Home /News /entertainment /

'તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા'ની 'બબીતાજી'ને જ્યારે એક વ્યક્તિએ જાહેરમાં જ પૂછ્યો એક રાતનો ભાવ...

'તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા'ની 'બબીતાજી'ને જ્યારે એક વ્યક્તિએ જાહેરમાં જ પૂછ્યો એક રાતનો ભાવ...

જ્યારે બબિતાજીને પુછ્યો એક રાતનો ભાવ

Taarak Mehta Ka Ooltah Chashmah: તારક મહેતા કા ઉલ્ટા ચશ્મામાં બબીતાજીનું (Babitaji) પાત્ર ભજવનારી મુનમુન દત્તા (Munmun Dutta) સાથે હાલમાં અણછાજતી ઘટના બની ગઇ. એક વ્યક્તિએ જાહેરમાં તેમને એવો સવાલ કરી દીધો કે મુનમુન દત્તાનો પિત્તો છટકી ગયો. તે વ્યક્તિએ તેને જાહેરમાં એક રાતનો ભાવ પૂછી લીધો.

વધુ જુઓ ...
    એન્ટરટેઇનમેન્ટ ડેસ્ક: ટીવી શો તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા (Taarak Mehta Ka Ooltah Chashmah)નાં પાત્રો લોખો દિલોમાં રાજ કરે છે. તેમાં પણ કેટલાંક પાત્રો તો ખાસ છે જેમાંનું એક છે બબીતાજી. તે ન માત્ર જેઠાલાલનાં દિલમા રાજ કરે છે પણ તેની ફેનફોલોઇંગ પણ ઘણી જ મોટી છે. બબીતાજીની ભૂમિકા ભજવનારી અભિનેત્રી મુનમુન દત્તા સોશિયલ મીડિયા પર ખુબ એક્ટિવ રહે છે. છાશવારે પોતાના ફોટા અને વીડિયો શેર કરે છે. પરંતુ અનેકવાર અભદ્ર કમેન્ટનો પણ સામનો કરવો પડે છે.

    થોડા સમય પહેલાં જ મુનમુન દત્તાનો એક વીડિયો વાયરલ થયો હતો- મુનમુન દત્તા ઉર્ફે બબીતાજીએ ગત વર્ષે 9 મેના રોજ તેની યુટ્યુબ ચેનલ પર એક વીડિયો પોસ્ટ કર્યો હતો અને અનુસૂચિત જાતિ સમાજ વિશે અપમાનજનક ટિપ્પણી કરી હતી. જેના વિશે દલિત અધિકાર કાર્યકર્તા અને વકીલ રજત કલ્સને હાંસી શહેરના પોલીસ સ્ટેશનમાં 13 મેના રોજ SC/ST એક્ટની કલમો હેઠળ ફરિયાદ દાખલ કરાવી હતી. હરિયાણામાં હાંસી ઉપરાંત ઉત્તર પ્રદેશ, મહારાષ્ટ્ર, દિલ્હી, રાજસ્થાન અને મધ્ય પ્રદેશમાં પણ મુનમુન દત્તા વિરુદ્ધ FIR નોંધવામાં આવી હતી.

    બબીતાજીનો જડબાતોડ જવાબ


    તારક મેહતા કા ઉલ્ટા ચશ્મામાં બબીતાનો કિરદાર નિભાવતી મુનમુન દત્તા (Munmun Dutta)એ પણ વર્ષ 2021માં એક વીડિયોમાં જાતિસૂચક શબ્દનો પ્રયોગ કર્યો હતો. ત્યારબાદ તે સમાચારોમાં છવાઈ હતી. વીડિયો વાયરલ થયા પછી અભિનેત્રી વિરુધ્ધ હરિયાણામાં SC/ST એક્ટ અંતર્ગત બિનજામીનપાત્ર ધારાઓ હેઠળ FIR થઈ હતી. વિવાદ વકરતા અભિનેત્રીએ સાર્વજનિક રીતે માફી પણ માંગી હતી.

    ટપ્પુ સાથે નામ જોડાતા આવી હતી ચર્ચામાં- શોમાં ટપ્પુનું પાત્ર ભજવતા રાજ અનડકટને ડેટ કરતી હોવાની વાતથી ચર્ચાઓ જાગી હતી. રાજ અને મુનમુન વચ્ચે 9 વર્ષનો ફરક છે. જોકે બાદમાં બંનેએ આ સમાચાર ખોટા હોવાનું જણાવ્યું હતું. પણ આ મુદ્દો સોશિયલ મીડિયા પર ખુબજ ચર્ચાયો હતો.
    Published by:Margi Pandya
    First published:

    Tags: Babitaji, Munmun Dutta, Taarak Mehta Ka Ooltah Chashmah, TMKOC

    विज्ञापन

    विज्ञापन

    આગામી સમાચાર

    विज्ञापन
    विज्ञापन