મુંબઇ: અભિનેત્રી તનુશ્રી દત્તા (Tanushree Dutta) ફરી એક વખત પોસ્ટ શેર કરી ચર્ચામાં આવી છે. તેણે ઇન્સ્ટાગ્રામ (Instagram Post) પર એક લાંબી પોસ્ટ લખી પોતાનો દર્દ વ્યક્ત કર્યો છે. ફિલ્મ આશિક બનાયા આપનેની અભિનેત્રીએ આજે સવારે એક પોસ્ટ શેર કરી અને નાના પાટેકર (nana patekar) તથા બોલિવૂડ માફિયા (Bollywood mafia) પર હેરાન કરવાનો આરોપ મૂક્યો. આટલું જ નહીં, તેણે ઇન્ડસ્ટ્રીના કેટલાક લોકો અને પત્રકારો પર તેના વિશે ફેક ન્યૂઝ ચલાવવાનો પણ આરોપ મૂક્યો છે. તનુશ્રીએ કહ્યું કે, કેટલાક લોકો તેને ટાર્ગેટ કરી રહ્યા છે અને તે હેરેસ થઇ રહી છે.
તનુશ્રીએ ફરીથી એક ચોંકાવનારી પોસ્ટ શેર કરી છે. તેણે આ પોસ્ટમાં મનની વાત કરતાં કહ્યું કે, જો તને કંઇપણ થશે તો તેના જવાબદાર માત્રને માત્ર નાના પાટેકર અને બોલિવૂડ માફિયા હશે.
... તો નાના પાટેકર હશે જવાબદાર
તનુશ્રીએ તેની તસવીર સાથે ઇન્સ્ટાગ્રામ પર લખ્યું કે, જો મને કંઇપણ થશે તો #metoo આરોપી નાના પાટેકર, તેના વકીલ, તેના સાથી અને તેના બોલિવૂડ માફિયા મિત્ર જવાબદાર છે. કોણ છે બોલિવૂડ માફિયા? તે લોકો જેમના નામ એસએસઆર મોતના મામલે વારંવાર સામે આવ્યા. (નોંધનીય છે કે, તમામ પાસે એક જ ક્રિમિનલ વકીલ છે)
તનુશ્રીએ લખ્યું કે, તેની ફિલ્મ્સ ન જોતા, તેનું સંપૂર્ણ રીતે બહિષ્કાર કરો. તનુશ્રીએ તેની પોસ્ટમાં તેના અને તેના પીઆરવાળા વિશે ફેક ન્યૂઝ ફેલાવનારા પત્રકારોનો પણ ઉલ્લેખ કર્યો છે. તેણે કહ્યું કે, તેઓ પણ તે લોકો સાથે આ અભિયાનમાં લાગેલા છે.
મને રાષ્ટ્રના લોકો પર વિશ્વાસ છે
તનુશ્રીએ પોસ્ટમાં લખ્યું કે, બધા તેની પાાછળ પડી જાવ. તેના જીવનને નર્ક બનાવી દો. કેમ કે, તેણે મને બહુ હેરાન કરી છે. ભલે કાયદા અને ન્યાયે મને નિષ્ફળ કરી દીધી હોય પરંતુ મને આ મહાન રાષ્ટ્રના લોકો પર વિશ્વાસ છે. જય હિંદ... અને અલવિદા. પછી મળીશું...
Published by:Azhar Patangwala
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર