તાપસી પન્નૂએ ફિલ્મનાં સેટ પર શેર કરી દર્દનાક તસવીર

News18 Gujarati
Updated: June 9, 2019, 5:50 PM IST
તાપસી પન્નૂએ ફિલ્મનાં સેટ પર શેર કરી દર્દનાક તસવીર
તાપસીએ જે કેપ્શન લખી તેને જોઇને લાગે છે કે તેને વાગ્યું છે. જોકે હજુ સુધી આ વાત સ્પષ્ટ થઇ નથી.

તાપસીએ જે કેપ્શન લખી તેને જોઇને લાગે છે કે તેને વાગ્યું છે. જોકે હજુ સુધી આ વાત સ્પષ્ટ થઇ નથી.

  • Share this:
ન્યૂઝ18 ગુજરાતી: બોલિવૂડ એક્ટ્રેસ તાપસી પન્નૂએ હાલમાં તેનાં ઇન્સ્ટાગ્રામ પેજ પર કેટલીક તસવીરો શેર કરી છે જે વાયરલ થઇ રહી છે. તેનાં હાથમાં કંઇક વાગ્યુ છે અને તે ખુબજ જખ્મી છે. તો બીજી તસવીરમાં તેનાં બંને પગમાં પ્લાસ્ટર ચઢેલું નજર આવે છે.

આ તસવીર શેર કરતાં તાપસીએ લખ્યુ છે કે, હા હા.. બરફીલા પર્વત પર શિફોન સાડી પહેરી 25 દિવસ સુધી કામ કરવું ખુબજ મુશ્કેલ હોય છે, તેથી મે તે પસંદ કર્યુ છે.

તાપસીએ જે કેપ્શન લખી તેનાંથી લાગે છે કે તેને વાગ્યું છે. જોકે આ વાત હજુ સુધી સ્પષ્ટ થઇ નથી. આખરે સત્ય શું છે. જ્યારે આ કનફ્યૂઝનને કારણે તાપસીનાં ખબર અંતર પુછવામાં આવી રહ્યાં છે. એક્ટ્રેસ એવલિને પહેલાં તાપસીને સવાલ કર્યો કે તેને શું થયુ છે.. જે બાદ તેણે તાપસીનાં સ્વસ્થ થવાની કામના કરી. એવલિન ઉપરાંત નીના ગુપ્તાએ પણ તાપસીનાં ખબર અંતર પુછ્યા છે.હાલમાં સૌ કોઇ સોશિયલ મીડિયા પર તાપસીનાં ખબર અંતર પુછી રહ્યાં છે પણ તાપસીએ હજુ સુધી સ્પષ્ટ નથી કર્યુ કે આ મેકઅપથી કર્યુ છે કે તેને સાચેમાં વાગ્યું છે. આ તસવીરો તાપસીની અપકમિંગ ફિલ્મ 'ગેમઓવર'નાં સેટ પરથી છે. આ ફિલ્મમાં તાપસી એક વીડિયો ગેમ પ્રોગ્રામરનો રોલ કરી રહી છે. તેના કિરદારનું નામ સ્વપ્ના છે. તેનાં ઘરમાં કેટલાંક લોકો ઘુસી આવે છે અને પોતે ઘાયલ થવાને કારણે વ્હિલ ચેર પર આવી જાય છે.

આ પણ વાંચો-સલમાનની 'ભારત'ની કમાણી 100 કરોડને પાર, બનાવ્યો નવો રેકોર્ડતાપસીએ એક ઇન્ટરવ્યુંમાં કહ્યું હતું કે, તેને આ ફિલ્મ માટે 25 દિવસ વ્હીલચેર પર રહેવું પડ્યું હતું. ડિરેક્ટર અશ્વિન સરવનનનાં ડિરેક્શનમાં બનેલી આ ફિલ્મ 14 જૂનનાં રોજ રિલીઝ થશે. આ ફિલ્મ તમિલ, તેલુગુ અને હિન્દી ત્રણેય ભાષામાં રિલીઝ થશે.

આ પણ વાંચો- મેકઅપ વગર દેખાઇ કરીના, ટ્રોલર્સે કહ્યું 'ઘરડી'
First published: June 9, 2019
વધુ વાંચો
अगली ख़बर
corona virus btn
corona virus btn
Loading