Home /News /entertainment /તનુશ્રી દત્તાએ વધારી નાનાની મુશ્કેલીઓ, મુંબઇમાં નોંધાવી FIR

તનુશ્રી દત્તાએ વધારી નાનાની મુશ્કેલીઓ, મુંબઇમાં નોંધાવી FIR

જાણકારી પ્રમાણે આ ફરિયાદમાં નાના પાટેકર સાથે ગણેશ આચાર્યનું નામ પણ સામેલ છે.

અભિનેત્રી તનુશ્રી દત્તાએ નાના પાટેકર પર યૌન શોષણનો આરોપ લગાવ્યા બાદ તેમની સામે મુંબઇના ઓશિવરા પોલીસ સ્ટેશનમાં કેસ નોંધાવ્યો છે.

    અભિનેત્રી તનુશ્રી દત્તાએ નાના પાટેકર પર યૌન શોષણનો આરોપ લગાવ્યા બાદ તેમની સામે મુંબઇના ઓશિવરા પોલીસ સ્ટેશનમાં કેસ નોંધાવ્યો છે. જાણકારી પ્રમાણે આ ફરિયાદમાં નાના પાટેકર સાથે ગણેશ આચાર્યનું નામ પણ સામેલ છે. તનુશ્રીએ આ અંગે ટ્વિટર પર પણ જાણકારી આપી છે.

    નોંધનીય છે કે ફિલ્મના જે ગીત પર વિવાદ થયો હતો તે ગણેશ આચાર્ય કોરિયોગ્રાફ કરી રહ્યાં હતાં. વિવાદ સામે આવ્યાં પછી તેમણે નાનાને સપોર્ટ કર્યો હતો. જેના કારણે તનુશ્રીએ તેમને જુઠ્ઠો અને બે મોઠાનો વ્યક્તિ કહ્યું હતું. તેમણે કહ્યું હતું કે ગણેશ આચાર્ય સેટ ઉપર જે કંઇપણ થયું તે ક્યારેય સ્વીકારે નહીં.

    આ પણ વાંચો: Controversy : તનુશ્રી અને નાના વિવાદ પર રણવીર-દીપિકાએનું રિએક્શન, જાણો શું બોલ્યા

    અભિનેત્રી તનુશ્રી દત્તાને નાના પાટેકર અને ફિલ્મ સર્જક વિવેક અગ્નિહોત્રીએ કાયદેસરની નોટિસ મોકલ્યાની જાણ થતાં રાષ્ટ્રીય મહિલા પંચે આ વિવાદમાં ઝુકાવ્યું હતું અને એક ધારાશાસ્ત્રી ગૌરવ ગુલાટીએ થર્ડ પાર્ટી કેસ માંડીને નાના અને વિવેક સામે કામ ચલાવવાની માગણી કરી હતી. ગુલાટીએ રાષ્ટ્રીય મહિલા પંચને મોકલેલા પત્રમાં અભિનેત્રી તનુશ્રી દત્તા સાથે કરાયેલા કહેવાતા ગેરવર્તન અંગે તપાસ કરીને જવાબદારોને સજા થાય એવાં પગલાં લેવાની વિનંતી કરી છે. આ અરજીમાં એેમ પણ જણાવાયું હતું કે બેમાંનો એક જવાબદાર (નાના પાટેકર) રાજકીય રીતે સક્રિય હોવાથી મહારાષ્ટ્રમાં આ કિસ્સાની તટસ્થ તપાસ થવાની શક્યતા ઓછી છે એટલે દિલ્હી પોલીસની ક્રાઇમ બ્રાન્ચને આ કેસ સોંપવામાં આવે એવી જોગવાઇ કરો.

    આ પણ વાંચો: નાના-તનુશ્રી મામલે પરિણીતિનું નિવેદન, 'મારી સાથે થયુ હોત તો ચૂપ ન બેસતી...'

    હાલમાં જ એરપોર્ટ પર આવેલા નાનાને મીડિયાને ઘેરી લીધા હતાં. તેમને જ્યારે તનુશ્રી અંગે પૂછ્યું તો તેમણે કહ્યું કે હું 8 ઓક્ટોબર એટલે સોમવારે પ્રેસ કોન્ફરન્સ કરીને આ વાતોની વિસ્તારથી વાત કરીશ.
    Published by:Kaushal Pancholi
    First published:

    Tags: Nana patekar, Tanushree Dutta, એફઆઇઆર

    विज्ञापन

    ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

    વધુ વાંચો
    विज्ञापन
    विज्ञापन
    विज्ञापन