'તારક મેહતા કા ઉલ્ટા ચશ્મા' ફેઇમ ડો. હાથીનું હાર્ટ એટેકથી નિધન

હંસરાજ હાથીનું કેરેક્ટર પ્લે કરનારા કવી કુમાર આઝાનું આજે મહારાષ્ટ્રનાં મીરા રોડ વોકહાર્ટ હોસ્પિટલમાં હાર્ટ એટેકથી નિધન થઇ ગયુ છે

હંસરાજ હાથીનું કેરેક્ટર પ્લે કરનારા કવી કુમાર આઝાનું આજે મહારાષ્ટ્રનાં મીરા રોડ વોકહાર્ટ હોસ્પિટલમાં હાર્ટ એટેકથી નિધન થઇ ગયુ છે

 • Share this:
  મુંબઇ: 'તારક મેહતા કા ઉલ્ટા ચશ્મા'માં ડો. હંસરાજ હાથીનું કેરેક્ટર પ્લે કરનારા કવી કુમાર આઝાદનું આજે મહારાષ્ટ્રનાં મીરા રોડ વોકહાર્ટ હોસ્પિટલમાં હાર્ટ એટેકથી નિધન થઇ ગયુ છે. તેમણે આમિર ખાનની મેલા અને પરેશ રાવલની સાથે 'ફંટૂશ' જેવી ફિલ્મોમાં કામ કર્યુ છે.

  'તારક મેહતા કા ઉલ્ટા ચશ્મા' સ્મોલ સ્ક્રિનનો પોપ્યુલર શો છે. તેનો એક એક કેરેક્ટર ખુબ ખાસ છે. કવી કુમાર આઝાદનાં નિધન બાદ લોકોએ ટ્વિટર પર તેને શ્રદ્ધાંજલિ અર્પી છે. આરજે આલોકે ટ્વિટ કરીને તેમની આત્માને શાંતિ અર્પી છે.  હાલમાં શોનાં ફેન્સ દયા બેનને ખુબજ મીસ કરે છે. શોમાં દિશા વાકાણી એટલે કે દયા ભાભી મેટર્નિટી લીવથી શોથી દૂર છે. હાલમાં તેણે તેની દીકરીનું ધ્યાન રાખવા માટે શોમાંથી બ્રેક લીધો છે. તેવામાં શોનાં વધુ એક મહત્વનાં કેરેક્ટરની કાયમી ગેરહાજરી દર્શકોને ખુબજ ખલશે.

  હંસરાજ હાથી એટલે કે કવિ કુમાર આઝાદે તેમનાં ટ્વિટર પર એક ફોટો શેર કરતાં લખ્યુ હતું કે,  કિસીને કહા હૈ.. કલ હો ના હો.. મે કહેતા હું.. પલ હો ના હો.. હર લમ્હા જીઓ..

  Published by:Margi Pandya
  First published: