અભિનેત્રીનો બાળપણનો ફોટો થયો વાયરલ, શું તમે કહી શકશો તેનું નામ?

આ અભિનેત્રીનો બાળપણનો ફોટો થયો વાયરલ, શું તમે કહી શકશો તેનું નામ?

મુનમુન દત્તાનો બાળપણનો ફોટો (ફોટો ક્રેડિટ - :mmoonstar/instagram)

તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા (Tarak Mehta Ka Ooltah Chashmah) શોના તમામ પાત્રો એકબીજાથી ખૂબ જ અલગ છે અને સિરિયલના બાકીના પાત્રોની તુલનામાં પ્લોટ પણ અનોખો છે. એટલા માટે તે દાયકાઓથી દર્શકોની પ્રિય છે.

    નવી દિલ્હી: 'તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા' (Tarak Mehta Ka Ooltah Chashmah) સૌથી લોકપ્રિય ટીવી શોમાંથી એક છે. આ શોના દરેક કલાકારો ખૂબ જ લોકપ્રિય છે અને દર્શકોમાં ખૂબ જ પસંદ કરવામાં આવે છે. શોના તમામ પાત્રો એકબીજાથી ખૂબ જ અલગ છે અને સિરિયલના બાકીના પાત્રોની તુલનામાં પ્લોટ પણ અનોખો છે. એટલા માટે તે દાયકાઓથી દર્શકોની પ્રિય છે.

    દર્શકો શોના દરેક સ્ટારની તસવીરો જોવાનું પસંદ કરે છે. તો, શોના સ્ટારની તસવીર આ દિવસોમાં ફેન્સમાં ઝડપથી વાયરલ થઈ રહી છે. આ અભિનેત્રીને ઓળખવી એટલી સરળ નથી. વાયરલ તસવીરમાં આ છોકરી લાલ સલવાર સૂટમાં જોવા મળી રહી છે. વાસ્તવમાં આ અભિનેત્રી બીજું કોઈ નહીં પણ મુનમુન દત્તા (Munmun Dutta) છે. મનમુન દત્તા તારક મહેતા કા ઉલ્ટા ચશ્મામાં બબીતા ​​જી (Babitaji) નો રોલ કરી રહી છે.

    આ તસવીર જોઈને તમે પણ કહેશો કે, આ છોકરી બાળપણમાં જેટલી ક્યુટ લાગી રહી હતી, તેટલી જ આજે ગ્લેમરસ બની ગઈ છે. વાસ્તવમાં મુનમુન દત્તાએ આ તસવીર ઘણા સમય પહેલા સોશિયલ મીડિયા પર શેર કરી હતી, પરંતુ હવે તે વધુ એક વખત વાયરલ થઈ રહી છે. તમને જણાવી દઈએ કે, 2018માં તેના પિતાનું અવસાન થયું હતું, જેના કારણે તે ખૂબ જ દુઃખી થઈ હતી. તેના ફેન્સ તેની ક્યૂટનેસના જોરદાર વખાણ કરી રહ્યા છે.



    મુનમુન દત્તા વાસ્તવિક જીવનમાં ખૂબ જ બોલ્ડ અને સુંદર છે. તે સોશિયલ મીડિયા પર ઘણી એક્ટિવ રહે છે. તે અવારનવાર ફેન્સ માટે પોતાની તસવીરો પણ શેર કરતી રહે છે. હાલમાં જ તેમણે મુંબઈમાં પોતાનું ઘર લીધું હતું, જેને લઈને તે ઘણી ચર્ચામાં પણ રહી હતી. મુનમુન દત્તાએ પોતાનું ઘર જાતે ડિઝાઇન કર્યું છે.

    આ પણ વાંચોHunarbaaz : ભારતી સિંહે પોતાને ભારતની પ્રથમ ગર્ભવતી એન્કર ગણાવી, કહ્યું- 'એક ફીમાં 2 લોકો કરી રહ્યા નોકરી'

    તમને જણાવી દઈએ કે, મુનમુન દત્તા પણ હાલમાં જ બિગ બોસમાં જોવા મળી હતી. મુનમુન દત્તા આ શોમાં ચેલેન્જર તરીકે જોવા મળી હતી. તેના સિવાય સુરભી ચાંદના, આકાંક્ષા પુરી અને વિશાલ સિંહને પણ ચેલેન્જર્સ તરીકે જોવામાં આવી હતી.
    Published by:kiran mehta
    First published:

    Tags: Bollywood Latest News, Bollywood News in Gujarati, Munmun Dutta, Tarak Mehta ka Oolatah chashma

    આગામી સમાચાર