Home /News /entertainment /વધુ એક અભિનેતાનો આપઘાત, તલાક પછી ડિપ્રેશનથી જજુમી રહ્યો હતો એક્ટર

વધુ એક અભિનેતાનો આપઘાત, તલાક પછી ડિપ્રેશનથી જજુમી રહ્યો હતો એક્ટર

વધુ એક અભિનેતાનો આપઘાત

Actor Suicide: ડિપ્રેશન સામે જજુમી 34 વર્ષીય ફેમસ તમિલ ટેલિવિઝન એક્ટર અને નિર્દેશક લોકેશ રાજેન્દ્રએ આત્મહત્યા કરી લીધી છે. પિતાના જણાવ્યા મુજબ 4 દિવસ પહેલા એમની પત્નીની તલાકની નોટિસ આવી હતી.અભિનેતાના નિધનની ખબર મળ્યા પછીથી જ ફેન્સ અને ઇન્ડસ્ટ્રીના લોકો શોકમાં છે.

વધુ જુઓ ...
    34 વર્ષીય ફેમસ તમિલ ટેલિવિઝન એક્ટર અને નિર્દેશક લોકેશ રાજેન્દ્રએ આત્મહત્યા કરી લીધી છે. રિપોર્ટ્સ મુજબ તે ડિપ્રેશન સામે જજુમી રહ્યો હતો અને આ વચ્ચે 4 દિવસ પહેલા એમની પત્નીની તલાકની નોટિસ આવી હતી. અભિનેતાના નિધનની ખબર મળ્યા પછીથી જ ફેન્સ અને ઇન્ડસ્ટ્રીના લોકો શોકમાં છે. જણાવી દઈએ કે લોકેશે બાળ કલાકાર તરીકે પોતાના કરિયરની શરૂઆત કરી હતી. તેઓ ટીવી શો 'મર્મદેસમ'માં પોતાના કામ માટે જાણીતા હતા. ત્યાં જ આજે પણ એમને 1996માં ટેલિકાસ્ટ થયેલી સિરિયલ 'વિડથું કરૂપ્પુ'માં ભજવેલી ભૂમિકા માટે લોકો પસંદ કરે છે. જણાવી દઈએ કે લોકેશે વિજયકાંત અને પ્રભુ સહીત ઘણા મોટા તમિલ અભિનેતાઓ સાથે 150થી વધુ સિરિયલ અને 15 ફિલ્મોમાં કામ કર્યું હતું.


    છૂટાછેડાની વાતથી દુઃખી હતો


    લોકેશ વિશે વાત કરતાં તેના પિતાએ કહ્યું, 'લોકેશ પરિણીત હતો અને તેને બે બાળકો છે. એક મહિના પહેલા જ મને ખબર પડી કે લોકેશ અને તેની પત્ની વચ્ચે કેટલીક ગેરસમજ ચાલી રહી છે. ચાર દિવસ પહેલા તેની પત્ની તરફથી છૂટાછેડાની લીગલ નોટિસ આવી હતી. આ વાતથી તે દુખી હતો. મેં શુક્રવારે લોકેશને છેલ્લી વાર જોયો, તેણે મને કહ્યું કે તેને થોડા પૈસાની જરૂર છે અને મેં તેને આપી દીધા. તેણે મને કહ્યું કે તે એડિટર તરીકે તેનું કામ શરૂ કરશે.'

    આ પણ વાંચો: રાજુ શ્રીવાસ્ત પછી ગુજરાતના લોકપ્રિય કોમેડિયનનું નિધન, સુનીલ પાલે વીડિયો શેર કરી દુ:ખ વ્યક્ત કર્યું



    તે જ સમયે, પોલીસના જણાવ્યા અનુસાર, 'કૌટુંબિક સમસ્યાઓના કારણે લોકેશે દરરોજ દારૂ પીવાનું શરૂ કર્યું હતું અને તે ઘણીવાર ચેન્નાઈ મુફાસિલ બસ ટર્મિનસ (સીએમબીટી) પર સૂતો જોવા મળતો હતો. મંગળવારે પણ બસ ટર્મિનસ પર કેટલાક લોકોએ તેને અસ્વસ્થ સ્થિતિમાં જોઈને એમ્બ્યુલન્સ માટે 108 પર ફોન કર્યો અને પોલીસને પણ જાણ કરી.
    Published by:Damini Damini
    First published:

    Tags: Commited suicide, South Actor

    विज्ञापन

    ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

    વધુ વાંચો
    विज्ञापन
    विज्ञापन
    विज्ञापन