એન્ટરટેઇનમેન્ટ ડેસ્ક: કરીના કપૂર ખાન (Kareena Kapoor Khan) અને સૈફ અલી ખાને (Saif Ali Khan) આ વર્ષે 21 ફેબ્રુઆરીનાં રોજ બીજા બાળકનાં માતા-પિતા બન્યા છે. તેઓએ હજુ સુધી દીકરાનો ચહેરો તો જાહેર નથી કર્યો. પણ અંદરની માહિતી પ્રમાણે તેઓ બીજા દીકરાને 'જેહ' (Jeh)કહીને બોલાવે છે.
કરીના તથા સૈફે હજુ સુધી દીકરાનું નામ ફાઇનલ કર્યું નથી. તેઓ વિવિધ નામ શોધી રહ્યાં છે. હાલમાં દીકરાનાં જન્મને પાંચ મહિના થઇ ગયા છે. અને હજુ સુધી નામ ફાઇનલ નથી. પણ ઘરમાં તેઓ તેને 'જેહ' કહીને બોલાવે છે. આપને જણાવી દઇએ કે ,'જેહ' લેટિન શબ્દ છે. અને તેનો અર્થ બ્લૂ ક્રેસ્ટેડ બર્ડ (એક જાતનું પક્ષી) થાય છે.
કરીનાનાં પહેલાં દીકરા તૈમુરનાં નામ સમયે ઘણો વિવાદ થયો હતો આપને જણાવી દઇએ કે, વર્ષ 2016માં તૈમૂરનો જન્મ થયો અને તેનું નામ જ્યારે જાહેર કરવામાં આવ્યું ત્યારે ઘણો વિવાદ થોય હતો. તૈમૂર એક મોઘલ રાજા હતો જે ઘણો જ દુષ્ટ હતો. તેણે 14મી સદીમાં તેણે સેંકડો યુદ્ધ કર્યા અને જીત્યા હતાં અને તેણે ઘણાં દેશોને ગૂલામ બનાવ્યાં હતાં. તૈમુરલંગે પોતાનાં દુશ્મોનોનાં માથા કાપી ભેગા કરવાનો શોખ હતો. તેથી જ્યારે કરિના અને સૈફે તેમનાં દીકરાનું નામ 'તૈમુર' રાખ્યું ત્યારે તેનાં પર ભારે વિવાદ થયો હતો. જ્યારે આ મામલે કરીનાએ સ્પષ્ટતા પણ કરી હતી કે તેમણે તૈમુર નામનો અર્થ ગમવાથી આ નામ પસંદ કર્યું છે તૈમુર એટલે લોખંડી તેમજ જ્યારે તૈમુરનાં નામનો વિરોધ થતો હતો તે સમયે કરિના એ હદે ડરી ગઇ હતી કે તેણે દીકરાનું નામ બદલવાની પણ વાત પતિ સૈફ સાથે કરી હતી.
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર