એન્ટરટેઇન્મેન્ટ ડેસ્ક: બોલિવૂડમાં અવાર નવાર કોઇને કોઇ મુદ્દે બબાલ ચાલતી રહે છે. પણ ઇન્ડસ્ટ્રીમાં MeToo મૂવમેન્ટથી તોફાન મચી ગયુ હતું. એક્ટ્રેસ તનુશ્રી દત્તાએ બોલિવૂડમાં મીટૂ આંદોલનની લહેર શરૂ કરી હતી. હાલમાં તનુશ્રી એક્ટર અજય દેવગણ પર વરસી છે તેણે ખુલ્લેઆમ અઝય દેવગણની ફઇલ્મ પર સવાલ કર્યા છે એટલું જ નહીં મેકર્સ અને અજય દેવગણને પણ કટાક્ષ કર્યા છે. તનુશ્રીનોઆ ગુસ્સો અજય દેવગણની ફિલ્મમાં કામ કરતા એક્ટરને કારણે છે.
અજય દેવગણની અપકમિંગ ફિલ્મ 'દે દે પ્યાર દે'માં મીટૂનો આરોપી આલોકનાથ છે. આ જોઇને તનુશ્રી દત્તા ગુસ્સે થઇ છે. પિલ્મનાં ટ્રેલરમાં આલોકનાથ નજર આવે છે. આ ટ્રેલર જોઇને ઘણાં લોકોએ ગુસ્સો જાહેર કર્યો હતો. હવે તનુશ્રી દત્તાએ 'દે દે પ્યાર દે'નાં મેકર્સ પર નિશાન શાધ્યુ છે.
તેણે અજય દેવગણ પર નિશાન સાધતા કહ્યું કે, 'હિંદી સિનેમા પાખંડીઓથી ભરેલુ છે. 'દે દે પ્યાર દે' ફઇલ્મનાં મેકર્સે એક રેપિસ્ટને તેમની ફિલ્મનો ભાગ બનાવ્યો છે. મીટૂ મૂવમેન્ટ હેઠળ આલોકનાથ પર ઘણી મહિલાઓનાં આરોપ લગાવ્યા હતાં. તે ઇચ્છતા તો તેના સીનને અન્ય એક્ટરની સાથે ફરી ફિલ્માવી શકતા હતાં. પણ તેમણે આમ ન કર્યું'
ગત દિવસોમાં મુંબઇમાં ટ્રેલર લોન્ચની ઇવેન્ટ દરમિયાન ફિલ્મનાં લેખક અને પ્રોડ્યુસર લવ રંજને ફિલ્મમાં આલોકનાથની હાજરી પર ઉઠતા સવાલો કરવામાં આવ્યા હતાં. લવ રંજને આ સવાલોનાં જવાબ આપવાનો ઇન્કાર કરી દીધો હતો.
તો બીજી તરફ મીડિયા રિપોર્ટ્સમાં એમ પણ કહેવામાં આવ્યું છે કે, આલોકનાથે મીટૂનાં આરોપ લાગત પહેલાં 'દે દે પ્યાર દે'ની શૂટિંગ પૂર્ણ થઇ ગઇ હતી. આપને જણાવી દઇએ કે એક્ટ્રેસ અને પ્રોડ્યુસર વિનતા નંદાએ આલોકનાથ પર મીટૂ હેઠળ ગંભીર આરોપો લગાવતા FIR દાખલ કરાવી હતી.