Home /News /entertainment /TMKOC: તારક મહેતા...ના સ્ટાર એક ટાઈમે ચાલીમાં રહેતા, કોલેજની છોકરીઓ સામે શરમ આવે એવુ કામ કરતાં, આજે દેશભરમાં છે પ્રખ્યાત

TMKOC: તારક મહેતા...ના સ્ટાર એક ટાઈમે ચાલીમાં રહેતા, કોલેજની છોકરીઓ સામે શરમ આવે એવુ કામ કરતાં, આજે દેશભરમાં છે પ્રખ્યાત

tarak maheta ka ooltah chashma

TARAK MAHETA KA OOLTAH CHASHMA: TMKOC સિરિયલમાં પોપટલાલનું પાત્ર ભજવનાર અભિનેતા શ્યામ પાઠકને લાખો લોકો પ્રેમ કરે છે. આપણામાંથી અમુકને જ ખબર હશે કે એક સમયે શ્યામ ગરીબ સેલ્સમેન હતા.

  TARAK MAHETA KA OOLTAH CHASHMA: છેલ્લા દોઢ દાયકાથી ભારતને દરેક ઘરમાં ક્યારેક ને ક્યારેક સ્મિત નહીં, પરંતુ હાસ્યનું મોજું ફેલાવી રહેલ તારક મહેતા કા ઉલ્ટા ચશ્માએ દરેકના માનસપટ પર એક અલગ છાપ ચોક્કસથી છોડી જ હશે. તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા સિરિયલ જેટલી પ્રખ્યાત છે, તેના પાત્રો તેના કરતા પણ વધુ લોકપ્રિય છે, પરંતુ આ પ્રસિદ્ધિ મેળવવા માટે તેમણે ઘણી મહેનત પણ કરી છે. 2008માં શરૂ થયેલ સૌથી લાંબો સમયથી ચાલતા સિટકોમ તારક મહેતાના સ્ટાર્સ દરેકને પસંદ છે. દયાભાભીથી લઈને અબ્દુલ, તારક મહેતા, ભીડે, ટપુ અને પત્રકાર પોપટલાલ આ સીરિયલના અનોખા કેરેક્ટર છે. સ્વાભાવિક છે કે તેમની સંઘર્ષગાથા પણ એટલી જ અનોખી હશે.

  સિરિયલમાં પોપટલાલનું પાત્ર ભજવનાર અભિનેતા શ્યામ પાઠકને લાખો લોકો પ્રેમ કરે છે. આપણામાંથી અમુકને જ ખબર હશે કે એક સમયે શ્યામ ગરીબ સેલ્સમેન હતા. તેમનામાં અભિનયની અદ્દભુત આવડત હતી, આ આવડતની સાથે પોતાની મહેનત અને પ્રતિભાને કારણે આજે તેઓ આ લેવલે પહોંચ્યા છે. શ્યામે ખુદ પોતાના આ જીવનસફર વિશે જણાવ્યું કે કઈ રીતે તેમણે પોતાનો પથ નક્કી કર્યો અને આ પ્રસિદ્ધિ મેળવી.

  SHYAM PATHAK PATRAKAR POPATLAL
  SHYAM PATHAK PATRAKAR POPATLAL


  મુંબઈના ઘાટકોપરમાં જન્મેલા શ્યામ પાઠકે જીવનના 25 વર્ષ ગરીબીમાં વિતાવ્યા હતા. શ્યામે જણાવ્યું કે તેમને અભિનય કરવાનો વિચાર કેવી રીતે આવ્યો. શ્યામે જણાવ્યું કે, બાળપણમાં તેઓ બાળ સંસ્કાર કાર્યક્રમમાં જતા હતા. જ્યાં દર વર્ષે એક નાટક ભજવાતું હતું. આ નાટકમાં મારી પસંદગી મુખ્ય ભૂમિકાના પાત્ર માટે કરવામાં આવી હતી. હું 6-7 વર્ષનો હતો, લોકો મારા માટે તાળીઓ પાડતા હતા, મારા અભિનયના ખૂબ વખાણ કરતા હતા. આ જ સમયે આ વાત મારા મનમાં ઘર કરી ગઈ અને મારી અંદર આ સપના સમો છોડ ફૂટી નીકળ્યો કે મારે એક્ટર બનવું જોઈએ.

  શ્યામે કહ્યું કે હું શાળામાં ખૂબ જ સક્રિય હતો, એટલું જ નહીં હું શાળાનું પ્રતિનિધિત્વ પણ કરતો હતો. કોઈપણ કાર્યક્રમમાં હું સ્કૂલને રીપ્રેઝન્ટ કરતો હતો, પરંતુ હું કોલેજમાં આવ્યો ત્યારે મારે ભણતરની સાથે નોકરી પણ કરવી પડી. મારા ઘરની હાલત સારી ન હતી, ખર્ચા પૂરા કરવા માટે કમાવું જરૂરી હતું. મને કપડાંની દુકાનમાં સેલ્સમેન તરીકે નોકરી મળી. મેં બીજા ઘણા પ્રકારના કામ કર્યા પણ સેલ્સમેન તરીકે મેં જે કામ કર્યું તે ખૂબ વખણાયું. દુકાનના માલિકે એક નિયમ બનાવ્યો હતો કે જે પણ ગ્રાહક આવશે તેને પહેલા હું અટેન્ડ કરીશ. આ ગર્વની વાત હતી, પરંતુ ક્યારેક તેમાં મારી બેઈજ્જતી પણ થતી હતી, કારણ કે કોલેજની ઘણી છોકરીઓ માતા-પિતા સાથે ત્યાં ખરીદી કરવા આવતી અને મને ત્યાં કામ કરતી જોતી હતી.

  ચાર્ટર્ડ એકાઉન્ટન્ટથી બન્યો અભિનેતા

  શ્યામે કહ્યું- મારી માતા ઈચ્છતી હતી કે હું ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ બનું. મેં CA માટે તૈયારી પણ કરી પણ મનમાં ક્યાંક ને ક્યાંક એક્ટર બનવાની ઈચ્છા રહી ગઈ હતી. હું મારા કામ માટે ઈન્કમટેક્સ ઓફિસ જતો પછી મેં તેની બાજુમાં નેશનલ સેન્ટર ઓફ પરફોર્મિંગ આર્ટનું બોર્ડ જોયું. તેથી મેં મહામુસીબતે હિંમત એકઠી કરી અને અંદર જઈને વાર્ષિક રૂ. 25નું લવાજમ (Subscription) લીધું. આ જ સ્થળેથી મારું સ્વપ્ન ફરી ઉગવા માંડ્યું, જાણે ઉડવા જ માંડ્યું.

  હું એવા સમાજમાંથી આવું છું, જ્યાં જો હું કહું કે મારે એક્ટર બનવું છે તો લોકો હસશે. મને કહેવામાં આવશે કે નોકરી કરો, લગ્ન કરો અને સેટલ થઈ જાઓ. તમે આ ચક્કરોમાં પડો છો પરંતુ મને ખબર નથી કે મારામાં એટલી હિંમત કેવી રીતે આવી કે હું કોઈને જાણ કર્યા વિના આર્ટ લાઇબ્રેરીમાં જતો હતો. ત્યાં થિયેટરના લોકોને મળતો. મારી પાસે તો થિયેટર જોવાના પૈસા પણ ન હતા. તેથી અનેક અરજી-વિનંતીઓ પર મને પાછળથી સ્ટેજ જોવાની તક મળતી.

  આ પડદાની પાછળથી જ ખરી લાઈફ શરૂ થઈ. એક સમયે પૃથ્વી થિયેટરના એક વર્કશોપની જાણ થઈ. મારી CA ફાઈનલની પરીક્ષાઓ નજીક હતી પણ મને ભણવામાં મન જ નહોતું લાગતું. છેલ્લું પેપર આપ્યા પછી હું તરત જ ત્યાં ગયો અને રાજા કી રસોઇ (Raja Ki Rasoi) નાટકમાં વાર્તાકાર (Narrator)નો રોલ મળ્યો.

  આ પણ વાંચો: TMKOC: તારક મહેતા કા ઉલ્ટા ચશ્માના વધુ એક દિગ્ગજે છોડી દીધો શો! હવે તો પહેલા જેવી મજા ક્યારેય નહીં આવે

  ચૌલ (ચાલી)માં રહેતો છોકરો બન્યો એક્ટર :

  શ્યામે કહ્યું જે પણ થયું તે મારા માનવામાં જ નહોતું આવતું. હું હજી પણ વિશ્વાસ નથી કરી શકતો કે એક નિમ્ન-મધ્યમ વર્ગના પરિવારમાં આવેલો એક છોકરો ચાલમાં રહેતો હતો અને પૃથ્વી થિયેટરમાં પરફોર્મ કરતો હતો. આપણે આ ગ્લેમર વર્લ્ડ વિશે જાણીએ છીએ, પરંતુ તેની પાછળ જે મહેનત કરવી પડે છે, જે વેઠવું પડે છે તે સમજવું ખૂબ મુશ્કેલ છે. મેં શરૂથી મારી કારકિર્દીની શરૂઆત કરી છે. થિયેટરોમાં મારું નામ બનાવ્યા પછી મેં નેશનલ સ્કૂલ ઑફ ડ્રામામાં પણ એડમિશન લીધું. પછી મેં પ્રોફેશનલ લેવલ પર એક્ટિંગ કરવાનું શરૂ કર્યું. મારા માતા-પિતા તૈયાર ન હતા, પરંતુ મેં તેમને સમજાવ્યા. ઈન્ડસ્ટ્રીમાં મારો કોઈ ગોડફાધર નહોતો, મારી પાસે ફક્ત મારી મહેનત હતી, મારી લગન હતી અને મારૂં સપનું હતું.

  " isDesktop="true" id="1312701" >

  શ્યામ પાઠકે જસુબેન જયંતિલાલની જોઈન્ટ ફેમિલી, એક ચાબી હૈ પડોસ મેં, સોનપરી, સુખ બાય ચાન્સ અને તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા જેવી સિરિયલોમાં કામ કરીને પોતાના અભિનયને લોકો સામે રજૂ કર્યો છે.
  Published by:Mayur Solanki
  First published:

  Tags: Tarak Mehta, Tarak Mehta ka Oolatah chashma, TMKOC, તારક મહેતા

  विज्ञापन

  ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

  વધુ વાંચો
  विज्ञापन
  विज्ञापन
  विज्ञापन