Happy Bday Tanuja: તનુજાએ ધર્મેન્દ્રને શા માટે થપ્પડ મારી હતી? વિનોદ ખન્ના વિશે કહ્યું- ‘તેઓ આલતુફાલતુ ન હતા’ વાંચો રસપ્રદ વાતો

તનુજા અને ધર્મેન્દ્રની ફાઇલ તસવીર

દિગ્ગજ અભિનેત્રી તનુજા આજે 78 વર્ષના થયા છે ત્યારે તેમના સમયના ટોચના અભિનેતાઓ સાથે તનુજાના યાદગાર અનુભવો અહીં શેર કર્યા છે.

  • Share this:
    દિગ્ગજ અભિનેત્રી તનુજા(Tanuja)નો આજે 78મો જન્મદિવસ (Tanuja Birthday) છે. તેમની આંખોની ચમક અને રમૂજવૃત્તિ આજે પણ બરકરાર છે, જે તેમની દીકરી કાજોલમાં  (Kajol Mother) પણ જોવા મળે છે. આ ઉમદા અભિનેત્રીએ ભારતની જુદી-જુદી ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં કામ કર્યું છે અને હટકે વિષયો ધરાવતી ફિલ્મો કરી છે. એ પછી ‘Jewel Thief’ હોય કે બંગાળી ફિલ્મ ‘Teen Bhubaner Pare’, વર્સેટાઈલ રોલ કર્યા હોવા છતાં તેમણે ક્યારેય પોતાની કારકિર્દીને સ્પર્ધાત્મક નજરે જોઈ નથી. તેમના માટે કો-સ્ટાર્સ સાથે બૌદ્ધિક અને માનવીય સ્તરે કનેક્ટ થવું અને મજા કરવી એ જ મહત્વનું હતું. સુપરસ્ટાર્સ સાથેના તેમના અનુભવો પણ એટલા જ મજાના છે.

    તનુજાએ એક ઇન્ટરવ્યુમાં ધર્મેન્દ્ર, વિનોદ ખન્ના, અમિતાભ બચ્ચન અને સંજીવ કુમાર સાથેના રસપ્રદ કિસ્સા તેમની સ્ટાઈલમાં જણાવ્યા હતા. તનુજાએ કઈ રીતે ધર્મેન્દ્રને બેશરમી માટે થપ્પડ લગાવી દીધી હતી, અમિતાભ બચ્ચન તેમની ગર્લફ્રેન્ડ સાથે ક્લબમાં ડાન્સ કરતા હતા ત્યારે તેઓ કઈ રીતે મળ્યા વગેરે રોચક વાતો અભિનેત્રીએ શેર કરી છે.

    તનુજા અને ધર્મેન્દ્ર મિત્રો હતા અને ધર્મેન્દ્રના પૂર્વ-પત્ની પ્રકાશ કૌરને પણ તનુજા જાણતાં હતા. એક દિવસ ધર્મેન્દ્રએ તનુજા સાથે ફલર્ટ કર્યું અને તનુજાએ તેમને થપ્પડ લગાવી દીધી. એટલું જ નહીં, રાખડી બાંધીને તેમને ભાઈ બનાવી લીધા. તનુજા કહે છે, ‘અમે ‘ચાંદ ઔર સૂરજ’ ફિલ્મનું શૂટિંગ કરી રહ્યા હતા. હું અને ધરમ ડ્રિન્કિંગ બડીઝ હતા અને બહુ મસ્તી કરતા. હું તેમના પત્નીને પણ મળી હતી. એક દિવસ ધર્મેન્દ્રએ મારી સાથે ફ્લર્ટિંગ કર્યું ત્યારે મને આંચકો લાગ્યો. મેં એમને થપ્પડ મારી કે, ‘બેશરમ! હું તારી પત્નીને ઓળખું છું અને તારી આવી હિંમત! એ પછી તેમણે મારી માફી માગી અને કહ્યું પ્લીઝ મને ભાઈ બનાવી લે. અને મેં કાળો દોરો તેમના કાંડે બાંધ્યો.’

    વિનોદ ખન્ના સાથે તનુજા


    વિનોદ ખન્ના સાથે તનુજાએ 1974માં ‘ઇમ્તિહાન’ નામની ફિલ્મ કરી હતી અને તેઓ હંમેશા વિનોદ ખન્નાની ઈન્ટેલીજન્સના વખાણ કરે છે. તનુજા કહે છે, ‘તેઓ (વિઓનોદ ખન્ના) કોઈ આલતુફાલતુ ન હતા. તેઓ ક્યારેય નકામી વાતો ન કરતા. તમને સમજી શકે એવા કો-સ્ટાર્સ સાથે કામ કરવું સંતોષકારક હોય છે.’

    તો સંજીવ કુમારને તનુજાએ ‘સીધા-સાદા, સૌમ્ય અને અદભુત અભિનેતા’ કહ્યા છે. તનુજા સંજીવ કુમાર જેટલું જ પર્ફોર્મન્સ લેવલ જાળવવાનો પ્રયત્ન કરતા. ‘જો સંજીવ કુમાર કોઈ સીનમાં 20 સ્કોર કરે તો હું 21 સુધી પહોંચવાનો પ્રયત્ન કરતી.’

    આ પણ વાંચો - Tanuja Bday Special: 78નાં થયા તનુજા, એક સમયે ડિરેક્ટરનાં હાથે થપ્પડ ખાઇ ચુક્યાં છે

    તનુજાએ કહ્યું. ફિલ્મ ‘પ્યાર કી એક કહાની’ (1971)માં તનુજા અમિતાભ બચ્ચનની પહેલી હિરોઈન હતી. તેઓ અમિતાભ બચ્ચનને તાજના એક ક્લબમાં મળ્યા હતા જ્યારે એક્ટર તેમની ગર્લફ્રેન્ડ અને મોડેલ શીલા જોન્સ સાથે હતા. તનુજાએ પહેલી મુલાકાતમાં બિગ-બીને પૂછ્યું હતું કે, ‘તમે ફિલ્મો કેમ જોઈન નથી કરતા?’ ત્યારે બિગ-બીએ જવાબ આપ્યો હતો ક, ‘હું અહીં ફિલ્મો કરવા માટે જ આવ્યો છું.’
    Published by:Kaushal Pancholi
    First published: