Home /News /entertainment /તનુશ્રી વિવાદ મામલે પ્રથમ વખત મીડિયા સામે નાના પાટેકરે આપ્યું નિવેદન

તનુશ્રી વિવાદ મામલે પ્રથમ વખત મીડિયા સામે નાના પાટેકરે આપ્યું નિવેદન

બીજી તરફ નાના પાટેકરે પણ પીએમ કેર ફંડ 50 લાખ રૂપિયા દાન આપવાની જાહેરાત કરી છે. સાથે જ નાના પાટેકરે એક વીડિયો શેર કરીને લોકોને પણ ધર્મની ઉપર આવીને તમામ વાતો ભૂલી સરકારને મદદ કરવાની અપીલ કરી છે.

નાના પાટેકર જેસલમેરમાં હાઉસફુલ-4 ફિલ્મની શૂટિંગમાં વ્યસ્ત છે અને તે શનિવારે મુંબઈ પરત ફર્યા હતા

તનુશ્રી દત્તા દ્વારા યૌન શોષણના આરોપ લગાવ્યા પછી નાના પાટેકરે પ્રથમ વખત મીડિયા સામે નિવેદન કર્યું છે. મુંબઈ એરપોર્ટ પર જ્યારે મીડિયાએ આ વિશે સવાલ કર્યો તો નાના પાટેકરે કહ્યું હતું કે હું પહેલા પણ આ વિશે વાત કરી ચૂક્યો છું. જે ખોટું છે તે ખોટું જ છે. નાના પાટેકર જ્યારે લોખંડવાલા અંધેરી વેસ્ટ સ્થિત આવેલ પોતાના ઘરે પહોંચ્યા તો મીડિયાકર્મીઓએ આ મુદ્દાને લઈને સવાલ કર્યો હતો. આ વિશે જવાબ આપતા કહ્યું હતું કે હું સોમવારે પ્રેસ કોન્ફરન્સ કરી આ વિશે વાત કરીશ.

નાના પાટેકર જેસલમેરમાં હાઉસફુલ-4 ફિલ્મની શૂટિંગમાં વ્યસ્ત છે અને તે શનિવારે મુંબઈ પરત ફર્યા હતા. નાના પાટેકર તનુશ્રીને આ મામલે લીગલ નોટિસ આપી છે. જેમાં તનુશ્રીને નાનાથી માફી માંગવા માટે કહ્યું છે.

બીજી તરફ અભિનેત્રી તનુશ્રી દત્તાએ નાના પાટેકર પર યૌન શોષણનો આરોપ લગાવ્યા પછી હવે તેની સામે મુંબઈના ઓશિવરા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે. જાણકારી પ્રમાણે આ ફરિયાદમાં નાના પાટેકર સાથે ગણેશ આચાર્યનું નામ પણ સામેલ છે.



શું છે વિવાદ
તનુશ્રી દત્તાએ આરોપ લગાવ્યો છે કે 2008માં ફિલ્મ‘હોર્ન ઓેકે પ્લીઝ’ના એક આઈટમ નંબર ગીત દરમિયાન નાના પાટેકર શૂટિંગ સમયે મારી નજીક આવ્યા હતા અને ખોટી રીતે મને અડ્યા હતા. વિરોધ કરતા નાનાએ ખરાબ વ્યવહાર કર્યો હતો.
First published:

Tags: Nana patekar, Tanushree Dutta