Home /News /entertainment /‘તારક મહેતા...’ ના ‘કોમલ ભાભી’ ક્યારેક દેખાતા હતા સ્લિમ ટ્રીમ, જૂના ફોટો જોઈ પ્રશંસકોને થયું આશ્ચર્ય

‘તારક મહેતા...’ ના ‘કોમલ ભાભી’ ક્યારેક દેખાતા હતા સ્લિમ ટ્રીમ, જૂના ફોટો જોઈ પ્રશંસકોને થયું આશ્ચર્ય

અંબિકાની એક તસવીર સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થઈ રહી છે (Instagram/@hansmukhi)

Tarak Mehta Ka Ooltah Chashmah - અભિનેત્રી અંબિકા રંજનકર સોશિયલ મીડિયા પર ખૂબ જ એક્ટિવ રહે છે

મુંબઈ : ટીવીના લોકપ્રિય કોમેડી શો 'તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા' (Tarak Mehta Ka Ooltah Chashmah) નું દરેક પાત્ર પોતાનામાં ખૂબ જ ખાસ છે. આ પાત્રો ભજવતા કલાકારો તેમના વાસ્તવિક નામો કરતાં પાત્રના નામથી વધુ જાણીતા અને લોકપ્રિય બન્યા છે. આ ટીવી શોના દરેક પાત્રની અલગ-અલગ ફેન ફોલોઈંગ છે. આવું જ એક પાત્ર છે 'કોમલ ભાભી' (Komal Bhabhi) નું. શોમાં આ ભૂમિકા અભિનેત્રી અંબિકા રંજનકરે (Ambika Ranjankar) ભજવી રહ્યા છે. આ દિવસોમાં અંબિકાની એક તસવીર સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થઈ રહી છે. આ ફોટો જોઈને તમે વિશ્વાસ નહીં કરી શકો કે આ ફોટોમાં જે દેખાઈ રહી છે તે બધાની ફેવરિટ 'કોમલ ભાભી' છે!

કોમલ ભાભીની તસ્વીર જોઈને પ્રશંસકો પણ છે આશ્ચર્યમાં

અભિનેત્રી અંબિકા રંજનકર સોશિયલ મીડિયા પર ખૂબ જ એક્ટિવ રહે છે. તે અવારનવાર ઓફિશિયલ ઈન્સ્ટાગ્રામ પર પોતાની તસવીરો અને વીડિયો શેર કરતી રહે છે. તેમના પ્રશંસકો પણ તેમની પોસ્ટની આતુરતાથી રાહ જોતા હોય છે. થોડા સમય પહેલા અંબિકાએ તેના કોલેજના દિવસોની સુંદર તસવીર (Ambika Ranjankar College Days Photo) ઈન્સ્ટાગ્રામ પર પોસ્ટ કરી હતી. આ તસવીર જોઈને તેના પ્રશંસકો આશ્ચર્યચકિત થઈ ગયા છે. પ્રશંસકોને વિશ્વાસ નથી થતો કે આ તસવીર કોમલ ભાભીનું પાત્ર ભજવતી અંબિકા રંજનકરની જ છે. આ ફોટોમાં અંબિકા ખૂબ જ સુંદર લાગી રહી છે. તે ખૂબ જ સ્લિમ દેખાઈ રહી છે. તેના પ્રશંસકો આ તસવીર પર પ્રેમ વરસાવી રહ્યા છે.

આ પણ વાંચો - તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા : જેઠાલાલે દયાનો હાથ પકડીને કર્યો ડાન્સ, VIDEO જોઈ યાદોમાં ખોવાઈ જશો?

કોલેજ ફ્રેન્ડ્સ સાથે આજે પણ કરે છે મસ્તી

અંબિકા રંજનકરનો આ ફોટો એ સમયનો છે જ્યારે તે કોલેજમાં અભ્યાસ કરતી હતી. આ ફોટામાં અભિનેત્રીએ સલવાર કમીઝ પહેરી છે અને સાથે જ તેના માથા પર દુપટ્ટો પણ રાખ્યો છે. તેણે પોતાના કેપ્શનમાં કોલેજના દિવસોને યાદ કર્યા છે. તેમના કેપ્શનથી જાણી શકાય છે કે અંબિકા મુંબઈની મીઠીબાઈ કોલેજમાં ભણતી હતી અને તેના મિત્રો સાથે ખૂબ જ મસ્તી કરતી હતી. અંબિકા રંજનકર હજુ પણ તેના કોલેજના મિત્રો સાથે સંપર્કમાં છે.

અંબિકા રંજનકરનો આ ફોટો એ સમયનો છે જ્યારે તે કોલેજમાં અભ્યાસ કરતી હતી (તસવીર - Instagram/@hansmukhi))


ઈન્સ્ટાગ્રામ પર છે 900 થી વધુ પોસ્ટ

ઈન્સ્ટાગ્રામ પર અંબિકાનું ઓફિશિયલ એકાઉન્ટ હસમુખીના નામે છે. તેમણે પોતાની પ્રોફાઈલ પર 900થી વધુ પોસ્ટ કરી છે. જેમાંથી મોટા ભાગની પોસ્ટ તારક મહેતા કા ઉલ્ટા ચશ્માના સેટ પરની છે. ઘણી વખત તે પોતાની પ્રોફાઈલ પર પોતાની જૂની તસવીરો પણ શેર કરે છે. તેના ત્રણ લાખથી વધુ ફોલોવર્સ છે. આ સિવાય તે પોતે 750 થી વધુ લોકોને ફોલો કરે છે.

ફિલ્મોમાં પણ કરી ચૂક્યા છે કામ

2001માં આવેલી ફિલ્મ યે તેરા ઔર યે મેરા ઘરથી તેમણે બોલિવૂડમાં ડેબ્યૂ કર્યો હતો. આ સાથે તે 2008માં આવેલી કોમેડી ફિલ્મ 'બાપ કમાઈ ઝિંદાબાદ'માં પણ જોવા મળી હતી. મહારાષ્ટ્રમાં જન્મેલી અંબિકાએ ટોલીવુડમાં પણ કામ કર્યું છે. સાથે જ તમને જણાવી દઈએ કે તે એકતા કપૂરના ફેમસ ટીવી શો 'કસમ સે'નો પણ ભાગ રહી ચૂકી છે.
Published by:Ashish Goyal
First published:

Tags: Entertainment, Tarak mehta ka ooltah chashmah

विज्ञापन

ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

વધુ વાંચો
विज्ञापन
विज्ञापन
विज्ञापन