મારા માટે બિગ બોસ સ્વર્ગ નથી અને સલમાન ભગવાન નથી : તનુશ્રી દત્તા

News18 Gujarati
Updated: October 7, 2018, 8:48 PM IST
મારા માટે બિગ બોસ સ્વર્ગ નથી અને સલમાન ભગવાન નથી : તનુશ્રી દત્તા
તનુશ્રીએ કહ્યું છે કે એ વિચારવું સાવ ખોટું છે કે આ બધું હું બિગ બોસ માટે કરી રહીશું

તનુશ્રીએ કહ્યું છે કે એ વિચારવું સાવ ખોટું છે કે આ બધું હું બિગ બોસ માટે કરી રહીશું

  • Share this:
નાના પાટેકર અને તનુશ્રી વિવાદ અટકવાનું નામ લેતો નથી. બોલિવુડથી લઈને સોશિયલ મીડિયામાં દરેક સ્થાને વિવાદ જ ટ્રેન્ડ કરી રહ્યો છે. રોજ આ વિવાદને લઈને નવી વાત બહાર આવી રહી છે. હવે તનુશ્રી દત્તાએ સલમાન ખાન અને બિગ બોસને લઈને એવી વાત કહી છે જેને સાંભળી ભાઈજાન એટલે કે સલમાન ખાન નારાજ પણ થઈ શકે છે.

થોડા દિવસો પહેલા બોલિવુડની ડ્રામા ક્વીન રાખી સાવંતે કહ્યું હતું કે આ તનુશ્રીનો પબ્લિસિટી સ્ટંટ છે. તે આ બધુ એટલા માટે કરી રહી છે કારણ કે તેને બિગ બોસના ઘરમાં જવાનું છે.

હવે આ વાતનો જવાબ આપતા તનુશ્રીએ કહ્યું છે કે એ વિચારવું સાવ ખોટું છે કે આ બધું હું બિગ બોસ માટે કરી રહીશું. બિગ બોસ કોઈ સ્વર્ગ નથી અને સલમાન ખાન કોઈ ભગવાન નથી. મેં જે કર્યું છે તે બિગ બોસના ઘરમાં જવા માટે કર્યું નથી.

Controversy : તનુશ્રી અને નાના વિવાદ પર રણવીર-દીપિકાએનું રિએક્શન, જાણો શું બોલ્યા

ઉલ્લેખનીય છે કે તનુશ્રીએ મુંબઈના ઓશિવરા પોલિસ સ્ટેશનમાં નાના પાટેકર સામે લેખિત ફરિયાદ નોંધાવી છે. આ ફરિયાદમાં ગણેશ આચાર્યનું નામ પણ સામેલ છે. જેની જાણકારી તનુશ્રીએ ટ્વિટર ઉપર આપી હતી.

શું છે વિવાદતનુશ્રી દત્તાએ આરોપ લગાવ્યો છે કે 2008માં ફિલ્મ‘હોર્ન ઓેકે પ્લીઝ’ના એક આઈટમ નંબર ગીત દરમિયાન નાના પાટેકર શૂટિંગ સમયે મારી નજીક આવ્યા હતા અને ખોટી રીતે મને અડ્યા હતા. વિરોધ કરતા નાનાએ ખરાબ વ્યવહાર કર્યો હતો.
First published: October 7, 2018, 8:48 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading