Home /News /entertainment /તાંઝાનિયાનો સોશિયલ મીડિયા સ્ટાર કિલી પૉલ દેખાશે ઝલક દિખલા જામાં, ધકધક ગર્લ માધુરી સાથે લગાવશે ઠુમકા

તાંઝાનિયાનો સોશિયલ મીડિયા સ્ટાર કિલી પૉલ દેખાશે ઝલક દિખલા જામાં, ધકધક ગર્લ માધુરી સાથે લગાવશે ઠુમકા

માધુરી સાથે કીલી પોલ

Kili Paul In Jhalak Dikhla Jaa: તાંઝાનિયાનો સોશ્યલ મીડિયા સ્ટાર કિલી પોલ રિયાલીટી શો ઝલક દીખલા જામાં દેખાશે. એટલુ જ નહીં ચને કે ખેત મે સોંગ પર ધકધક ગર્લ માધુરી સાથે ઠુમકા પણ લગાવશે

મુંબઈ: તાંઝાનિયાનો સોશ્યલ મીડિયા સ્ટાર કિલી પોલ (tanzania social media influencee kili paul) અનેકવાર હિન્દી સોંગ્સ પર ડાન્સ કરતો જોવા મળે છે. અને તેથી જ તે ભારતીય યુઝર્સમાં ખૂબ ફેમસ છે. હાલમાં જ બિગ બોસ 16માં કિલી પોલ (kili paul in big boss 16) દેખાયો હતો અને હવે તે ફરી એક શોમાં આવવા જઇ રહ્યો છે. હકીકતમાં કિલી પોલ રિયાલીટી શો ઝલક દિખલા જા (kili paul in jhalak dikhla ja)ની 10મી સીઝનમાં ધકધક ગર્લ માધુરી દિક્ષિત નેને (madhuri dixit) સાથે ઠુમકા લગાવતો જોવા મળશે.

અનેક હિન્દી સોંગ્સ પર કરી ચુક્યો છે ડાન્સ

કિલી સોશિયલ મીડિયા પર લિપ-સિંકિંગ અને હિન્દી બૉલીવુડ સોંગ્સ પર ડાન્સ કરીને લોકપ્રિય બન્યો છે. તાજેતરમાં જ કિલી ઝલક દિખલા જા શોના સેટ પર જોવા મળ્યો હતો. કલર્સ ટીવીએ હાલમાં જ પોતાના ઇન્સ્ટાગ્રામ પેજ પર રિયાલીટી શોના આગામી એપિસોડનો પ્રોમો શેર કર્યો હતો.

આ પણ વાંચો: લોકો મને કચરા કહે છે, જિંદગીમાં હંમેશા ખુશીઓ નથી હોતી, Big Boss માં છલકાયું છોટે ભાઇજાનનું દર્દ

માધુરી સાથે કર્યો ડાન્સ

પ્રોમોમાં માધુરી દિક્ષિત નેને કિલીને તેની 1994ની ફિલ્મ અંજામનો ખુબ જ પ્રખ્યાત ડાન્સ ચને કે ખેત મેં શીખવતી જોવા મળે છે. કિલીએ સિંગર ગુરુ રંધાવાના ગીત મેરી રાની પર સ્પર્ધકો સાથે ડાન્સ કર્યો હતો.



કિલીએ શેર કર્યો પોતાનો અનુભવ

ઝલક દિખલા જાના સ્ટેજ પર કિલીએ કરેલી મસ્તી બાદ પોતાનો અનુભવ શેર કર્યો હતો. કિલીએ કહ્યું કે, મારા માટે ડાન્સ કરવાની ખુશીથી વધુ કંઈ નથી અને હું ઝલક દિખલા જાના સ્ટેજ પર આવીને ખૂબ ખુશ અને ઉત્સાહી છું. મને ભારતમાં દરેક વ્યક્તિ તરફથી ખૂબ પ્રેમ મળ્યો છે. હું કહી શકું કે હું ભારતની સંસ્કૃતિ અને બોલિવૂડ સાથે સંકળાયેલ છું. આ શોમાં દિગ્ગજ ડાન્સર્સ સાથે ડાન્સ કરવાનો અનુભવ ખૂબ જ અદ્દભુત રહ્યો અને હું અહીંથી ઘણી યાદો બનાવીને જઈ રહ્યો છું. હું તમામ સ્પર્ધકો અને જજ કરણ જોહર, નોરા ફતેહી, માધુરી દીક્ષિત નેનેનો મારુ સ્વાગત કરવા બદલ આભાર માનું છું.
First published:

Tags: Madhuri dikshit, Social media, Tv show