તૈમુર અલી ખાન થયો ફોટોગ્રાફર પર ગુસ્સે, વીડિયો થયો વાયરલ

દીકરા તૈમુર સાથે કરીના કપૂર ખાન

વાયરલ થયેલા આ વીડિયોમાં તૈમૂર તેની માતા કરિના કપૂર ખાન (Kareena Kapoor Khan) સાથે જઇ રહેલા દેખાઇ રહ્યાં છે. કરિના કપૂર ખાને તેનો હાથ પકડેલો છે પણ ગુસ્સે ભરાયેલો તૈમૂર તેની માતાનો હાથ છોડાવીને કેમેરા પર્સનને કહેતો નજર આવે છે. 'નોટ અલાઉડ'

 • Share this:
  એન્ટરટેઇનમેન્ટ ડેસ્ક: કરીના કપૂર ખાન અને સૈફ અલી ખાનની દીકરો તૈમૂર અલી ખાનનો એક ક્યૂટ વીડિયો સોશ્યલ મીડિયા પર વાયરલ થઇ રહ્યો છે. આ વીડિયોમાં તૈમૂર પેપરાજી પર ગુસ્સે થતો દેખાઇ રહ્યો છે. આ દરમિયાન તૈમૂરની સાથે તેની મમ્મી કરિના કપૂર ખાન પણ સાથે દેખાઇ રહી છે.

  વાયરલ વીડિયોમાં કરિના કપૂર ખાન અને તૈમૂર અલી ખાન સાથે જઇ રહેલો નજર આવે છે. કરીના સીધી ચાલતી નજર આવે છે. ત્યારે પેપરાજી કરિના અને તૈમૂરની તસવીર ખેંચવા માટે બૂમ પાડે છે, ત્યારે તૈમૂર ગુસ્સે થઇ જાય છે, અને પૈપરાજીને પાછળ વળીને 'not allowed'ની બૂમો પાડી રહ્યો છે. આ વીડિયોમાં કરીના કપૂર ખાન અને તૈમૂર ઉપરાંત કરીનાની માતા નજર આવે છે. તમામે માસ્ક પહેરેલાં છે. અને આ વીડિયો ખુબજ વાયરલ થઇ રહ્યો છે.
  ઉલ્લેખનીય છે કે કરિના કપૂર ખાન પ્રેગનન્ટ છે, અને તે બહુ જલ્દી બીજા બાળકની માતા બનવાની છે. કરીનાએ તેનાં દીકરા તૈમૂરનાં જન્મ દિવસ પર કરિનાએ જાહેરાત કરી હતી કે તે પ્રેગ્નેન્સી પર બૂક લખવા જઇ રહી છે. અને આ બૂકનું નામ 'પ્રેગ્નેન્સી બાઇબલ' રાખવામાં આવ્યું છે.
  Published by:Margi Pandya
  First published: