Home /News /entertainment /'તારક મહેતા'ની સોનૂએ ભૂલથી શેર કરી દીધો પોતાનો આવો વીડિયો, ઇન્ટરનેટ પર વારંવાર જોઇ રહ્યાં છે લોકો

'તારક મહેતા'ની સોનૂએ ભૂલથી શેર કરી દીધો પોતાનો આવો વીડિયો, ઇન્ટરનેટ પર વારંવાર જોઇ રહ્યાં છે લોકો

નિધિ ભાનુશાલીનો વીડિયો વાયરલ

Nidhi Bhanushali : હાલ શૉની સોનૂની કેટલીક તસવીરો સામે આવી છે. જેમાં નિધિ ભાનુશાલી પોતાની રિયલ લાઇફ પર્ફોર્મન્સથી સોશિયલ મીડિયા પર તહેલકો મચાવી રહી છે.

Taarak Mehta Ka Ooltah Chashmah : તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા કોમેડી શો ટેલિવિઝન પર ખૂબ જ પોપ્યુલર છે. શોની ઘણી મોટી ફેન ફોલોઇંગ છે. આ શોના ઘણા દર્શકો દરેક પાત્રના વ્યક્તિત્વનો આનંદ માણે છે. ફેન્સ શોના કિરદારોના નામે દરેક એક્ટરને તેમનું સાચું નામ જાણ્યા વિના ઓળખે છે, તાજેતરમાં હાઇ રેટિંગ મેળવનાર શો 'તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા' નું રેટિંગ હવે ધીમે ધીમે નીચે આવી રહ્યું છે. તમને જણાવી દઈએ કે આ કોમેડી શોની ટીઆરપી (ટેક્નિકલ રેટિંગ પોઈન્ટ) સતત ઘટી રહી છે. આ પાછળ તેના કિરદારોનો હાથ છે.

એક પછી એક શૉના ફેમસ કિરદારો શૉને અલવિદા કહી રહ્યાં છે. આ જ કારણે શૉની ફેન ફોલોઇંગ ઘટી રહી છે. મુનમુન દત્તા અને શૈલેષ લોઢા સહિત અનેક કલાકારોએ આ શૉ છોડી દીધો છે. તેમાં ભવ્ય ગાંધી અને નિધિ ભાનુશાલીનું નામ પણ સામેલ છે.




આ પણ વાંચો :  લગ્ન પહેલા જ પ્રેગનેન્ટ હતી રણબીર કપૂરની પત્ની? આલિયાની બહેને કર્યો આ મોટો ખુલાસો

તમને જણાવી દઇએ કે હાલ શૉની સોનૂની કેટલીક તસવીરો સામે આવી છે. જેમાં નિધિ ભાનુશાલી પોતાની રિયલ લાઇફ પર્ફોર્મન્સથી સોશિયલ મીડિયા પર તહેલકો મચાવી રહી છે.




નિધિ ભાનુશાલી સોશિયલ મીડિયા પર ઘણી એક્ટિવ છે અને તે પોતાની શાનદાર તસવીરો સોશિયલ મીડિયા પર પોસ્ટ કરતી રહે છે. જેને ફેન્સ ખૂબ જ પસંદ કરે છે. ઘણા ફેન્સ તેની જૂની પોસ્ટ્સ પણ લાઇક કરી રહ્યાં છે. નિધિ ભાનુશાલીના વીડિયો પણ સોશિયલ મીડિયા પર ચર્ચામાં રહે છે. તેનો એક વીડિયો હાલ સોશિયલ મીડિયા પર તહેલકો મચાવી રહ્યો છે.

આ પણ વાંચો : અક્ષરા સિંહે હૉટ સાડીમાં વિખેર્યો હુસ્નનો જાદુ, એકલામાં જોજો એક્ટ્રેસનો સૌથી બોલ્ડ અવતાર

જણાવી દઇએ કે નિધિએ આ વીડિયો પોતાના ઓફિશિયલ ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર શેર કર્યો છે. પોતાના આ વીડિયો સાથે એક્ટ્રેસ પોતાનો બોલ્ડ અને હૉટ અંદાજ બતાવી રહી છે. બ્લૂ અને પિંક લાઇટમાં નિધિ પોતાના ખૂબસૂરત અવાજમાં ગાઇ રહી છે. તેનો લુક શાનદાર છે. હાલ એક્ટ્રેસ સૉન્ગ 'તુ બોલે'ને લઇને ખૂબ જ ચર્ચામાં છે. તેના આ વીડિયો પર ફેન્સ રિએક્ટ કરી રહ્યાં છે. કેટલાંક ફેન્સ કહી રહ્યાં છે કે તે સિંગર તરીકે વધુ સફળતા મેળવી શકે તેમ છે. તેના આ વીડિયો પર ફેન્સ કમેન્ટ્સ અને લાઇક્સનો વરસાદ કરી રહ્યાં છે.



સાથે જ તેના લુક્સની વાત કરીએ તો એક્ટ્રેસ નિધિ ભાનુશાલીના હેર ઓપન છે. વાયરલ વીડિયોમાં એક્ટ્રેસ સ્ટનિંગ લાગી રહી છે. ફેન્સ તેની બધી જ પોસ્ટ પસંદ કરે છે અને જોતજોતામાં જ તે વાયરલ થઇ જાય છે.
First published:

Tags: Latest viral video, Nidhi bhanushali, Tarak Maheta ka Ulta chasma, Tarak Mehta

विज्ञापन

ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

વધુ વાંચો વધુ વાંચો