તારક મેહતા.. ની દયાબેનનો ગ્લેમરસ અવાતર થઇ રહ્યો છે VIRAL, જુઓ Funny Video

તારક મેહતા.. ની દયાબેનનો ગ્લેમરસ અવાતર થઇ રહ્યો છે VIRAL, જુઓ Funny Video
(photo credit: instagram/@dishavakanioffcal)

દિશા વાકાણી (Disha Vakani)નાં આ વીડિયો પર ફેન ખુબજ પ્રતિક્રિયા આપી રહ્યાં છે. કારણ કે આ વીડિોયમાં દિશા ખુબજ અલગ અને મોર્ડન અવતારમાં નજર આવી રહી છે. જે તેનાં ફેન્સ માટે સરપ્રાઇઝિંગ છે.

  • Share this:
    એન્ટરટેઇનમેન્ટ ડેસ્ક: ટીવી એન્ટરટેઇમેન્ટ ઇન્ડસ્ટ્રીનાં સૌથી લોકપ્રિય શોમાંથી એક 'તારક મેહતા કા ઉલ્ટા ચશ્મા' (Taarak Mehta Ka Ooltah Chashmah) ને 12 થી વધુનો સમય થઇ ગયો છે. તાતરક મેહતાનો પહેલો એપિસોડ વર્ષ 2008માં રિલીઝ થયો હતો. આજે આ સૌનો પસંદીદા શો બની ગયો ચે. આ શોનાં કિરદાર પણ લોકોનાં દિલમાં ખાસ જગ્યા બનાવી છે. શોનાં નાનાથી લઇ મોટા કિરદાર સુધી દર્શકોને ખુબજ પસંદ છે. પણ, જ્યાં વાત શોની 'દયાબેન' એટલે કે દિશા વાકાણી (Disha Vakani)ની આવે છે. તો ફેન્સની ખુશી જોવા લાયક હોતી હતી.

    દિશા વાકાણી ગત લાંબા સમયથી 'તારક મેહતા કા ઉલ્ટા ચશ્મા'થી દૂરી બનાવી દીધી છે. પણ, આજે દર્શકો તેની આતુરતાથી શોમાં પરત આવવાનો ઇન્તેઝાર કરે છે. આ વચ્ચે દિશા વાકાણીએ એક વીડિયો સોશિયલ મીડિયા પર ઘણો પસંદ કરવામાં આવી રહ્યો છે. દિસા વાકાણીએ આ વીડિયો પર ફેન્સ પ્રતિક્રિયા આપી રહ્યાં છે. કારણકે આ વીડિયોમાં દિશા ખુબજ અલગ અને મોર્ડન અવતારમાં નજર આવી રહી છે. જે તેનાં ફેન્સ માટે થોડો સરપ્રાઇઝિંગ છે.





    ખરેખરમાં વીડિયોને ફેસ એપની મદદથી એડિટ કરવામાં આવ્યો છે. જેમાં દિશા વાકાણી હોલિવૂડ ફિલ્મનાં ફિક્શનલ કેરેક્ટર Harley Quinnનાં અવાતરમાં નજર આવી રહી છે. સ્ટાઇલ અને વિદેશી અંદાજમાં દયાબેનને જોઇ તેનાં ફેન્સ તેનાં વખાણ કરતાં અટકાઇ રહ્યાં નથી. ઘણાં યૂઝર્સે કમેન્ટ કરતાં દિશા વાકાણીને અસલ જીવનમાં આ રૂપમાં જોવાની ઇચ્છા જાહેર કરી છે.
    Published by:Margi Pandya
    First published:Invalid date

    ટૉપ ન્યૂઝ