Home /News /entertainment /નાના પાટેકર વિરુદ્ધ બોલવા બદલ આવા થયા હતા તનુશ્રીનાં હાલ, જુઓ VIDEO

નાના પાટેકર વિરુદ્ધ બોલવા બદલ આવા થયા હતા તનુશ્રીનાં હાલ, જુઓ VIDEO

પ્રતિકાત્મક તસવીર

ચારેય આોપીઓ નાના પાટેકર, ગણેશ આચાર્ય, નિર્દેશક રાકેશ સારંક અને પ્રોડ્યુસર સામી સિદ્દીકી ઉપરાંત સેટ પર હાજર- ન હાજર સમર્થકો દ્વારા પણ એક જુઠ્ઠુ ફેલાવવામાં આવી રહ્યું છે

    મુંબઇ: નાના પાટેકર અને તનુશ્રી વિવાદમાં દરરોજ એક નવી વાત સામે આવે છે. આ વખતે એક્ટ્રેસ તનુશ્રી દત્તાએ તેના નિવેદનમાં કહ્યું છે કે, 'ચારેય આોપીઓ નાના પાટેકર, ગણેશ આચાર્ય, નિર્દેશક રાકેશ સારંક અને પ્રોડ્યુસર સામી સિદ્દીકી ઉપરાંત સેટ પર હાજર- ન હાજર સમર્થકો દ્વારા પણ એક જુઠ્ઠુ ફેલાવવામાં આવી રહ્યું છે. MNS પાર્ટી જેમણે મારી ઉપર હુમલો કરવા માટે ભીડ બોલાવી હતી તેમનાં દ્વારા પણ આ જુઠ્ઠુ ફેલાવવામાં આવ્યું હતું.'

    તનુશ્રીએ કહ્યું કે, મારા વિશે એવું કહેવામાં આવતુ હતું કે હું ભીડને ઉકસાવવામાં આવે એવા કામ કરતી હતી અને મારી મીડિયા સાથે ગુપ્ત વાતચીત થતી હતી. તનુશ્રીે કહ્યું કે, તેનાં વિશે આ જુઠ્ઠુ ફેલાવવામાં આવી રહ્યું હતું. આજની તારીખમાં પણ તેઓ આ જ વાત કરે છે અને તેમની વાતમાં આવીને ભ્રમિત થતા નહીં. હું તમામને નિવેદન કરીશ કે આપ જુનો વીડિયો એક વખત જરૂરથી જોજો.



    તનુશ્રીએ મનસે પર ગંભીર આરોપ લગાવતા કહ્યું કે, 'MNS ફક્ત એક પાર્ટી નથી પણ અલ-કાયદા અને ISIS ની જેમ એક વિચારધારા છે. તે ઘાતક છે, સાંપ્રદાયિક છે, અસહિષ્ણુ છે અને કોઇપણ સંસ્થાનું કોઇપણ વ્યક્તિ આ વાત કહી શકે છે. તેથી કૃપ્યા કરીને કોઇ જ પરિણામ સુધી પહોંચતા પહેલાં તથ્ય એક વખત જરૂરથી તપાસી લેજો.'
    Published by:Margi Pandya
    First published:

    Tags: Attacked, Nana patekar, Tanushree Dutta

    विज्ञापन

    ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

    વધુ વાંચો
    विज्ञापन
    विज्ञापन
    विज्ञापन