Home /News /entertainment /યંગ નવાબની પહેલી ઘોડેસવારી, સૈફ અને કરીના સાથે જોવા મળ્યુ તૈમૂર અલી ખાન

યંગ નવાબની પહેલી ઘોડેસવારી, સૈફ અને કરીના સાથે જોવા મળ્યુ તૈમૂર અલી ખાન

    દિલ્લી: બોલીવુડના નવાબ સૈફ અલી ખાન અને કરીના કપૂરના દિકરા તૈમૂરનો 20 ડિસેમ્બરે જન્મ દિવસ છે. ત્યારે તૈમૂરનો જન્મદિવસ હરીયાણાના પટૌદી પેલેસમાં સેલિબ્રેટ કરવામાં આવશે. તૈમૂરના જન્મદિવસની તૈયારી કરવા માટે સૈફ-કરીના, કરિશ્મા અને બબીતા પહેલા જ પટૌદી પેલેસ પહોંચી ચુક્યા છે. ત્યારે માસી કરિશ્માએ તૈમૂરની ખુબ જ ક્યુટ તસ્વીર શેર કરી છે.



    #prebirthdaycelebrations🎉#babynawab👶🏻 #familyfun❤️#perfectpic


    A post shared by KK (@therealkarismakapoor) on






    આ તસ્વીરમાં તૈમૂર પિતા સૈફ સાથે ઘોડા પર બેઠેલો જોવા મળી રહ્યો છે. તો બાજુમાં કરીના પણ જોવા મળી રહી છે. તસ્વીરમાં તૈમૂર રેડ કલરનું જેકેટ પહેલું છે. તો કરીના અને સૈફ પણ કેઝ્યુઅલ લુકમાં જોવા મળી રહ્યાં છે. તો બીજા ફોટોમાં કપૂર સિસ્ટર્સ વચ્ચે સૈફ જોવા મળી રહ્યોં છે.



    #lazymondaysbelike#familyfun❤️#pataudidiaries


    A post shared by KK (@therealkarismakapoor) on






    જણાવી દયે કે દિલ્લી રવાના થતાં પહેલા કરીના-સૈફ અને તૈમૂર મુંબઈ એરપોર્ટ પર સ્પોટ થયા હતા.



    એરપોર્ટ પર તૈમૂરની મુલાકાત જૈકલીન ફર્નાડિસ સાથે પણ થઈ હતી. જેનો વીડિયો શેર કરવામાં આવ્યો છે.




    તમને જણાવી દયે કે તૈમૂરના બર્થ ડેના અવસર પર પુરો પરિવાર હરીયાણાના પટૌદી પેલેસમાં હાજર રહેશે. અને એક અઠવાડિયા સુધી સેલિબ્રેશન કરશે.

    તૈમૂર અલી ખાનની બર્થ ડે પાર્ટીમાં કરીના અને સૈફના મિત્રઓ પણ હાજર રહેશે. શાહરૂખ અને કરણ જોહરે પ્લાન કર્યો છે કે તેઓ પણ પોતાના બાળકો અબરામ ખાન, યશ જોહર અને રૂહી જોહર સાથે આવશે. રણબીર કપૂર અને સારા અલી ખાન પણ બર્થ ડે પાર્ટીમાં આવી શકે છે.

    તૈમૂરની નાની શર્મીલા ટૈગોર, કરિશ્મા કપૂર અને તેમના બાળકો સમાયરા અને કિઆન રાજ પણ પાર્ટીમાં જોવા મળશે.
    First published:

    Tags: Taimur, Taimur ali khan birthday